________________
૯૦ ].
છોત્ર મનો મનો ચરાવો ટુ વા–
[ ઉપાસનામણા કિર૦ ૩૪
દેહન ઇત્યાદિ નામ જ સાર્થક હોવાથી તેને ગીતાદહન એવું નામ આપવામાં આવ્યું છે. અસ્તુ. અત્યાર સુધીના વિવેચન ઉપરથી શ્રીમદ્ ભગવદ્ગીતાને ઉપનિષદ* શા માટે કહેવામાં આવે છે તેના કલ્પના જિજ્ઞાસુઓને આવી શકશે. શ્રીકૃષ્ણ ભગવાને તેમાં સર્વ શાસ્ત્રના સારનું દહન કરેલું છે. જેમ દૂધમાંથી માખણ કાઢવામાં આવે તેમ ભગવાને આ ગીતમાં સર્વ ઐતિ, મૃતિ આદિ શાસ્ત્રનો સાર આપેલ હોવાથી આ ગ્રંથને સર્વ શાસ્ત્રાના દોહનરૂપ તત્વાર્થદીપિકા કહે પણ અયોગ્ય ગણાશે નહિ.
ગીતા સંબંધી નિરર્થક પ્રશ્નપરંપરા શ્રીભગવદ્ગીતાના બહિરંગ તથા અંતરંગના સંબંધમાં આજ પર્યંત ઘણાઓ તરફથી એટલો બધે નિરર્થક ઊહાપોહ થયેલો જોવામાં આવે છે કે તે તરફ જે લક્ષ આપવા જઈએ તો મૂળ વિષયને કાયમને માટે તિલાંજલિ આપવી પડે તેમ છે. યુદ્ધ પહેલાં કિવા યુદ્ધ પછી આ ગીતા કહેવામાં આવતા તે તે કેવા પ્રકારની હેત? તે કામમાર્ગ, જ્ઞાનમાર્ગ, એગમાર્ગ, સાંખ્યમાર્ગ કે ભક્તિમાર્ગ ઉપર છે? વગેરે અનેક માનસિક તરગે ઉત્પન્ન કરી તેના ઉપર વિસ્તૃત વિવેચનો થયેલાં ઘણે ઠેકાણે જોવા માં આવે છે. સિવાય મહાભારતનું યુદ્ધ થયું હશે કે તે કેવળ એક કલ્પના જ હશે ? ઇત્યાદિ કપોલકપિત હજારો પ્રશ્નોત્તરો ઉતપન કરી લોકોને ગીતામાં સાચું તત્ત્વ શું છે, તે બતાવવાના કામમાં મદદરૂપ થવાને બદલે પરસ્પર આવા વિતંડાવાદ તથા મિથ્યા ખંડનમંડનાદિનું કાર્ય કરી પોતપોતાના મતને જ સત્ય મનાવવા માટે દુરાગ્રહ ચાલેલે સર્વત્ર જોવામાં આવે છે. આ રીતે લોકોને સરળ માર્ગ બતાવવાને બદલે ભ્રમમાં નાખી તેઓને અર્ધદગ્ધ જેવી હાલતમાં મૂકવાનું વિદ્વાનોને શું પ્રયોજન હંશે ?
યુદ્ધ પૂર્વે અને પછીની ગીતા ઉપર બતાવેલી નિરર્થક પ્રશ્નપરંપરા પિકી યુદ્ધ પહેલાં ફિવા પછીથી ગીતા કહેવામાં આવતા તે તે કેવા પ્રકારની હેત ? ઇત્યાદિ પ્રશ્નો તો અપ્રાસંગિક અને કપોલકલ્પિત હોવાથી તેનો વિચાર કરવા જેવો નથી. કારણ એ તો અજ્ઞાની રેમોને ભ્રમમાં નાખનાર એક પ્રકારનો ખોટો પ્રચાર છે. વળી તેમાંના કોની સંખ્યા સંબંધે પણ મિથ્યાવાદે ચાલુ છે. આના પ્રશ્નનું મહત્વે ૫ણું નથી. આપણે તે આપણી પાસે જે શાસ્ત્રના દેહનરૂ૫ ભગવદ્દગીતારૂપી અમૃત છે, તેને સાચો ઉદ્દેશ જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તેમાં જે આ ગીતા અર્જુનને બદલે કોઈ પશુ પક્ષીને કહી હતી તે? એવા પ્રશ્નો અપ્રસ્તુત અને મૂર્ખતારૂપ લેખાય. તેવી જ સ્થિતિ યુદ્ધ પછી અને પહેલાંની ગીતા, એવો કપોલકલ્પિત વિચાર કરનારાઓની જાણવી.
મહાભારતનું યુદ્ધ થયું હશે કે ? મહાભારતનું યુદ્ધ ખરેખર થયું હશે કે ? એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવે છે. જે મહાભારત ગ્રંથમાંથી આ શ્રીભગવદ્ગીતા મળે છે તે ઇતિહાસ ગ્રંથ છે, તે ઉપરના વિવેચન ઉપરથી સારી રીતે જાણી શકાશે. આ નવલકથા નહિ પણ ઈતિહાસગ્રંથ છે, એ હું ફરીથી કહીશ. તે વાત બુદ્ધિમાનના લક્ષામાં આવ્યા પછી અને જેઓ ચાલુ સમયે વ્યવહારમાં પ્રસિદ્ધ થયેલા ઐતિહાસિક પ્રસંગોને સાચા માનતા હોય તેવાઓ માટે આ મહાભારતના ઐતિહાસિક પ્રસંગને માટે શંકાનું સ્થાન રહેશે નહિ. વળી તે લખનાર વ્યક્તિ પણું સામાન્ય ન હતી, તેને પણ વિચાર કરવો ઘટે છે. પૂર્વના ઈતિહાસ પ્રસંગોને માટે શંકા ઉઠાવી તેને જો ખોટા ઠેરવાશે તે પછી ચાલુ પ્રસંગોના ઇતિહાસની પણ ભવિષ્યકાળમાં આ પ્રમાણેની સ્થિતિ થશે, જેમકે વાલ સમયમાં કેઈ ઇતિહાસકાર લખે કે ઘોડા અને બળદ વગર આગગાડી હજારો માણસો અને હજારે મણ ધાન્યાદિ સામાન ઉપાડી એક ઘડીમાં દશ કેશના વેગથી ચાલતી હતી. આ લખાણ વાંચનારના કાળમાં
૦ આ શ્રીમદ્ ભગવદ્ગીતા એ ઉપનિષદ હૈવાથી તેમાં આવેલા કે, મંત્ર કહેવાય છે. તેથી તેનું મંત્ર બેલવાની પદ્ધતિ અનુસાર જ પઠન થવું જોઈએ. ઉદાત્ત, સ્વરિત ને અનુદાત્તાદિ સ્વરે સહિત અને હસ્વ દીર્વાદિભેદ યુક્ત શુદ્ધ અને સ્પષ્ટ રીતે પઠન થાય તે કેવળ પઠન માત્રથી જ તે ફળદાયી નીવડે છે; આથી ગીતામાં આવેલા તમામ મંત્રોને ઉપર નીચે (ઉદાત્તાનુદાત્ત) સ્વરે આપવામાં આવેલા છે.