________________
૮૮ ] નૈષિત વાભિમાં ઘક્તિ : બત્ર # કેવો ગુનો | જેને, [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૩ સગુણ સ્વરૂપે ત્રેતાયુગના મધ્યમાં અવતાર ધારણ કરશે અને તેઓ પોતાનું જીવન નીતિ, ન્યાય, વિવેકાદિ દ્વારા વ્યતિત કરશે, તેમ પોતે બ્રહ્મસ્વરૂપ હોવા છતાં પણ અજ્ઞાની જેવા બની લોકપકારાર્થે શ્રીવસિષ્ઠ સદગુરુ. પાસે જ્ઞાનોપદેશ મેળવી અજ્ઞાનીઓને માટે તે જગતમાં પ્રસૃત કરશે, તથા રાજનીતિ, પિતૃનીતિ, ભ્રાતૃનીતિ, એકપત્ની, એકબાણી, એકવાણી વગેરે નીતિ અને ન્યાયશાસ્ત્રનું મહત્વ જગતમાં પ્રત્યક્ષ આચરણ કરીને બતાવી આપશે દત્યાદિ પૂર્વ રામાયણમાં શ્રીરામચરિત તથા ઉત્તર રામાયણમાં શ્રીમદ્ બૃહદ્યોગવાસિની રચન: કરેલી છે તેથી આ રામાયણુ ભવિષ્યસૂચક પૌરુષેય ગ્રંથ કહેવાય છે. તે પ્રમાણે મહર્ષિ વેદવ્યાસાચાર્યકત પુરાણે અને ઉપપુરાણોનું પણ સમજવું, કારણ કે આ પુરાણ ઉપપુરાણમાં બતાવેલાં વર્ણને દરેક યુગમાં થતાં જ રહે છે. પ્રસ્તુત યુગમાં મચ્છ, કરછ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બુદ્ધ એ નવ અવતારો થઈ • ગયા અને દેશમાં કોલ્ડ અવતાર શુમારે સવાચાર લાખ ર વષો પછી થશે. ત્યારબાદ આ ચાલું મહાયુગની સમાપ્તિ થઈ સાંપ્રત પૃથ્વીને જળમાં વિલય થશે. એક કપમાં (બ્રહ્મદેવના એક દિવસને ક૯૫ કહે છે) આ મુજબ એક હજાર મહાયુગે થાય છે; તે પૈકી આ ચાલુ કલ્પના અત્યાર અગાઉ સત્તાવીસ મહાયુગે પૂર્ણ થયેલ હોઈ હમણાં આ અઠ્ઠાવીસમો મહાયુગ ચાલે છે અને ભવિષ્યમાં હજી ૯૭૨ નવસો બે-તેર મહાયુગે ચાલુ કપમાં થવાના બાકી રહેલા છે. દરેક મહાયુગમાં ચાર પેટા યુગો હોય છે, તેનાં નામો અનુક્રમે (૧) કૃત કિંવા સત્ય, (૨) ત્રેતા, (૩) ધાપર અને (૪) કલિ એ પ્રમાણેનાં છે. દરેક મહાયુગ પિકી કૃતયુગમાં મરછ, કચ્છ, વરાહ અને નૃસિંહ એ ચાર; નેતાયુગમાં વામન, પરશુરામ અને રામ એ ત્રણ; દ્વાપરમાં ફક્ત એક કણનો જ - તથા કલિયુગ મખે બુદ્ધ અને કહિક એમ બે મળી દશ અવતારો દરેક મહાયુગમાં થતા રહે એવો નિયતિનો નિશ્ચિત સિદ્ધાંત છે. વળી તે અવતારોનાં કાર્યો પણ દરેક યુગમાં પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણેનાં જ થતાં રહે છે. ઘાતા થથા પૂમewયતા ( સંહિતા) આમ પુરાણમાં બતાવેલાં વર્ણનનું કાર્ય અર્થાત પુરાણદિની રચના કરવાનું કાર્ય ચાલુ ક૯૫ના દરેક યુગમાં શ્રીવેદવ્યાસાચાર્યજી તથા રામાયણની રચનાનું કામ શ્રીવાલ્મીકિ મહર્ષિનું જ હોય છે, એ ઈશ્વરીય નિશ્ચિત સંક૯પ છે. તાત્પર્ય એ છે કે પુરાણ ઉપપુરાણ તથા રામાયણાદિ એ ઇતિહાસગ્રંથ નથી, પરંતુ તેમાં વર્ણવેલા પ્રસંગોની ઉત્પત્તિ પૂર્વે જ થયેલા એવા ભવિષ્યસૂચક પૌરુષેય ગ્રંથ કહેવાય છે.
ઇતિહાસ એટલે શું ? જે ગ્રંથે તેમાં બતાવેલા વિષય કિવા પ્રસંગની પૂર્ણતા થયા પછી પાછળથી રચવામાં આવેલા હેય છે તેને ઇતિહાસગ્રંથે કહેવામાં આવે છે. સંસ્કૃતમાં એવો નિયમ છે કે કોઈ પણ કાર્ય વા વિષયના આરંભને “ગકહેવામાં આવે છે અને તે કાર્ય અથવા વિષય(પ્રસંગ)ની સમાપ્તિ થાય છે ત્યારે તેને “ત્તિ અમુક વિષય “સમાન્તએમ કહી સંબોધવામાં આવે છે. ઇતિ એટલે પૂર્ણ અને હાસ દિલ એટલે આ પ્રમાણે હતું. જે પ્રસંગ, કાર્ય અથવા ચેષ્ટાઓ પૂર્ણ થએલી છે તેવા પ્રસંગો બતાવનારા તે ઇતિહાસ જેમકે મહાભારત.
પૌરુષેય ઉપનિષદ જે ઉપનિષદો વેદ સંહિતાઓમાં પરિશિષ્ટરૂપે અથવા આરણ્યકોમાંથી મળી આવે છે, તે ઉપનિષદે અપૌરુષેય હોઈ મુખ્ય કહેવાય છે, તેને શ્રતિ પણ કહે છે જે ઉપર કહેવામાં આવેલું જ છે. હવે પૌરુષેય ઉપનિષદ સંબંધમાં થોડો વિચાર કરવાનો રહ્યો. પૌરુષેય શાસ્ત્રો કોને કહેવાં તે તે જેકે ઉપર જણાવેલું જ છે, તે પણ ટૂંકમાં એટલું સમજે કે સ્મૃતિ, પુરાણ તથા ઇતિહાસાદિ ગ્રંથના જે ભાગમાં કેવળ અધ્યાત્મજ્ઞાન અર્થાત તત્ત્વજ્ઞાનના જ વિચારો અથવા બોધ આવેલ હોય તેવા ભાગને ભગવદ્દવા કિવા પૌરુષેય ઉપનિષદો કહેવામાં આવે છે. જેમકે ભગવદ્ગીતા, અષ્ટાવક્રગીતા, રામગીતા, અવધૂતગીતા, સિદ્ધગીતા વગેરે ગ્રંથ વેદનાં વિધિવાકયોનું પ્રતિપાદન કરનારાં હોવાથી તે ભગવદ્દવા વા પૌરુષેય ઉપનિષદો કહેવાય છે, તથા કેટલાકમાં આમ કરવું, આમ નહિ કરવું ઇત્યાદિ વિધિ નિષેધાદિનો નિર્ણય તથા મતમતાંતરોનો વિચાર