________________
સ ૩
ગ0 ofસુપથ : |
[ ઉપાસનાકાણક રિ૦ ૩૫
યોગ્ય નથી. કારણ, ગીતાને સિદ્ધાંત કર્મ કરાવવાનો જ હોય તો શ્રીકૃષ્ણ ભગવાનનો ઉપદેશ ક્ષત્રિયોને કમં કરવા પ્રેરવા એ જ એક હોવો જોઈએ, તે પછી અર્જુનને ક્ષાત્રકર્મ કરવા માટે ગીતામાં જેમ ઉપદેશ આપેલ છે, તે પ્રમાણે ઉદ્ધવગીતામાં ઉદ્ધવને ઘેર રહીને નિવૃત્તિમાર્ગ એટલે તપ, બ્રહ્મકર્મ (વેદ પઠન, પાઠનાદિ ષટ કર્મો ) નો જ ઉપદેશ આપવો જોઈતો હતો, પરંતુ તેને તો સર્વનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરી શ્રીબદરીકાશ્રમ જવા જણાવ્યું છે. સિવાય શ્રીકૃષ્ણ ભગવાને અનુગીતામાં પણ અર્જુનને ઘણે ઠેકાણે ત્યાગને જ ઉપદેશ કરેલું જોવામાં આવે છે. વળી નિર્વાણના સંદેશામાં તે હવે કળિયુગ આવ્યો છે માટે તમે રાજપાટાદિ સર્વ છોડી હિમાલય તરફ ચાલ્યા જાઓ, એ સર્વ પાંડવોને ભગવાન શ્રીઅર્જુન સાથે જ સંદેશ પાઠવેલ છે. આ ભગવદ્ગીતા પછી અનુગીતા (અશ્વમેધપર્વ અ૦ ૪૩ ) નો બાધ પણ અર્જુનને કહેલ છે તથા નિર્વાણુ વખતનો સંદેશ પણ અજુન સાથે જ આપવામાં આવેલો છે. શાસ્ત્રોમાં કહેવામાં આવતાં કર્મોનું સાચું રહસ્ય નહિ જાણતાં પોતપોતાની આસુરી વૃત્તિ અનુસાર કર્મોની મનસ્વી વ્યાખ્યા ઠરાવનાર દુરાગ્રહી પંડિતે આવા પરસ્પર વિરુદ્ધ વિધાનોનો વિચાર કરે. તાત્પર્ય એ કે, ઉપદેશ તો કાળ અને દેશને અનુસરી એટલે સમયોચિત જિજ્ઞાસુઓની તૈયારીના ધોરણે જ પ્રસંગવશાત યોગ્ય યુક્તિ, પ્રયુક્તિ, ન્યાય, સિદ્ધાંત, દૃષ્ટાંત અને તર્કને આશ્રય કરીને આપવામાં આવે છે. વેદનો મૂળ સિદ્ધાંત અર્થાત્ મહાવાનો બોધ એટલે આત્માનું પરોક્ષજ્ઞાન જિજ્ઞાસુઓને થાય તેવા પ્રકારે ઉપદેશ આપવાની શાસ્ત્રની પ્રથા છે. ઉપદેશનું અંતિમ
એય તો જે થકી અત્યંત સુખ તથા શાંતિ સાથે થઈ શકે તેવા તત્ત્વજ્ઞાનનું પ્રતિપાદન કરવું એ જ એક - હોય છે તે વાત તો શ્રીભગવદ્ગીતાના વિવેચન દ્વારા પણ સ્પષ્ટ થઈ શકે તેમ છે. જ્યાં સુધી તત્ત્વનું
અપરોક્ષ જ્ઞાન થયેલું હોતું નથી, ત્યાં સુધી અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ દ્વારા જિજ્ઞાસુઓને માટે અપૌરુષેય એવા વેદાદિના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન કરવામાં આવે છે આ રીતે અપરોક્ષ જ્ઞાન થતાં સુધી ક્રમ ચાલુ હોય છે.
યુદ્ધનીતિ માટે આત્મજ્ઞાન કેમ? શ્રીભગવાનને ઉદ્દેશ શ્રીઅને પાસે કર્મ કરાવવાનો જ હતો, એમ માનવામાં આવે તે પણ એક શંકા ઉઠે છે કે અત્રે કર્મ તે યુદ્ધનું હતું, એટલે તેને યુદ્ધ કેમ કરવું, કયા શસ્ત્રને કયારે ઉપયોગ કરો વગેરે યુદ્ધનીતિનો જ બોધ આપવો જોઈતો હતો. તે સંબંધમાં તો આખી ગીતામાં નામનિશાન પણ મળતું નથી. તેને આવા કટોકટીના પ્રસંગે આત્મજ્ઞાન આપવાની શી જરૂર ? હું યુદ્ધ નહિ કરું. ત્રિલોકનું રાજ્ય મળે તે પણ મારો શોક મટાડે એવો આ ત્રિલોકમાં કોણ હશે. હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું વગેરે કહી અજુને શરણાગતિ લઈ મૌન ધારણ કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને તો સાંખ્ય કિવા શાન, કર્મ વા યોગનિદા અને ભક્તિ વગેરે શાસ્ત્રયુક્તિનો આશ્રય લઈ આત્માનું સ્વરૂપ તથા તે જાણનારાઓનું રહસ્ય તેમ જ તે સંબંધે કરવાને અભ્યાસક્રમ ઇત્યાદિ કહી, આત્મા મરતો નથી, જન્મતો નથી, આત્મજ્ઞાનીએ આવા પ્રકારના નિશ્ચયવાળા હોય છે, માટે તેવા આત્મનિશ્ચય વડે તું યુદ્ધ કર, એમ ઠેકઠેકાણે કહેવામાં આવેલું છે. તેને શો અર્થ સમજવો? યુદ્ધનીતિ, રાજનીતિ, વ્યવહારનીતિ, કુટિલનીતિ વગેરેને આશ્રય લઈને તું યુદ્ધ કર, એમ કહેવામાં આવ્યું હોત તો કર્મવાદી મીમાંસકાનું કથન નિ:શંક માન્ય કરવું પડત, પરંતુ અને તે તેની નીતિને બદલે આત્માનું પરક્ષજ્ઞાન તથા જીવન્મુક્તિ સંબંધમાં જ સ્થળે સ્થળે વર્ણન જોવામાં આવે છે. વાસ! શ્રીકૃષ્ણ ભગવાન અને શ્રી અને લાંબા સમય સુધી હંમેશ સાથે જ રહેતા હતા, છતાં ઇતર કોઈ સમયે તેને આત્મજ્ઞાન આપવાનું બન્યું નહિ અને આવા કટોકટીના સમયે કયાંથી સૂઝયું? સારાંશ એ છે કે, અર્જુન પિતાને એટલે “હું” ને શરીરધારી સમજતો હતો તે ભૂલ ભરેલું હતું. શ્રીકૃષ્ણ ભગવાને તેની આ ભૂલ, મેકે (તક) જોઈ અણી ઉપર સુધારી, તું અર્જુન એટલે શરીરધારી નહિ પણ આમા છે (તરમસિ), તેમ જ હું પોતે અને આ બધું પણ આત્મા છે, એવું તેને ભાન કરાવી આપ્યું. આ રીતે જ્યારે તેને પોતાના, ભગવાનના અને જગતાદિના ખરા સ્વરૂપનું ભાન થયું ત્યારે જ તેનો મેહ નષ્ટ થઈ તે યુદ્ધ માટે પુનઃ પ્રવૃત્ત થયો. ઉદ્દેશ એ કે, હું કાણુ, મારું એટલે હું નું ખરું સ્વરૂપ શું છે, ઈત્યાદિ વિચારધારા