________________
ગીતાદહન ]
તે મન વડે મનન કરી શકાતો નથી. કેમકે મનનું મનત્વ જ તે વડે છે;
[ ૧૦૯
જડ, પ્રધાનશક્તિ, અજા, વિમર્શ, મૂલપ્રકૃતિ, અનિરુદ્ધ, પ્રાજ્ઞ, મકાર, અજ્ઞાન, ક્ષેત્ર, (અજ્ઞાન ઉપરથી જાણી શકાય છે તેથી તે ક્ષેત્ર કહેવાય છે), એનિ (વૃક્ષાંક ૩થી ૧૫ઇ સુધી તમામ ભાવો મળીને અપરા પ્રકૃતિ કહેવાય છે), સર્ગ મહાકારણ, ધર્મ (વાસ્તવિક નહિ હોવા છતાં પણ હું એવા ભાવને ધારણ કરે છે તેથી તે ધર્મ કહેવાય છે અને ઈશ્વર ધમ કહેવાય છે.), ઈશ્વરીય સંકલ્પ, મહાસત્તા, મહાચિતિ, મહાશક્તિ, મહાદષ્ટિ, મહાકિયા, મહેભવ, મહાપંદ, મહામાયા તથા દેવી વગેરે પર્યાય સંજ્ઞાઓ શાસ્ત્રકારોએ આપેલી છે.
સાક્ષી વા દ્રષ્ટાભાવ વૃક્ષાંક (૨) બેની સમજૂતી તથા પર્યાય સંજ્ઞાઓ: હવે એવી શંકા ઉદ્દભવે છે કે, જેમ આકાશ એ તદ્દન નિર્મળ, શાંત અને નિશ્ચલ હેઈ તેમાંથી તે કરતાં વિરુદ્ધ ધર્મના એટલે અત્યંત ચંચળ એવા વાયુની ઉત્પત્તિ શી રીતે થવા પામે? પ્રકાશમાંથી અંધારું શી રીતે ઉત્પન્ન થાય? એટલે જેમ અંધારાએ પ્રકાશને ઉત્પન્ન કર્યો અથવા પ્રકાશે અંધારું ઉત્પન્ન કર્યું એમ કહેવું ખરેખર અનુચિત છે, એટલું જ નહિ પરંતુ તદ્દન અશક્ય છે; અરે ! તદ્દન સાદી વાત છે કે, વ્યવહારમાં પણ આ પાણીનો તરંગ છે એમ કહેવાવાળા કિવા તેને જાણનારે તો પાણીથી કોઈ જુદો જ હોય છે. પાણી પોતે કંઈ પોતાને હું “પાણી” છું એમ જાણતું પણ નથી અને કહેતું પણ નથી. અથવા ઘરમાં રહેલું આકાશ હું “આકાશ” છું તથા મને કોઈ આકાશ કહે છે એમ જાણતું પણ નથી. તે તદ્દન અસંગ હોય છે તેમ આત્મા (વૃક્ષાંક ૧) તદ્દન અસંગ અને અનિર્વચનીય છે. તેને તો કલ્પના પણ નથી કે હું આત્મા છું કિંવા મને કોઈ તેવું કહેનાર છે અથવા મારામાં હુ” કરીને કંઈક ઉત્પન્ન થયેલું છે. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બધા લોકે પોતપોતાને હું અને બીજાને તું એમ કહે છે એ વાત તો દરેકને નિયંપ્રતિ અનુભવમાં આવે છે, એ છે કયોથી આવ્યો? વાસ! આ હુ” એ જેનું કાર્ય કહેવાય છે એવા આત્મા(વૃક્ષાંક ૧)ને તો તે વાતની કલ્પના પણ નથી. તે ઘરમાંના આકાશની જેમ તદ્દન શુદ્ધ, નિર્મળ અને અસંગ હોય છે. આમ છે ત્યારે આ “હું એ આવ્યો કયાંથી? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેને ઉત્પત્તિ કરનારો કોણ? તેને જાણનારો કેણુ? આત્મા (વૃક્ષાંક ૧)ની સાથે તેને સંબંધ નથી, તે પછી તેને સંબંધ કેની સાથે હશે? એવો કાણુ હશે કે જે આ
હું” ને “હું” એવી છૂર્તિની પ્રેરણા આપે છે? ઇત્યાદિ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તે જાણવું આવશ્યક હોવાથી હવે તેને વિચાર કરીશું.
કિરણશ ૩૯
હુની ઉત્પત્તિ “હું”માંથી જ થાય છે વ્યવહારમાં જુઓ કે આ વસ્તુ મારી છે એમ કહેતી વખતે તેમાં તેવું કહેનાર અને વસ્તુ એમ બે જુદા જુદા ભાવોને સમાવેશ થઈ જાય છે. મારી વસ્તુ છે એમ કહેતી વખતે કહેનારને પિતાને “હું” નથી એવું કંઈ લાગતું નથી. અર્થાત મારું કહેતાંની સાથે જ “હુ” ભાવ એ એની અંતર્ગત જ સમાઈ જાય છે. બહુ” વગર મારું હોય જ નહિ. તે “હુ' એટલે ઉપર કહેલે વૃક્ષાંક ને સામાન્ય બહુ સમજે. હવે એમ બને છે કે મારું કહેવાને માટે તે “હું”ની જરૂર હોય છે, તે વાત તે દરેકને સ્પષ્ટ રીતે અનુભવમાં આવી શકે તેવી છે અને દરેક મનુષ્ય વાચ્યાર્થમાં પણ તેવો પ્રયોગ વ્યવહારમાં નિત્યપ્રતિ કરતો હોવાનું જોવામાં આવે છે, તેમ આ “હું”ને જાણનારો બીજો કોણ છે? તે કાંઈ આ વ્યવહારમાં મળી શકતો નથી, કારણ કે હુ"ને તો હું છું એટલું જ એક જ્ઞાન છે, પરંતુ તેમ કહેનારો અથવા “હું” એવી હુરણા આપનાર કિંવા હુને જાણનારો બીજે કઈ મળી શકતો નથી, વળી કર્યા વિના જ કોઈ કાર્ય થયું હોય એવો વ્યવહારમાં પણ અનુભવ થતો નથી, આથી એમ સિદ્ધ થાય છે કે “હું”નો ધર્મ હું રૂપે પ્રકટ થવું એ જ એક છે અને તેને જાણનારે દ્રષ્ટા કિંવા ધર્મો તે કઈ બીજો શુદ્ધ “હું” હે ઈ તે પ્રકટ એટલે વાચાર્થ વડે નહિ પરંતુ લક્ષ્યાર્થ વડે જાણી શકાય તે છે. એ નિયમ જોવામાં આવે છે કે, જેવું બીજ હોય તેવું જ તેમાંથી વક્ષ થાય છે. આ બીજાંકર પાયાનુસાર આ “હું રૂપ કાર્ય જે પ્રકટ થયેલું પ્રતીતિમાં આવે છે તે તેનું