________________
૧૦૪ ]
यद्वाचाऽनभ्युदितं येन वागभ्युद्यते ।
[ ઉપાસનાકાણુડ કિર૦ ૩૦
કૂકાર (સામવેદ)નાં સ્થાનકે સમજવાં. આ રીતે વૃક્ષાંક ૧૩ થી ૧૫ (૬) સ્થલસૃષ્ટિ, વૃક્ષાંક ૬ થી ૧૨ સૂક્ષ્મસૃષ્ટિ કિવા સ્થલનું કારણસૃષ્ટિ તથા વૃક્ષાંક ૨ થી ૫ સુધીને સ્કૂલના કારણનું પણ કારણ હેવાથી
મહાકારણ અથવા સૂક્ષ્મતર સૃષ્ટિ કહે છે. આ બધી મળીને એટલે વૃક્ષાંક ૩ થી ૧૫ (૨) સુધીની તમામ પ્રકૃતિ કિવા માયા કહેવાય છે. આને જ અપરા પ્રકૃતિ કિવા ભગવાનનું અપરસ્વરૂપ પણ કહે છે તથા તેનો અભિમાની સાક્ષી કિવા દ્રષ્ટા પુરુષ તે વિરાટ પુરુષ વા ઈશ્વર કહેવાય છે. જેમ મનુષ્ય આ મારું શરીર છે, એનું અભિમાન રાખે છે, તેમાં “હું” એમ જે કહે છે તે “પુરુષ” અને “મારું' એ શબ્દ વડે સંબોધવામાં આવતું “શરીર' કિવા પ્રકૃતિ, એ બંને ભાવ જુદા જુદા હોય છે. કિવા મારી વસ્તુ એમ કહેતી વખતે કહેનાર પોતે અને વસ્તુ એમ બે જુદાં જુદાં હોય છે. તેમ આ અપરા પ્રકૃતિ કે - જેને માટે મારી પ્રકૃતિ અથવા મારી માયા એવું જે કહેવામાં આવે છે તેવું કહેનારો તેથી ભિન્ન હોય છે, આમ જે આ મારી પ્રકૃતિ વા માયા છે, એ અહંકાર રાખે છે તે જ પુરુષ ઈશ્વર કહેવાય છે (ક્ષાંક ૨ જુઓ). આને શુદ્ધ “હું' પણ કહે છે. આથી પર કે જ્યાં પુરુષ અને પ્રકૃતિ કિવા ઈશ્વર અને માયા એ બંને તો નથી, એવું એક તત્વ કે જે અત્યંત શુદ્ધ, તદ્દન નિર્મળ, શાંત અને અતિ પવિત્ર હાઈ આકાશની જેમ તદ્દન અસંગ અને અનિર્વચનીય છે. તેનો આ પુરુષ તથા પ્રકૃતિ સાથે કિચિત્માત્ર પણ સંબંધ નથી. તે જ સમસ્તનું મૂળ (શ્રેય) આત્મા છે (ક્ષાંક ૧ જુઓ). હવે આમ પ્રકૃતિ પુરુષને વિવેક સમજાઈ તે બંને ભાવોને વિલય થતાંની સાથે જે શેષ રહે તે તત્વને આ આત્મા છે એમ કહેવાનું પણ - કાંઈ કારણ રહેતું નહિ હોવાથી મળ વગરના તેવા તદ્દન શુદ્ધ સ્વરૂપને શાસ્ત્રમાં લેકેને સમજાવવાના ઉદ્દેશથી પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ ઇત્યાદિ સંજ્ઞાઓ વડે સંબંધેલું છે (વૃક્ષાંક છે જુઓ).
ॐ तत्सत् કિરણશ ૩૭
વૃક્ષને હેતુ સામાન્ય સુચના : આ વૃક્ષ આપવાને હેતુ એવો છે કે, આજકાલ જગતની અંદર અનેક ધર્મપંથી અને વિવિધ પ્રકારના સાંપ્રદાયો જોવામાં આવે છે. તે દરેકનો મૂળ ઉદ્દેશ તો આ બધું જગત કે જે જોવામાં આવે છે તે બધું જગતાદિ દશ્ય તથા તેમાંના સૂર્યચંદ્રાદિ અને પૃથ્વી, જળ, વહિ, વાયુ તથા આકાશ એ પાંચ મહાભૂતો વગેરેમાં અનેક નિસર્ગસિદ્ધ ઘટનાઓ નિયમિત ચાલી રહેલી હોવાનું જણાય છે તે, તેમ જ મનુષ્ય પોતે જે જે કાંઈ પુરુષાર્થ કરતે હેવાનું માને છે કે, તમામ આ પાંચ મહાભૂતના આધાર અને આશ્રય વડે જ કરી શકે છે. આ પાંચ મહાભૂત છોડીને તમે તમારે પુરુષાર્થ સિદ્ધ કરી બતાવો એમ જે કોઈ કહે તે મનુષ્યનું પોતાનું અસ્તિત્વ જ મટી જાય છે, કેમ કે તેનું શરીર પણ પાંચ મહાભૂતનું જ બનેલું છે. આમ છે તે પછી તેના પુરુષાર્થની તે વાત જ ક્યાં રહી? આ વાત તે દરેકને કબૂલ કર્યા સિવાય છૂટકે જ નથી. જુઓ કે આજ સુધી માટી, પથ્થર, પાણી, સૂર્ય, ચંદ્ર, દિવસ, રાત્રિ, તેજ, વાયુ, આકાશ, એકાદ નાનો છોડ કિવા ઝાડનું એકાદ પાંદડું પણ સ્વતંત્ર રીતે કઈ બનાવી શકયા નથી. તમામ મનુષ્યો જે જે કાંઈ ક્રિયાઓ કરે છે, તે સર્વે આ પાંચ મહાભૂતોના આધાર અને આશ્રયે જ કરી શકે છે. આજે પણુ જગતમાં જેટલા જેટલા મોટા કિવા નાના પ્રયોગો આ સમસ્ત જગતના માનવીય વ્યવહારમાં ચાલી રહેલા જોવામાં આવે છે, તે સર્વે આ પાંચ મહાભૂતોના આધાર વડે જ થઈ રહેલા છે. ઉદાહરણને માટે વિદ્યુત લો. આ વિદ્યુતને સ્વતંત્ર રીતે કાઈ મનુષ્યોએ બનાવી નથી, પરંતુ તે પાંચ મહાભૂત પિકી પાણી તથા પૃથ્યાદિ તત્તના આધાર અને મિશ્રણ વડે જ બનાવી શક્યા છે. તે જ પ્રમાણે દરેક વસ્તુઓને માટે સમજવું. એટલું જ નહિ પરંતુ મનુષ્ય પોતાનું જીવન પણ વાયુ, જળ, પૃથ્વી વગેરે પાંચ મહાભૂતને લીધે જ ટકાવી શકે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, જગતમાં જોવામાં આવતાં કેવળ એકમાં મનુષ્ય પ્રાણીઓ