________________
ગીતાદેહન ] વાણીથી તે પ્રકાશ પામતા નથી, કેમકે વાણી જ તેનાથી ઉત્પન્ન થાય છે; [૧૦૫ જ નહિ, પરંતુ મનુષ્યતર પ્રાણીઓને સર્વે વ્યવહાર પણ આ પૃથ્વી, જલ આદિ પાંચ મહાભૂતોના આધારે જ થઈ શકે છે. તેમના સિવાય પોતે પણ જીવી શકતા નથી, તો પછી તેમના વ્યવહારને માટે તો શું કરવું? આથી દરેકને નિરભિમાન વૃત્તિથી કબૂલ કરવું પડે છે કે, એવી એક મહાનશકિત છે કે જેની સત્તાથી આ બધું વિશાળ અને વિશ્વરૂપ મહાન તંત્ર સહેજ પણ ભૂલ વગર નિયમિત રીતે ચાલી રહેલું છે, તે શક્તિની રોધ કરવાનો જ ઉદ્દેશ દરેકને છે. આમ જગતમાંના તમામ ધર્મપંથે તથા અનેકવિધ સાંપ્રદાયોનો મૂળ હેતુ તો એક જ હોવાનું સ્પષ્ટ છે. તેમાં કેાઈનો વાદ છે જ નહિ. વાદ તો આવી મહાન શક્તિવાળું જે આ તવ છે તેના નામ સંબંધમાં છે, તત્વમાં અથવા ધ્યેયમાં નથી, એ વાત સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે.
જગતમાં ધર્મ સંબધી ચાલતા ઝઘડાઓનું મૂળ | વેદાંત શાસ્ત્રકારે તે તત્વને જ બ્રહ્મ, આત્મા, ચિતન્ય, સત, તત, અક્ષર ઇત્યાદિ નામો વડે સંબધે છે. તો બીજા કેટલાકે તેને ઈશ્વર, પુરુષ, પરમાણુ, જ્ઞાન, વિજ્ઞાન, શૂન્ય; કઈ રામ, કઈ કૃષ્ણ, તો કોઈ ખુદા, કોઈ જરથોસ્ત, કેાઈ ઈશું, કઈ પયગમ્બર, કેાઈ બુદ્ધ, ઋષભદેવ ઇત્યાદિ અનેક નામરૂપો વડે સંબોધે છે અને તે દરેક પોતે માનેલા નામને બીજા ગ્રહણ કરે એમ ઇચ્છી પોતપોતાના માનવામાં આવેલા તે નામની સિદ્ધતાને માટે દુરાગ્રહ પકડીને આપસઆપસમાં વાદવિવાદ તથા લડાલડી કર્યા કરે છે. આ ઝઘડાઓએ સાંપ્રત જગતમાં એટલું બધું મહાન અને ભયંકર સ્વરૂપ પકડયું છે કે, પૃથ્વી પર એક પણ દેશ, જાતિ, જ્ઞાતિ, વંણ કિંવા સ્થાન એવું જોવામાં નહિ આવે કે જે આમાંથી બચવા પામ્યું હોય ! આ રીતે જગતની વિષમતાનું મુખ્ય કારણ વ્યવહારની માફક ધર્મમાં પણ નાનામોટાપણાની ચડસાચડસી છે. જે તે સમજપૂર્વક ચાલું હોત તો વાત જુદી હતી, પરંતુ તેમ નહિ થતાં આ તે અજ્ઞાન વડે જ ચાલી રહ્યું છે. બુદ્ધિમાન પુરુષો ખરેખર આનો શુદ્ધ અંતઃકરણથી વિચાર કરે તો તેઓને જરૂર જણાશે કે જે બેયમાં ઝઘડો નથી તે પછી નામે સંબંધમાં વાદ અને ઝઘડાઓનું શું પ્રયોજન છે? સમજે કે તરસ લાગી હોય તો તે પાણીથી જ શમાવવી પડે છે. એ વાત નિશ્ચિત છે. પછી તેને કોઈ પાણી કહે, કઈ જલ કહે કિંવા ગમે તે કહે, તેથી પાણી કઈ એમ કહેતું નથી કે તમે મને અમુક નામ વડે પીશો તે જ હું તમારી તશ શાંત કરીશ. તેમ જે સર્વનું ધ્યેય એક તત્વ પ્રાપ્તિનું જ નિશ્ચિત છે અને તેને જ જે અનેક નામરૂપાદિ વડે સંબોધવામાં આવે છે, તો તેમાં વાદો કિંધા ઝઘડાઓને સ્થાન જ કયાં છે ? આ બધા ઝઘડાઓ નિરર્થક છે તે સંબંધમાં એક વાત છે :
મૃગજળને માટે ચાલતી લડાઈ એક રણની અંદર કેટલાક પ્રવાસીઓ રસ્તામાં એક સાથે ચાલતા હતા, તે સર્વેને ઘણી જ તરશ લાગી. આથી તેઓએ તરસ શાંત કરવા પાણીની શોધ કરવા માંડી. એટલામાં સામે મૃગજળ દેખાયું. તે જોતાંની સાથે જ વિચાર કર્યા વગર તેઓએ તેની પાછળ દોડવા માંડયું અને જતાં જતાં રસ્તામાં પહેલે કણું પીએ, તે સંબધે વાદ શરૂ થયો, તકરાર વધી પડી અને આપસઆપસમાં મારામારી શરૂ થઈ. બધાનાં શરીરો ધવાયાં, બિચારા લોહીલોહાણ થઈ ગયા. તરસ તો પુષ્કળ લાગેલી જ હતી તેથી જીવ વ્યાકુળ થઈ કેટલાક મૂરછ વડે બેભાન થયા, કેટલાકનો તો પાણી પાણી કરતાં જીવ ચાલ્યો ગયો. કેટલાક અધમૂઆ જેવા થયા. વળી તેમાંથી જે બચ્યા તે પિકી ઘણાખરા તે મૃગજળની પછવાડે પડીને થાકી જઈ છેવટે નિરાશ થયા. માત્ર થોડાક બુદ્ધિશાળીની બુદ્ધિ ઠેકાણે આવી. આપણે ખોટે રસ્તે ચઢ્યા છીએ. પ્રથમ તો આ મંગળ-ળ અને તે માટે આટલી બધી મારામારી કિંવા લડાલડી ચાલી રહી છે, એમ તત્કાળ તેઓના જાણવામાં આવ્યું. પરિણામે તેઓએ આ અવળે માર્ગ છોડી દીધો અને ભોમિયા દ્વારા પાણીની ભાળ મેળવી તૃપ્તિ કરી લીધી. આ પ્રમાણે આજે સર્વ જગતની સ્થિતિ થવા પામેલી છે. વ્યવહાર બુદ્ધિશાળી સમજનારાઓ પણ આમાંથી ભાગ્યે જ બચી શકે છે. માત્ર ઘણા થોડા જીવમુક્ત મહાપુરુષો જ આ મેહપાશમાંથી છૂટી શકે છે.