________________
ગીતાાહન ] કાની ઇચ્છાો વાણી ઉત્પન્ન થાય છે? ક્રાણુ ચક્ષુ ને શ્રોત્રને પ્રેરે છે ?
[ ce
કરેલા જોવામાં આવે છે, તે વેદનાં નિયમવાયે સમજવાં. જેમકે મનુ, યાજ્ઞવલ્કય, ગંગ, પરાશર ત્યાદિ રસ્મૃતિએ તથા ન્યાય, સાંખ્ય, વૈશેષિક વગેરે દતા. તે પૈકી કેટલાંકમાં તે મુખ્ય વિષય તત્ત્વજ્ઞાન સમજાવવાના ઉદ્દેશે પ્રસ`ગવશાત્ વિધિ અને નિયમ એમ અને વેદવાક્યાના વિચાર કરી ઉપદેશ આપેલા હોય છે. શ્રીમદ્ ભગવદ્ગીતા આ પ્રકારમાં આવી શકે છે. કારણ તેમાં મુખ્ય વિષય તત્ત્વજ્ઞાન હેાઈ તેની પુષ્ટિ અર્થ ત્રિગુણવશાત્ પડતા ભેદેા, વર્ણાશ્રમાદિ ધર્મો તથા અન્ય નીતિશાસ્ત્રાદિનું વિવેચન પણુ સાંખ્ય, ચેગ અને ભક્તિ શાસ્ત્રાનુસાર પ્રસંગવશાત્ આચાય પદ્ધતિએ* સમજાવવામાં આવેલું છે. તાત્પર્ય કે પુરાણુ કિવા તિહાસાદિના જે ભાગેામાં તત્ત્વજ્ઞાન વિષયની ચર્ચા થઇ હાય, એવા સંવાદરૂપ કિવા અન્ય કાઈપણ પ્રકારના ઉપદેશાત્મક ભાગને ગીતા અથવા પૌરુષેય ઉપનિષદ કહેવામાં આવે છે. તે ધેારણે આ ગીતા ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધની શરૂઆત થવાની અણી ઉપર અર્જુનને કહેલી છે. ભગવાને કહેલી હોવાથી એ ભગવદ્ગીતા એ નામથી પ્રસિદ્ધ છે.
કિરણાંશ ૩૩
ગીતા નામનું કારણ
સામાન્યતઃ એવા નિયમ છે કે, જે ઉપદેશક હોય તેણે આપેલા ખેાધને તેનું જ નામ આપવામાં આવે છે. તે ઉપદેશ જો પદ્યરૂપે હોય તે તેને ગીત એવા શબ્દથી સમેધવામાં આવે છે. ‘મૈં' એટલે ગાવુ. લેાકેામાં એટલે વ્યવહારમાં ‘ત' પ્રત્યયની સાથે ‘મૈં ' ધાતુ યુક્ત આ ગીત શબ્દ પ્રચલિત છે. વેદ અર્થાત્ શ્રુતિ શાસ્ત્રમાં તેને ગીથ કહેલ છે. તેમાંના મત્રોને શુદ્ધ અને ઊંચા સ્વર વડે ગાવું તે ઉદ્ગીથ કહેવાય અને તે ગાનારને ઉદ્ગાતા કહે છે. ગીથનેા અથ વાણી તથા ઉત્ એટલે પ્રાણ છે. કેમકે તેને આધારે જ મૂલાધારાદિ ચક્રોમાંથી શબ્દબ્રહ્નરૂપ વાણી પ્રકટ થવા પામેલી છે. આ વાણી તે મામ, તથા ઉદ્ગીય એ મહાપ્રાણુરૂપ છે. મહાપ્રાણને લીધે જ આ ચરાચરની સ્થિતિ બેવામાં આવે છે. તેણે જ આ બધું સ્થિર રાખ્યું છે. આ રીતે ઉત્ અને ગીથ મળીને ઉદ્ભોથ થાય છે. તે જ્યારે વાણી દ્વારા બહાર પ્રકટે છે ત્યારે તે ગીથા કહેવાય છે અને તેનું ઉચ્ચ સ્વરે ગાન કરનારને સામગાન કરનારા કહે છે. આમ શ્રુતિમાં મૂળ ગીથ શબ્દ હેાઈ તે જ્યારે ગાનરૂપ વાણુા દ્વારા પ્રત્યક્ષ બહાર પ્રકટે છે ત્યારે તેને ગીથા કહે છે અને તેને ઉચ્ચ સ્વરે ખેલવું તે ઉદ્ગીથ કહેવાય છે. (જુએ બૃહ॰ ૧-૩-૨૨, ૨૩ ). ગીથને જ પુરાણાદિ તંત્ર શાસ્ત્રામાં ગીત શબ્દ વડે સ»ાવેલું છે અને તે ઉપદેશ જ્યારે પર પરાથી લેાકેામાં પ્રકૃતિને પામે છે, ત્યારે તેને ‘ ગોતા ' એવું નામ અપાય છે. આ Àારણે જ અષ્ટાવક્રગીતા, રામગીતા, સિદ્દગીતા વગેરે ગીતામંથા પ્રચલિત છે. અર્થાત્ મહાભારતના ભીષ્મ પર્વના અધ્યાય ૨૫ થી ૪૨ સુધીમાં શ્રીકૃષ્ણુ ભગવાને અર્જુનને તત્ત્વને ઉપદેશ આપેલ હોવાથી તે કૃષ્ણુ ગીતા કહી શકાય, પરંતુ શ્રીકૃષ્ણનું નામ શ્રીભગવાન એ સત્તાથી જ પ્રચલિત àાવાથી આ ગીતા શ્રીમદ્ ભગવદ્ગીતા એ નામથી વ્યવહારમાં પ્રસિદ્ધ છે.
ભગવાય અથવા વાસુધા
જ્યારે આત્મજ્ઞાન સબંધના ઉપદેશ ગદ્યરૂપે બતાવવાના હોય છે ત્યારે તે ઉપદેશના નામની પછી વાસુધા એવા શબ્દ લગાડવામાં આવે છે. વાક્ એટલે વાણી અને સુધા એટલે અમૃત. આત્મજ્ઞાનથકી મનુષ્ય કાયમનું અમૃતત્ત્વ પ્રાપ્ત કરી શકે છે, આથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયેલી હાય તેવાએ અમૃતત્ત્વને પામેલા છે એમ શાસ્ત્રામાં કહેવામાં આવેલું છે. તેમની વાણી પણ અમૃતરૂપ જ કહેવાય છે. આત્માને અમૃત એવી સંજ્ઞા શાસ્ત્રામાં આપવામાં આવેલી છે. આપણે શ્રીભગવાનની એ અમૃત વાણીનું દહન કરી અત્રે તેને ગદ્યરૂપે બતાવવાના પ્રયત્ન કરેલા છે, એટલે તેને શ્રીકૃષ્ણ વાસુધા, શ્રીભગવદ્ વાસુધા વા શ્રી ભગવાય કિંવા
* સાંખ્ય, યોગ અને ભક્તિ એમ ત્રણ માર્ગના આશ્રયે તત્ત્વજ્ઞાન સમાવવામાં આવે છે, તે આચાર્ય પદ્ધતિ, હેવાય છે. આ પદ્ધતિનુ જ અવલંબન પુરાણુાદિમાં કરેલું' હાય છે,