________________
૧૦૬]
તવ ત્રઢ વં વિદ ને મુત્તે પે સેન. [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૮
સત્યાગ્રહી અને દુરાગ્રહી સાંપ્રત જગતની આવી વિષમ સ્થિતિ થવાનું કારણ દુરાગ્રહ છે. સામાન્યતઃ જગતમાંના સર્વે લેકમાં બે વિભાગો પડી શકે તેમ છે : (૧) સત્ય શું છે તેના આગ્રહી, જેને શાસ્ત્રમાં દેવી સંપત્તિવાળા કહ્યા છે તથા (૨) પિતે સમજ્યા છે તે જ સત્ય છે, એમ માની લઈ તેને દુરાગ્રહ પકડનાર, જેને આસુરી સંપત્તિવાળા કહેલા છેઆ બે પિંકી વાસ્તવમાં સત્ય શું છે? તે જાણવાની ઇરછાવાળા તો ઘણું જ થાડા મળી આવે છે; પરંતુ ઉપરના દષ્ટાંતમાં જણાવ્યા પ્રમાણે મૃગજળની પાછળ લાગનારા એટલે પિતે સમજ્યા છે તે જ સત્ય છે, એવો દુરાગ્રહ રાખી તેવા પ્રકારનો જગતમાં પ્રચાર કરી તેને જ અમો સત્યના આગ્રહી છીએ, એવું કહેવરાવનારા અજ્ઞાનીઓ, વગર વિચાર્યું જગતમાં ઝઘડાઓ ઘટાડવાને બદલે વધારતા રહે છે. જેનું કારણ દુરાગ્રહ જ છે, એમ સમજે. જગતની આવી વિષમ પરિસ્થિતિ ખરેખર શોચનીય ગણાય. તેને દૂર કરવાને માટે દરેકે પોતપોતાનો દુરાગ્રહ બાજુ પર મૂકી સત્યની શોધ કરવી જોઈએ. તેને માટે તદ્દન સરળ માર્ગ તો ફક્ત એ જ એક છે કે, જેમ પ્રકાશની શોધ કરવી હોય તે અંધારાને દૂર કરવું, તેમ દુરાગ્રહને છેડી સત્યનો આશ્રય લે, એટલું જ એક કાર્ય કરવાનું છે.
બધાનું જ કહેવું સત્ય કેમ? વિચાર કરો કે તરશ લાગી હોય તે તે છિપાવવાને માટે નદી, તળાવ, કિંવા કૂવા પાસે જવામાં આવે તે તેમાંના પાણીથી જ તે શાંત કરી શકાય છે. પછી તેને કોઈ જળ કહે, કઈ પાણી કહે યા બીજા ગમે તે નામ વડે કહેવામાં આવે છતાં તેમાંથી એક પાણીને જ ભાવ નીકળી શકે છે. વ્યવહારમાં પણ એક જ મનુષ્યને છેક પિતા કહેશે, ભત્રીજો કાકા કહેશે, ભાણેજ મામા કહેશે, બહેન ભાઈ કહેશે. સ્ત્રી પતિ કહેશે, માતાપિતા પુત્ર કહેશે. આમ એક જ વ્યકિતને ભિન્ન ભિન્ન નામો વડે સંબોધવામાં આવે છે અને તે બધાં ખરાં પણ હેય છે. તેમ આ અનિર્વચનીય એવું પરમતત્વ કે તેનું સાચું સ્વરૂપ તે વાસ્તવિક જ્યાં નામો, રૂપે તથા જાણવાપણું આદિ તમામ ભાવનો વિલય થઈ જાય છે એવું છે. તેવું એક આ પરમતત્વ જ ચરાચર રૂપે ભાસમાન થયેલું છે. જેમ સુવર્ણમાં કડાં, કુંડળ, બંગડી, વીંટી ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક આકારો હોય છે. તેને તે તે નામો વડે સંબોધવામાં આવે તો તેથી કંઈ ખોટું નથી, તે બધાં નામો સુવર્ણનાં જ છે; અથવા તો તે બધા આકારો અને નામો ખોટા હાઈ એક સુવર્ણ જ સાચું છે એમ કહેવામાં આવે તો તેમાંથી એકે પક્ષને જેમ ખોટો કહી શકાય નહિ, કિંવા સુવર્ણનું સાચું સ્વરૂપ અનિર્વચનીય છે એટલે વીંટીને આકાર નષ્ટ થયો અને પછી તેની લગડી બનાવી તે વીંટી પણ આકાર અને લગડી પણ આકાર જ, આપણે તો નામ રૂપ છોડીને જે શેષ રહે એવા શુદ્ધ સુવર્ણરૂપને જાણવાની જરૂર છે. તે રૂ૫ તે વીંટીને આકાર નષ્ટ થયો તથા તે લગડીરૂપે બન્યું તે બેની વચ્ચે અર્થાત વીંટીને આકાર નષ્ટ થયા પછી અને લગડીની સ્થિતિ બનતાં પહેલાં, આ બે આકારોની વચ્ચેની જે સ્થિતિ તે જ ખરું સોનું કહેવાય. તે પ્રમાણે આ પરમતત્વ કે જ્યાં હું અને મારું એવો ભાવ છે જ નહિ, તો પછી તેનાં નામ કિંવા આકારાદિની તે વાત જ કયાં કરવી? આ રીતે સર્વ નામરૂપાદિન નિરાસ કરીને છેવટે શેષ રહેનારું અનિર્વચનીય એવું શુદ્ધ તત્ત્વ, સવર્ણ જેમ અનેક દાગીનારૂપે બને છે તેમ આ તત્વ જ અનેક નામરૂ પાદિ વડે ભાસી રહ્યું છે. વાસ્તવિક રીતે તો તેમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી. તેમ જગતમાં ચાલતા આ બધા વાદોનો ઉદ્દેશ વાસ્તવિક તે એક
યમાં જ સમાઈ જતો હોવાથી ગમે તેટલી નદીઓ અંતે તે એક સમુદ્રમાં જ મળે છે તેમ આ બધા ધર્મથે કિંવા વિવિધ સાંપ્રદાને હેતુ તે એક જ ધ્યેયમાં સમાઈ જાય છે. આમ હોવા છતાં આ મિથ્યા ઝઘડાઓ જગતમાં શા માટે ચાલી રહ્યા છે, તે સમજી શકાતું નથી. તે માટે અજ્ઞાનતા એ જ એક કારણ કહી શકાય.
સાચું સુખ અને અખંડ શાંતિનું સ્થાન વિચાર કરવાથી જાણી શકાશે કે, મોસંબીનું જેઓને જ્ઞાન હોય અને નેત્ર બગડેલા ન હોય તે બધાં તો તેને મોસંબીરૂપે જ દેખશે તેમાં વાદ કિવા ઝઘડાઓ અથવા તે મતમતાંતરો હેઈ શકે જ નહિ. વાદ