________________
૯૪ ]
ભતિરા વીર: પ્રસ્થામાજાવતા મરિન I ક્રેન. [ ઉપાસનાકાપડ રિ૦ ૩૫ બીજે કઈ યોદ્ધો નહતો. તે અજોડ હતો. આમ પરાક્રમી અને હાથી જેવો મન્મત્ત યોદ્ધો રણક્ષેત્ર ઉપર કુટુંબીઓને જોતાં જ હાથમાંથી ધનુષ્ય બાણ નાખી દઈ એકદમ દીન જેવો થઈ કરગરી પડે, તદ્દન ગર્વ ગલિત થઈ સર્વ ભાવ વડે ભગવાનને શરણે જાય, આ પ્રસંગ કંઈ તેને માટે જેવો તેવો ગણાય નહિ (જુઓ ભગવદગીતા અ ૨ શ્લોક ૭, ૮). તેથી શ્રીકૃષ્ણ ભગવાને તેના મેહની નિવૃત્તિને અર્થે સમાચિત આત્માનો ઉપદેશ આપી તેને પિતાના સાચા સ્વરૂપની ઓળખાણ કરાવી આપેલી છે.
વ્યવહારમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિના સ્વાભાવિક પ્રસંગે પ્રત્યેક મનુષ્યને વ્યવહારમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિના પ્રસંગો આયુષ્યમાં ઘણી વખત આવે છે, પરંતુ તે પ્રસંગો થકી લોકે અજ્ઞાત હોવાથી તે જાણી શકતા નથી. જે મનુષ્ય બુદ્ધિશાળી અને વિચારશીલ હોય તથા ઈશ્વરની કૃપાથી તેને કોઈ યોગ્ય શાસ્તા મળી જાય તો જ આવેલા પ્રસંગોને સદુપયોગ થઈ તે પોતે કલકત્ય બની જાય છે. નહિ તો પ્રસંગે આવ્યા છતાં પણ તે બધા નિરર્થક નીવડે છે. જેમ ધરમાં ખજાને દાટેલે હોવા છતાં માહિતીના અભાવે તે તદ્દન નિપગી હેય છે તેમ આત્મજ્ઞાન કિવા નિર્વિકલ્પ સમાધિના પ્રસંગો આયુષ્યમાં નિત્યપ્રતિ આવતા હોવા છતાં પણ મેહને લીધે અજ્ઞાનનું પડળ પ્રસરવાથી તે નિરુપયોગી નીવડે છે. વ્યવહારમાં આવા પ્રસંગે અજ્ઞાત અવસ્થામાં ક્યાં કયાં આવે છે તે આગળ પ્રસંગવશાત કહ્યું છે, છતાં તેનો અત્રે સંક્ષેપમાં વિચાર કરીશું : (૧) મનમાં કોઈ પણું પ્રકારની ક૯૫ના કિવા ભય હોતો નથી, તદ્દન આનંદપૂર્વક નિર્ભયતાથી રસ્તે ચાલ્યો જાય છે, તેવે વખતે અકસ્માત કાળ સમાન ભયંકર એ વિકરાળ વાઘ જો તેની નજરે પડે તે વખતે તેને જોતાંની સાથે જ ક્ષણ માત્રને માટે તે તેના ચિત્તની તદ્દન તિબ્ધ એવી સ્થિતિ હોય છે, તે; કિવા (૨) ઘણા વખતથી કઈ વસ્તુપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા થયેલી હોય અને તે મળવી અતિ મુશ્કેલ છે એમ મન વડે નિશ્ચિત માની લીધું હોય, છતાં તે અકસ્માત મળી આવે તે વખતે અથવા (૩) કાઈ અણમોલ વસ્તુ મળવાની અણી ઉપર હોય અને તે ન મળે તેવે વખતે પણ કિચિત સમયને માટે, અથવા (૪) ઘણી જ પ્રિય સ્ત્રીના પ્રથમ વારના મિલન વખતે તેને આલિંગન આપવામાં આવે છે તે સમયે, અથવા (૫) અત્યંત પ્રિય એવા જુવાન પુત્ર કે જે આખો ઘરસંસાર ચલાવતો હોય, તદ્દન નિરોગી તથા શરીરે મજબૂત હોય, તે અકસ્માત મરી ગયાની ખબર પડે તેવે વખતે પણ ક્ષણ માત્રને માટે નિશ્ચલ સ્થિતિ હોય છે; તે ક્ષણ માત્ર સમય આત્મસ્વરૂપદર્શન કિવા નિર્વિકલ્પ સમાધિનો જ હોય છે. (૬) આ સિવાય જાગ્રત, સ્વમ અને સુપ્તિ એ ત્રણે અવસ્થાની સંધિ સમયે, (૭) ધણી સૂક્ષ્મ નજર કરીને ઘણે દૂરની વત જોવાની હોય ત્યારે મને ઘાસ ઉ૫ર ચાલતી ઈયળની માફક દૂર સુધી ફેલાય છે તે વખતે, (૮). અંતઃકરણમાંથી સંક૯૫ ઉત્પન્ન થતાં પૂર્વે તેમ જ એક સંક૯૫ને વિલય થઈ બીજો સંકલ્પ ઉત્પન્ન થાય તે બંનેની વચ્ચેની સંધના સમયે અથવા (૯) અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન થવું તથા પદાર્થ સુધી પહોંચવું તે બેની વચ્ચેની સંધિ અવસ્થામાં, તેમ જ (૧૦) કેઈ કાર્ય તદ્દન થવાની અણી ઉપર હોય અને અકસ્માત તે નહિ કરવાને મોહ કેઈ કારણથી ઉત્પન્ન થાય તે પ્રસંગે બાહ્ય કિવા આંતર કાંઈ પણ ભાસમાન થતું નથી, તેમ નિદ્રાની અવસ્થા પણ હતી નથી; તેવા પ્રસંગોએ ક્ષણ માત્રને માટે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ સ્વાભાવિક રીતે જ આત્મદર્શન થતું રહે છે છતાં પણ તે જ્ઞાનના અભાવે નિરર્થક નીવડે છે, પરંતુ તેને વખતે તેને જે કાઈ યોગ્ય શાસ્તા મળે અને તીવ્ર જિજ્ઞાસા એટલે તે પદ પ્રાપ્તિની તીવ્ર ઉકંઠા હોય તો તે તેના જ્ઞાનચક્ષને ખુલ્લાં કરી આપે છે. અર્જુનને માટે આ પ્રસંગ એવા પ્રકારની કટોકટીનો જ હતો. સામસામાં બંને પક્ષના યોદ્ધાઓ એકબીજા ઉપર તૂટી પડવાની તૈયારી હતી, તેવા અણુના પ્રસંગ ઉપર અજુને સામો મારો ચલાવવાને બદલે હાથમાંથી ધનુષ્ય બાણું નાંખી દઈ દીનતા ધારણ કરવી, એવા બે પરસ્પર વિરોધી
કી સાથે અને એક વખતે આવો કે આયુષ્યમાં કવચિત જ આવે છે, તેથી ભગવાને આવેલી આ સંધિનો મોકાન) સદપયોગ કરી અર્જુનને તું પોતે શરીર નહિ પણ આત્મા જ છે એવું ભાન કરાવી તેને મોહ નષ્ટ કર્યો છે, કેમકે આત્મજ્ઞાન વડે જ મોહ નષ્ટ થઈ શકે છે.
- - . -
* કામના નાના નાક
- - ' +