________________
ગીતાહન ]
પૂર્વના દ્રષ્ટાઓ પાસેથી અમે આમ સ્પષ્ટ સાંભળ્યું છે.
[ ૧૦૩
વૃક્ષાંક ૧૩, ૧૪ અને ૧૫ તથા ૧૫ (૨), ૧૫ (a), ૧૫ (T), અને ૧૫ () તે વૃક્ષમાં બતાવ્યા પ્રમાણેના જ છે એમ સમજવું, તેને માટે કોઈ ખાસ ઈતર સંજ્ઞાઓ નથી.
સરના? વૃક્ષાંક ૩ થી ૫ સુધીનાં મહાકાત તથા ૬ થી ૧૨ સુધીનાં કારણતા કહેવાય છે, તે સર્વ સૂક્ષ્મ છે; વૃક્ષાંક ૧૩ થી ૧૫ અને તેની અંતર્ગત આવેલાં પ થી ૬ સુધીના તમામ બ્રહ્માંડમાંનાં સ્થાવર જંગમાદિનો સમાવેશ કાર્યાતમાં થાય છે. આ પૂલ તથા સૂક્ષ્મ બંનેનું કારણ વૃક્ષાંક ૩ની પ્રકૃતિ છે અને તેને વૃક્ષાંક ૨ પુરુષ એ અધિકાનરૂપ હેવાથી તેની ઈક્ષણાત્મક કાળથક્તિના ક્ષેભ વડે એ પ્રકૃતિ ત્રિગુણાદિકના વિસ્તારને પામે છે. આ અંશરૂપ પુરુષ આત્મા કિવા ચૈતન્ય વૃક્ષાંક ૧ ને જ આભાસ છે. પ્રકૃતિને વિલય થતાં જ તે અનાયાસે આત્મસ્વરૂપ બની જાય છે.
વૃક્ષ નું સ્પષ્ટીકરણ વિશેષ સૂચનાઃ વૃક્ષાંક ૩ થી ૫ સુધીમાં તો મહાકારણુત હોઈ તે અતિ સૂકમથી પણ સૂમ છે. તેથી તેને સૂક્ષ્મતર, મહાકારણ પ્રકૃતિ કિવા વિરાટપુરુષને કારણદેહ એવું નામ આપેલું છે. વૃક્ષાંક ૬ થી ૧૨ એ કારણુત કહેવાય છે. તે ઉપરનાં મહાકારણુતરો કરતાં ઘન પરંતુ સ્થૂલ તત્તવો કરતાં સૂક્ષ્મ છે, તેથી તેને સૂક્ષ્મ તત્ત્વ, કારણ પ્રકૃતિ અથવા વિરાટપુરુષને સૂક્ષ્મદેહ કિવા હિરણ્યગર્ભ એવું કહે છે. આ બધાં સૂક્ષ્મરૂપે જ છે. બીજમાં જેમ આખું વૃક્ષ સમાયેલું હોય છે, તેમ તમામ અંશોના મિશ્રણ સહ ભાવિ અનેક બ્રહ્માંડરૂપ વૃક્ષને પ્રકટ કરવાનું બીજ વૃક્ષાંક ૨ થી ૧૨ સુધીનાં તો આમાં હોવાથી તે બીજતત્ત્વ પણ કહેવાય છે. આમાંથી પુરુષાંશ વૃક્ષાંક ૨ ના અંશ રૂપે સમષ્ટિ અભિમાની વેદયુક્ત-બ્રહ્મદેવે વૃક્ષાંક ૧૩ની ઉત્પત્તિ થવા પામેલી છે. તેણે પોતાના સ્વસંકલ્પ બળ વડે સ્કૂલ અને પ્રકટ રૂપે જોવામાં આવતા આ ચૌદ લેકે વડે વ્યાપ્ત એવા અખિલ બ્રહ્માંડની ઉત્પત્તિ કરેલી છે. આ આખું બ્રહ્માંડ એ એનું એટલે બ્રહ્મદેવનું દીર્ઘકાળનું સ્વમ અથવા માનસિક સંકલ્પ સૃષ્ટિરૂપ છે, એમ જાણવું. વૃક્ષાંક ૧૩ થી ૧૫ (ઘ) સુધીનાં બ્રહ્માંડમાં આવેલા તમામ સ્થાવર, જંગમ અથવા જડ અને ચેતનાદિ ભાવોને સમાવેશ આ કાર્યમાં જ થાય છે. આ બ્રહ્માંડરૂપ કાર્યસૃષ્ટિને સ્થલસૃષ્ટિ, વિરાટ વા સમષ્ટિ પુરુષ કિવા ભગવાનને સ્થૂલદેહ પણ કહે છે, તથા આ સ્થૂલસૃષ્ટિનું કારણ સૂમદેહ હેવાથી વૃક્ષાંક ૬ થી ૧૨ સુધીના તમામ ભાવો તે કારણે પ્રકૃતિ કહેવાય છે. આ જ વિરાટ પુરુષ કિંવા ભગવાનને સૂમદેહ છે, આથી તેને સૂક્ષ્મસૃષ્ટિ પણ કહે છે. આ સૂમસૃષ્ટિનું પણ કારણ વૃક્ષાંક ૩ થી ૫ નાં તો હોવાથી તેને મહાકારણ પ્રકૃતિ કહે છે, તે સૂક્ષમ કરતાં પણ અતિ સૂક્ષ્મ હોવાને લીધે સૂક્ષ્મતર કહેવાય છે. જેમ સ્થૂલદેહનું કારણ આ સૂક્ષ્યદેહ હોય છે, તેમ આ સૂક્ષ્મદેહનું કારણ તેથી પણ સૂક્ષ્મ એવો આ કારણુદેહ છે, આથી વૃક્ષાંક ૩ થી ૫ સુધીનાં સર્વ તો વિરાટ પુરુષ અથવા ભગવાનને કારણદેહ કહેવાય છે. જેને શ્રુતિ શાસ્ત્રમાં પ્રાજ્ઞ અભિમાની ઈશ્વર એ રીતે સંબોધેલું છે. ભગવાનના સમદેહ ક્ષાંક ૬ થી ૧૨ સુધીનાં તોને તૈજસ અભિમાની હિરણ્યગર્ભ કહેલ છે. હિરણ્યગર્ભ એટલે સૂક્ષ્મમાંથી ભૂલ થવા પૂર્વની સ્થિતિ સમજવી. જેમ ઝાડના પ્રાકટ્ય પૂર્વે તે બીજરૂપે હોય છે, તેમ આ હિરણ્યગર્ભ એ સ્થૂલ જગતના બીજરૂપ સમજે. આથી ક્ષાંક ૩ થી ૫ સુધીનાં સર્વ તો વિરાટ પુરુષના કારણુદેહરૂપ હાઈ વૃક્ષાંક ૬ થી ૧૨ સુધીનાં તમામ સહમત એ તેના હિરણ્યગર્ભ અથવા બીજરૂપ સમજવાં. ત્યારપછી ભગવાનના સ્કૂલદેહનું પ્રાકટ્ય થયું છે. આમ વિરાટ પુરુષને સ્કૂલ દેહ વૃક્ષાંક ૧૩ થી ૧૫ (ક) સુધી વૃક્ષમાં બતાવવામાં આવેલો છે. આને સમષ્ટિ કિંવા વિશ્વ કહે છે અને તેને અભિમાની બ્રહ્મદેવ વા વિરાટ છે. એ રીતે શાસ્ત્રમાં સંબોધવામાં આવેલું છે. આમ વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ એ વિરાટના પૂલ, સલિમ તથા કારણુદેહ મળીને ભગવાનને વિરાટ કહેવાય છે. આ બધાને ભગવાનનું અપરસ્વરૂપ પણ કહે છે. ભગવાનની જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થામાં પણ આ જ છે. તે જ ક્રમે “'કાર ( ૬), 'કાર (યજુર્વેદ) અને