________________
ગીતાદહન ] તેથી બ્રહ્મને ઉપાસનારાઓનું જે ઉપાય તે બ્રહ્મ નથી. તે સાક્ષીત્વથી પર છે. [ ૧૧૧ વૃક્ષાંક ૪ અવ્યક્ત, વૃક્ષાંક ૭ મહત, વૃક્ષાંક ૧૦ બુદ્ધિ, વૃક્ષાંક ૧૧ મન, વૃક્ષાંક ૬ થી ૧૭ સુધીના સર્વ ભાવને અર્થ તથા વૃક્ષાંક ૧૩ થી ૧૫ણ સુધીના સર્વ ભાવોને કાર્ય કિંવા ઇંદ્રિય એવી સંજ્ઞા વડે સમજાવેલ છે. આમાં વૃક્ષાંક રનો સમાવેશ વૃક્ષાંક ૧માં જ કરેલ છે તથા વૃક્ષાંક ૩–૫-૬ ૪માં, ૮ અને તેના અંતર્ગત આવેલા સર્વ ભાવો તથા ૯ને સમાવેશ ૭ માં અને ૧૨ને સમાવેશ ૧૧માં જ કરેલ છે. આમ વૃક્ષાંક ૨, ૩, ૫, ૬, ૮, ૯ તથા ૧૨ એટલા ભાવો આ ઉપનિષદમાં અલગ બતાવેલા નથી, પરંતુ અત્રે પુરાણદિના અભ્યાસકે પણ સુગમતાથી સ્પષ્ટ રીતે સમજી શકે તેટલા માટે વધુ સ્પષ્ટતા કરેલી છે. પુરાણુ શાસ્ત્રકારે વૃક્ષાંક ૧ આત્મા, વક્ષાંક ૨ પુરુષ, વૃક્ષાંક ૩ પ્રકૃતિ, ક્ષાંક ૪ પ્રધાન, વૃક્ષાંક ૬ મહાપ્રાણુ (સૂત્રાત્મા), વૃક્ષાંક ૭ મહત, વૃક્ષાંક ૮ અહંકાર તથા વૃક્ષાંક ૮ (૧) ૮ [૨] અને ૮ (૩)માં બતાવેલા તમામ પેટભેદ તથા વૃક્ષાંક ૯ ચિત્ત, વૃક્ષાંક ૧૦ બુદ્ધિ, વૃક્ષાંક ૧૧ મન અને વૃક્ષાંક ૧૨ હિરણ્યગર્ભ તથા વૃક્ષાંક ૧૭ સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ હાઈ વૃક્ષાંક ૧૪ થી ૧૫ઇ ને સમષ્ટિ વિરાટ એટલી સંજ્ઞાઓ વડે સમજાવેલ છે. આ બધું મળીને વિરાટને ભૂલદેહ કહેવાય છે(ભા સ્ક, ૩-૧૧ જુઓ): આ રીતે સમજાવવાને શાસ્ત્રકારોને ઉદ્દેશ તત્ત્વની ભિન્નતા બતાવવાનો નથી, પરંતુ ધ્યેયને સ્પષ્ટ અને બને તેટલી સરળતાથી સમજાવી શકાય એટલા માટે તેનું વિસ્તૃત વિવેચન કરીને સમજાવવાનો હોય છે એમ સમજવું આ શાસ્ત્ર આધાર વડે પણ સમજી શકાશે કે આત્મા, ઈશ્વર અને માયા અર્થાત ક્રમે (૧) અનિર્વચનીય તત્વ, (૨) લયાર્થદર્શક શુદ્ધ હુંરૂપ તવ તથા (૩) ને આભાસ કિવા પ્રતિબિંબ સ્કુરણ પામેલું વાચ્યાર્થદર્શક “હું” એવું પ્રકૃતિ વા માયારૂપ તત્ત્વ એમ ત્રણ તની ઉત્પત્તિ સબંધમાં આપણે કંઈક જાણું શક્યા.
હું અને સાક્ષી ભાવની પરસ્પર સાપેક્ષતા આત્મા તે તદ્દન અસંગ અને નિર્વિકાર છે, તથા “હું અને તેને સાક્ષી એ બંને પરસ્પર એટલા બધા સંલગ્ન છે કે એક વગર બીજાનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી. જેમ મારું કહેતાંની સાથે તેમાં હું આવી જાય છે, તેમ “હું કહેતાંની સાથે જ તેમાં તેના સાક્ષીભાવનો સમાવેશ પણ અનાયાસે જ થઈ જાય છે, જેમ મનુષ્ય અને તેની છાયા એ બને પરસ્પર સંલમ હાઈ સાપેક્ષ ભાવે છે. એકને છોડી બીજે રહી શકતા નથી તેથી તે સાપેક્ષ કહેવાય છે. એટલે જેમ છાયા હોય તે મનુષ્ય હેવો જ જોઈએ, તેમ “હુ' કહેતાંની સાથે જ તેને સાક્ષી શુદ્ધ “હું હશે કે નહિ એવી કલ્પના કરવાની જરૂર રહેતી જ નથી. પરંતુ જેમ વીજળીને દી જ્યારે પ્રકટ થાય છે ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે તેને પ્રેરણા અથવા બળ આપનારી કઈ ગુપ્ત શક્તિ અવશ્ય છે અને આવી પ્રેરણાત્મક શક્તિ જેના આધારે વા અધિષ્ઠાન વડે રહે છે એવું એક તેનું મૂળ સ્થાનક છે, તેને વીજળીનું ઘર કહે છે, તેમાં આ વિદ્યુતશક્તિને સાઠે ગુરૂપે રહેલો હોય છે, છતાં તે જ્યારે દીપ દ્વારા પ્રકટ થાય છે ત્યારે જ તેમાં વિદ્યુત છે એમ જાણી શકાય છે, તેમ આ શુદ્ધ “હું” તે ત્યારે જ જાણી શકાય છે કે જ્યારે આ “હું” એવા ભાવનું પ્રાકટ્ય થાય છે અને “હું” નું પ્રાકટ્ય થયું કે તેને સાક્ષી કઈ છે અને તેમાં “હું” ને પ્રાકટ્ય કરવાની શક્તિ છે, એમ સિદ્ધ થઈ શકે છે. આમ જો કે “હુનું પ્રાકટ્ય તો તેના એટલે સાક્ષી અથવા શુદ્ધ હીના આધાર ઉપર જ અવલંબીને હોય છે. તે તેની સત્તા કિંવા આજ્ઞા વિના કિંચિત્માત્ર પણ કાંઈ કરવા શક્તિમાન હેતો નથી. આ શુદ્ધ જ (વૃક્ષાંક ૨)એ નિયત કર્યા પ્રમાણે જ પ્રતિબિંબરૂપ બહુ' (વૃક્ષાંક ૩) પોતાનું કામ કરે છે, આથી તેને નિયતિ પણ કહે છે. છતાં આ નિયતિને પ્રેરક સાક્ષી અથવા દ્રષ્ટા ઈશ્વર (કક્ષાંક ૨)છે, એમ તે જ્યારે નિયતિરૂપ હું (વૃક્ષાંક ૩)નું પ્રાકટ્ય થાય ત્યારે જ જાણું શકાય છે. આમ આપણને “હું”૨૫ માયા (વૃક્ષાંક ૩) અને ઈશ્વર (વૃક્ષાંક ૨) એ બંનેને સાપેક્ષ ભાવ સમજાય. આ માયારૂપ જે હું (સાંક ૩) એ જ આ સર્વ સમમાં પણ સૂમ અને રસ્થૂળ ભાવનું મૂળ કિંવા આદિ સ્થાન સમજવું. આ જે જે કાંઈ સ્થૂળ કિંવા સૂક્ષમ ભાવો આપણા જેવામાં, જાણવામાં કિંવા મનાદિ વડે ચિંતન કરવામાં આવે છે તે સર્વનું મૂળ આ જ છે એમ જાણે.