________________
ગીતાહન ]જે શ્રોત્રથી સાંભળી ન શકાય એવું, ને આ બધુ જે શ્રોત્રથી સંભળાય છે તે પણ બ્રહ્મ છે; [૧૧૭
અહંકાર તત્વ સુધી વિકાસ થયેલ છે; એ અહંકાર જ તમોગુણના વિશેષપણને લીધે તામસ, રજોગુણના વિશેષપણાને લીધે તેજસ અને સત્ત્વગુણના વિશેષપણને લીધે વૈકારિક એમ ત્રણ પ્રકારને થયો છે. આ અહંકાર સૂકમમાંથી જડની પ્રકટતા કરનારે બેની ગાંઠ સમાન વચલા સાંધારૂપ છે, એમ જાણવું.'
વારિક, તેજસ અને તામસ અહંકારે અહંકાર વૃક્ષાંક [૮] આઠના પટાભાવો ૬ થી ૬ તથા અ, બ, શું અને તેની અંતર્ગત આવેલા ભાવની સમજાતી ઃ અહંકારની અંદર જે આ તામસ, તૈજસ અને વૈકારિક એવા ત્રણ પ્રકારે કહ્યા તે જ ક્રમે ત્રીજી, ચોથી અને પાંચમી પ્રાકૃત સૃષ્ટિઓ કહેવાય છે (જુઓ ક્રમે ૬, ૬ અને ફુ આ જ ક્રમે કાર્ય (૬) કારણ (૬) તથા ફળી () કહેવાય છે. આમાં કારણ એટલે જ અધ્યાત્મ, કાર્ય એટલે અધિભૂત અને કતાં તે અધિદેવ કહેવાય છે. અધિદેવ કિંવા કર્તામાંથી મને મય (૬), અધ્યાત્મ કિંવા કારમાંથી ઇથિસમૂહ () તથા અધિભૂત કિંવા કાર્યમાંથી પંચમહાભૂત સમૂહ (દુ)ની ઉત્પત્તિ થવા પામેલી છે. મનોમયમાંથી દેવતા (વૃક્ષાંક ૮/૭-૫), તેનાં નામો અનુક્રમે (1) દિશા, (૨) ઔષધિ (આને નામને વાયુ પણ કહે છે). (૩) સૂર્ય, (૪) વરુણ, (૫) વાયુ કિંવા અશ્વિનીકુમાર, (૬) અગ્નિ, (૭) ઇદ, (૮) વિષ્ણુ, (૯) પ્રજાપતિ અને (૧૦) મિત્ર દેવતાની ઉત્પત્તિ થવા પામેલી છે. આ સિવાય વિરાટની નાભિમાં અપાન વાયુ તેના દેવતા મૃત્યુ, નાડીઓમાં રૂધિર તેના દેવતા નદી, પેટમાં સુધાતૃપા તેના દેવના સમુદ છે એમ સમજવું. દ્રિયસમૂહ (વૃક્ષાંક ૮/૮-)માંથી બે ભાગે પડે છે. એકમાં પાંચ જ્ઞાનેંદ્રિય અને કર્મ ક્રિયાને સમાવેશ થાય છે, તથા બીજામાં તેનાં રથાનોને સમાવેશ થાય છે. (૧) શ્રોત્ર, (૨) વાટાં કિંધા લોમ, (૩) ચક્ષ, () રસના અને (૫) ધાણ, એ પાંચ જ્ઞાનેન્દ્રિય હોઈ તેના અનુક્રમે (૧) કાન, (૨) ત્વચા (ચામડી), (૩) નેત્ર, (૪) જિહવા અને (૫) નાક એ, પાંચ ગલકે અથવા સ્થાનકે કહેવાય છે. તેમ જ (1) વાણી, (૨) બળ, () ગતિ, (૪) રેત અને (૫) પાય, એ પાંચ કર્મે કિયો કહેવાય છે. (૧) મોટું, (૨) બે હાથ, (૩) બે પગ, (૪) શશ્ન અને (૫) ગુદા, એ પાંચ કર્મે દ્રિયોનાં સ્થાન ગણાય છે (જુએ. ૮/૮-). અપ ચીકૃત પંચમહાભૂતના સમુદાયમાંથી પ્રથમ સમ તન્માત્રા (૮)૯-) ક્રમે (૧) શબ્દ, (૨).સ્પર્શ, (૩) રૂ૫, (૪) રસ અને (૫) ગંધ તથા (૬) આકાશ, (૭) વાયુ, (૮) વહિ, (૯) જળ અને (૧૦) પૃથ્વી, એ પ્રમાણેની ઉત્પત્તિ થવા પામેલી છે (રક્ષાંક ૮/૯૬ના પેટામાં જુએ). આ રીતે અહંકાર (વૃક્ષાંક ૮)ની અંતર્ગત આવેલા પેટા ભાવોની ઉપત્તિ થવા પામેલી છે.
ભગવાનનાં ચિત્ત, બુદ્ધિ અને મનની ઉત્પત્તિ વૃક્ષાંક ૯, ૧૦ અને ૧૨ ની સમજ: આ રીતે વૃક્ષાંક ૮ અને ૮ ની અંદર આવેલા પિયા ભાવની ઉત્પત્તિના મિશ્રણ સહ તામસ ગુણમાંથી ચિત્ત કે જે ભગવાન અથવા વિરાટનું ચિત કહેવાય છે તેની ઉત્પત્તિ થવા પામેલી છે. તેના દેવતા ક્ષેત્રજ્ઞ હેઈ તે ચિત્તના અભિમાનીને છવ, વિષ્ણુ કિવા યજ્ઞનારાયણ પણ કહે છે. ચિત્તને કાર્ય તો ફક્ત વિષયોને પ્રેરણા કરવી એ જ એક છે (જુઓ વૃક્ષાંક ૯ તથા , બr). ત્યાર પછી અહંકાર અને તેમાંના પેટા ભાવના મિશ્રણ સાથે રાજસ ગુણમાંથી બુદ્ધિ અને તેના દેવતા બ્રહ્માની ઉત્પત્તિ થઈ નિશ્ચય એ જ તેને વિષય હોઈ આને જ ભગવાનની બુદ્ધિ કહે છે(જુઓ વૃક્ષાંક ૧૦ તથા ૧, ૪). સાત્ત્વિક અહંકારમાંથી મનની ઉત્પત્તિ થવા પામેલી હોઈ તેના દેવતા ચંદ્ર છે. સંકલ્પ એ જ તેનો વિષય છે આને જ શાસ્ત્રકારે વિરાટપુરુષ અથવા ઈશ્વરનું મન કહે છે(જુઓ ક્ષાંક ૧૧ તથા ૧૧ અગા). જેમ મનુષ્યમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર હોય છે તેમ ઈશ્વર, વિરાટપુરુષ કિવા ભગવાનમાં પ્રથમ અંતઃકરણ, પછી અહંકાર, પછી ચિત્ત, પછી બુદ્ધિ અને પછી મન એ પ્રમાણે અનુક્રમે વિવભાવે ઉત્પન્ન થવા પામેલ છે. આ . બધાં સૂક્ષમ એવાં કારણો છે. જેમ વ્યવહારમાં બીજથી માંડીને અંકુર, શાખા, પાન, ફૂલ અને ફળ એ બધું મળીને વૃક્ષરૂપ કાર્ય કહેવાય છે. બીજ એ તે આ વૃક્ષ૫ કાર્યાનું કારણ કહેવાય. બીજથી માંડીને કળ સુધી રજૂળ કારણ અને કાર્યભાવ પ્રત્યક્ષ બતાવી શકાય તે હોય છે પરંતુ બીજનું કારણ પ્રત્યક્ષ રીતે અને સ્થલ દષ્ટિએ બતાવી શકાય તેવું હોતું નથી, તે તે અનુમાન વડે જ સિદ્ધ થઈ શકે છે. એટલે તે લક્ષ્યાર્થથી જ જાણી શકાય એવું સૂકમ હોય છે તેમ વૃક્ષાંક ૬ થી ૧૧ સુધીનાં બધાં સૂક્ષ્મ એવાં કારગતરો કહેવાય છે; આ વિરાટનો સૂકમદે છે. તેને જ શાસ્ત્રોમાં હિરણ્યગર્ભરૂપે સંબોધેલ છે. વૃક્ષાંક