________________
ગીતાદહન ] તેથી બ્રહ્મને ઉપાસનારાઓનું જે ઉપાય તે બ્રહ્મ નથી, તે સાક્ષીત્વથી પર છે. [ ૧૧૫
જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું બીજ તેમાં જ રહેલું છે. જેમ સોનાની લગડીમાં અલંકારોની ઉત્પત્તિ, રિથતિ અને લય અવલંબે છે તેમ આ અવ્યક્ત તસ્વરૂપ વિવર્તમાં જે ભાવિ અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું બીજ રહેલું છે. આ અવ્યક્ત તત્તમાં જેમ ત્રણ ગુણેનું મિશ્રણ છે તેમ જ્ઞાનશક્તિ, મનઃશક્તિ, સ્પંદશક્તિ, સ્મૃતિશક્તિ, બુદ્ધિશક્તિ, પ્રતિભાશક્તિ, કલ્પનાશક્તિ, ક્રિયાશકિ, દ્રવ્યશક્તિ વગેરે તમામ શક્તિઓનું બીજ પણ છે. આ અવ્યક્તમાં જે જ્ઞાનશક્તિનો અંશ તે શિવ કહેવાય છે. જેમ સુવર્ણની લગડીનું જ્ઞાન બે પ્રભારે થઈ શકે છે: (૧) હું સવર્ણ છું, અને (૨) હું અલંકારો છે, તેમ આ અવ્યક્તમાં પણ બે પ્રકારનું જ્ઞાન છે. તેમાં “હું આત્મા છું એવા જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે તે શિવ કહેવાય છે, પરંતુ તેને બદલે વિપરીત જ્ઞાન એટલે અજ્ઞાનના પ્રાદુર્ભાવને લીધે તેને અવ્યક્ત પ્રકૃતિ, નાન, પ્રધાન, મહાશૂન્ય, અભાવ, જડભાવનું મૂળ આરંભસ્થાન, મહાકાશ, સુષુપ્તિનું મૂળ બીજ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે સંબોધવામાં આવે છે. સર્વ બ્રહ્માંડને તેમાંનાં ચૌદલોક સહ જ્યારે વિલય થાય છે ત્યારે તે સર્વ આ અવ્યકત પદમાં સ્થિત હોય છે તથા તમામ લોકો જ્યારે ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે પણ તેમની આ અવ્યક્ત પદમાં જ સ્થિતિ હોય છે. તેમાં જ ભાવિ અનેક બ્રહ્માંડની ઉત્પત્તિનાં બીજે રહેલાં છે. આ રીતે આપણે મનમાંથી ધારી ગેરસમજને લીધે ભ્રમ વડે અનેક બ્રહ્માંડનો મહાન વિસ્તાર જેમાંથી થઈ શકે એવા બીજની ઉત્પત્તિ શી રીતે થવા પામી, તે અવ્યક્ત ભાવની સ્પષ્ટતા, સમજી શક્યા.
અર્ધનારીશ્વરની ઉત્પત્તિ વૃક્ષાંક (૫) પાંચની સમજુતી તથા પર્યાય સંજ્ઞાઓઃ હવે જેમ ઝાડના બીજમાંથી અંકુર નીકળે છે તે પહેલાં તેમાં બે ફાડ (ભાગ) પડે છે અથવા મારું શરીર કડે જ તેમાં હું અને મારું એવા બંને. ભ છે એક સાથે જ આવી જાય છે, તેમ આ અવ્યક્ત ૩૫ મિશ્રિત ૨ ડેલા સરવ અને રજોગુણના મિશ્રશ વડે જ્ઞાનશક્તિ તથા રજતમનાં મિશ્રશ વડે ક્રિયા અને દ્રવ્યશક્તિ એમ છતર તમામ શક્તિઓના અંશ સહિત આ શક્તિઓનું મિશ્રાત્મક એનું એક નવું આ અવ્યક્ત કૃતિ (વલાંક ૪ માંથી નીકળે છે. આ તત્વમાં જ્ઞાન શક્તિની અંતર્ગત મનઃશક્તિ તથા ક્રિયાશક્તિની અંતર્ગત ૨૫દ અને દ્રવ્યશક્તિને સમાવેશ થઈ જાય છે. આમં અવ્યક્તરૂ૫ બીજમાંથી વ્યક્ત અંકુર ઉત્પન્ન થતાં પૂર્વે જ્ઞાનશક્તિ તથા ક્રિયાશક્તિ યુક્ત એવું એક તન્ય પ્રકટ થવા પામેલું છે. જેને અર્ધનારીનટેશ્વર, પ્રકૃતિપુરુષ, વિશક્તિ ઇત્યાદિ સજ્ઞ એ છે. આમ આ એક તત્વમાં જ બે તત્વોનો સમાવેશ એક સાથે થયેલો છે, હજુ સુધી બે જુદાં જુદાં થયાં નથી એવું આ તવ છે (જુઓ વૃક્ષાંક ૫). તેમાં નટેશ્વર, પુરૂષ કિયા શિવ એ જ્ઞાનશક્તિને અંશ સમજ તથા અનારી પ્રકતિ. કિવા શક્તિ એ સંજ્ઞાઓથી દર્શાવવામાં આવતા અંશ ક્રિયાશક્તિ સમજો. આમાં ઉત્તરોત્તર એક એક અંશનું મિશ્રણ હોય છે. જેમ એકંદર સુવર્ણમાંથી દશ તોલાને સુવર્ગને એક ગેળે જુદો કર્યો તે અવ્યક્તતવ (વૃક્ષાંક ૪) સમજે, તેમાંથી બે વેલાની વીંટી, ત્રશું તેલનો અછોડે અને પાંચ તોલાનું કડું એમ ત્રણ આકારે બનાવવાના છે એ નિશ્ચય થયે; પરંતુ હજુ સુધી તેવા જુદા ભાગે પાડ્યા નથી. આમ ત્રશું ભાગ પાડવાનો જે નિશ્ચય થ તે જ અર્ધનારીનટેશ્વર સ્વરૂપ લક્ષાંક ૫) સમજે; કેમ કે આ તેમાંથી પાડવાના જુદા જુદા ભાગનું મૂલમ સ્વરૂપ થયું. ત્યાર પછી થયેલા નિશ્ચયાનુસાર તેમાંથી ઉપર પ્રમાણે જુદા છા ત્રણ ભાગે પાડ્યા તે જ મહાપ્રાગ (ક્ષાંક ૬) સમજો. પછી તેમાં અનેક નકશી વગેરે કર્યું તે મહત્તરથી માંડી બ્રહ્માંડાદિ (વૃક્ષાંક ૭ થી ૧૫૪) સુધીના ભાવો છે એમ સમજો. બાદ ફરીથી દાગીનાઓને ભાંગી ને દશ તાલાનો એક ગોળા બનાવી દીધો તો તેમાંની તમામ નકશી વગેરે સૌ વિલય પાછો આ અવ્યક્ત માં જ થાય છે. આ રીતે તેમાંથી ટુકડાઓ કરવા પર્વેની જે વિતિ તે વ્યક્તિ અને અમુક તોલાને અમુક અલંકાર બનાવે એ પ્રમાણે જે નિશ્ચય કરો તે આ જ્ઞાનશક્તિ અથવા ક્રિયા તથા દ્રવ્યશક્તિનું મિશ્ર રાત્મક એવું અર્ધનારીનટેશ્વર, પ્રકૃતિપુરુષકિવાશિ શક્તિરૂપ તત્વ સમજવું. આમાં જ્ઞાન અને ક્રિયા બન હોવાથી તેની અંતર્ગત આવેલાં (વૃક્ષાંક ૬ થી ૧૫ ૬ સુધીના) તમામ તને પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા એ બંને શક્તિઓની જરૂર હોય છે. આથી વ્યવહારમાં પણ દરેક મનુષ્યને કઈ પણ કાર્ય કરતા પૂર્વે પ્રથમ તે અંત:કરણમાં વિચાર કરવો પડે છે અને પછી તે કિયા કરે છે. આમાં વિચારને પ્રેરણા દેવી તે જ્ઞાનશક્તિનું કાર્ય હેઈ, ત્યાર પછી પ્રત્યક્ષ સ્થવ ક્રિયા કરવામાં આવે છે, તે કાર્ય ક્રિયાશક્તિનું છે. આમ ક્રિયા થવી તે ક્રિયાશક્તિ તથા તેમ થવા સંકલ્પને પ્રેરણા થવી. તે જ્ઞાનશક્તિ કહેવાય. આ બંને શક્તિઓ અને પ્રકૃતિ અને પુરૂવાંશરૂપ છે,