________________
૧૧૨ ].
ચક્ષુવા ન વસ્મત ચેન રહ્ના પતિ | ઉપાસનાકાષ્ઠ કિર૦ ૪૦ હું ને સામાન્ય ભાવ: જેમ કે સોનું એમ કહેતાંની સાથે, એટલે સોનું એ એક શબ્દમાં જ જગતમાં જેટલું સુવર્ણ હશે તે બધાને સમાવેશ થઈ જાય છે; ઘર કહેતાંની સાથે જ તેમાં ભી, બારીઓ, બારણાં, અગાશી, જમીન, ખીંટી વગેરે સર્વને સમાવેશ થઈ જાય છે, અથવા જંગલ કહેતાં તેમાં નાનાં મોટાં તમામ
સમાવેશ થઈ જાય છે, તેમ આ હું (વૃક્ષાંક ૩) કહેતાં જ તેમાં છે, તે, આ, મારું, તારું, તમે, અમો ઈત્યાદિ વડે જે જે કાંઈ ભાવ પ્રતીત થતા હોય, તે તમામને સમાવેશ થઈ જાય છે. જેમ પાણી કહેતાંની સાથે જ તેમાં નદી, નાળાં, તળાવો, કુવા, વાવ, સમુદ્ર, મહાસાગર, વરસાદ, મેરીમાંનું પાણી વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે અથવા સમુદ્ર કહેતાં જ તેમાંનાં તરંગે, ફીણ, પરપોટા તથા તે મધ્યે રહેનારાં
અનંત જળચર પ્રાણીઓ વગેરેનો સમાવેશ થઈ જાય છે; તેમ આ “હું' કહેતાંની સાથે જ દ્રષ્ટા, દર્શન અને દસ્ય; જ્ઞાતા, જ્ઞાન અને ય; કર્તા, કરણ અને કાર્ય; પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય; બોદ્ધા, બુદ્ધિ અને બૌદ્ધવ્ય; મંતા, મન અને મંતવ્ય; વાચક, વાચન અને વાર ઇત્યાદિ તમામ ભાવોનો સમાવેશ થઈ જાય છે. કલ્પના કરો કે આખા જગતની અંદર ખાણમાં છે કે અલંકાર રૂપે લોકો પાસે સંગ્રહમાં છે, પરંતુ સોનું એમ કહેતાં જ તે બધાને સમાવેશ તેમાં અનાયાસે જ થઈ જાય છે, આથી સોનું એ તેનું સામાન્ય નામ કહેવાય છે અથવા જેમ મનુષ્ય એમ કહેતાં જ જગતનાં તમામ મનુષ્યને ભાવ તેમાં સમાઈ જાય છે, તે સામાન્ય ભાવ કહેવાય છે; પરંતુ જેમ સુવર્ણને જ્યારે વ્યવહારમાં વિશેષરૂપમાં બતાવવાનું હોય તો તે અલંકારમાં નામ, રૂપ, આકાર, વજન, કિંમત, કસ વગેરે જુદા જુદા અનેક વિભાગ વડે પ્રચારમાં આવે છે; તેમ આ “ એ સામાન્ય “હું' છે એમ સમજે. હવે ઉપર જણાવ્યા પ્રમાણે જેમ આ અલંકારો છે, એમ વિશેષ ભાવથી બતાવવાનાં હોય ત્યારે આ સોનાનું કુંડળ છે, આ સોનાનું કડું છે, એમ કહેવાય છે, પરંતુ તેમાંથી સુવર્ણ એવો સામાન્ય ભાવ તો કદી પણ છૂટ નથી; તેમ મારું, તારું ઇત્યાદિ નામરૂપ વડે વ્યવહાર કરતી વખતે આ “હુ એ સામાન્ય ભાવ તો કદી પણ છૂટી શકતો નથી. આથી લેકે વ્યવહારમાં પોતાને માટે “હું', અને બીજાઓને માટે “તું” એમ કહે છે અને જેને તું એમ કહેવામાં આવ્યું હોય તે જ્યારે વ્યવહાર કરે છે ત્યારે તે પોતાને માટે “હું'ને પિતાને “તું” કહેનારને માટે ઊલટું તું એમ કહે છે. આમ એક જ મનુષ્ય “હું” અને “તું” બને છે, તે આ પકી ખરું શું ? “હું” કે “તું”? આથી એમ નિશ્ચય થયો કે હું” એ સામાન્ય ભાવ હેઈ “” તો તેના ઉપર વિવર્ત કિવા આભાસરૂ૫ મિથ્યા આરોપ અથવા તે પર્યાય સંજ્ઞાદર્શક છે. અર્થાત “હું” નું જ “તું” એવું નામ છે. આ રીતે “હું” ને સર્વાત્મભાવ સિદ્ધ થયો. આમ બહુ તેને સાક્ષી અને આત્મા એમ વૃક્ષમાંના એકથી ત્રણ ભાનું સ્વરૂપ આપણું સમજવામાં આવ્યું. હવે “હું'માંથી “તું” કિવા મારું એ ભાવ શી રીતે પ્રકટ થવા પામ્યું તેને વિચાર કરવાનું છે. તે પૂર્વે આને માયા કિંવા અવિવા કેમ કહે છે તેને સંક્ષેપમાં વિચાર કરીશું.
માયા કેને કહે છે? ઉપર કહેવામાં આવ્યું છે કે, શુદ્ધ “હું” ને દ્રષ્ટા, સાક્ષી, વેદાંતીઓ ઈશ્વર અને સાંખ્યશાસ્ત્રકાર પુરુષ ઇત્યાદિ સંજ્ઞાઓ આપે છે તથા તેમાંથી થયેલા આ પ્રતિબિંબરૂ૫ “હું” મેં આભાસ કહે છે. આને જ વેદાંતીઓ અવિવા અથવા માયા અને સાંખ્યો પ્રકૃતિ કહે છે. તેને અવિદ્યા, માયા કિંવા પ્રકૃતિ એમ શા માટે કહેવામાં આવે છે, તે ઘણે ભાગે તો ઉપરના વિવેચનથી સમજવામાં આવ્યું હશે જ. જે કદી વિલમાન નથી તે જ અવિદ્યા, માયા, કિંધા પ્રકૃતિ કહેવાય. તેને ટૂંકમાં એટલે જ એક અર્થ છે કે જેમ “તું” કહેવું એ વાસ્તવિક પર્યાયે “હું” ની જ બીજી એક પર્યાય સંજ્ઞા છે તેમ આ “હું” એ પણ જ્યાં “હું' એવા ભાવનું કદી અસ્તિત્વ જ નથી તેવા અનિર્વચનીય સ્થાનની પર્યાય સંજ્ઞા છે. અર્થાત જેમ “મારું” એ “હું”ને વિવર્તી છે, એટલે મારું એવી સંજ્ઞા “ હું' ની જ છે; એમ આ “હું' એ પણ શુદ્ધ “હું' ભાવનું પ્રતિબિંબ કિવા મિથા ફુરણ અથવા તે વિવર્ત છે. એટલે લક્ષયાર્થ વડે જાણી શકાય એવો જે શુદ્ધ “હું કિંવા ઈશ્વર (વૃક્ષાંક ૨) એ જ જલતરંગની જેમ વિવર્તરૂપે “હું' (ક્ષાંક ૩) એવા વાગ્યાર્થ ભાવે પ્રકટ