________________
૮૬ ] » વેનેષિતે પતિ ડેવિલં મનઃ એન પ્રાળ: પ્રથમ ઐતિ યુt: [ ઉપાસનાકાર કિર૦ ૩૨ મૂળ વેદ કહેવાય. એટલે આકાશનો ગુણ શબ્દ પણ તેની સાથે અનાયાસે ઉત્પન્ન થયેલ છે. આમ વેદ ઈચ્છા અને કારણ વગર જ બ્રહ્મદેવના મોઢામાંથી વૈખરી વાણીરૂપે સૌથી પ્રથમ પ્રકટ થવા પામેલા છે, તેથી તે અપૌરુષેય કહેવાય. તસ્માત સ્થૂળ કિંવા કર્મ એટલે વિસર્ગસૃષ્ટિનો આરંભ આકાશ વડે થયો અને તેમાં સૌથી પ્રથમ જ પ્રકટચો તે જ આ બધા વેદો છે, એમ સમજો. તે પછી વાયુ અને વાયુ પછી વહિ, વહ્નિ ૫છી જળ અને જળ પછી પૃથ્વીતત્ત્વ એમ ક્રમે ક્રમે ઉત્પત્તિ થવા પામેલી છે. તે પૃથ્વી વનસ્પતિ, ઔષધિ, લતા, રેત, વિય અને ત્યાર પછી અનેકવિધ ચેતન પ્રાણીઓ અને તેમાં સૌથી છેવટે મનુષ્યનિ, એ ક્રમે જડ ચેતનાદિ વિવર્તાને પ્રાપ્ત થયેલી છે. આ રીતે પરમાત્મામાંથી ભાસનારો આ ધૂલ અને દસ્થાદિ સૃષ્ટિના વિવર્તરૂપે વિકાસનો ક્રમ છે એમ જાણો. જેમ બીજમાંથી ઝાડ થવાને માટે ક્રમે ક્રમે અંકુર, શાખા, પ્રતિશાખા, પાન, ફૂલ અને ફળ ઇત્યાદિ વિવર્તી બને છે, તેમ આ પરમાત્મામાંથી ઈશ્વરરૂપ બીજ, “હું 'રૂ૫ અંકુર, મમદિરૂપ શાખાએ, બ્રહ્માંડ દિપ પ્રતિશાખાઓ તથા સર્વને અંતે ફળરૂપે મનુષ્યો, એ ક્રમે વિય થવા પામેલ છે. આ ક્રમ સમજાવવાનો ઉદ્દેશ એ છે કે, બ્રહ્માંડમાં સૌથી પ્રથમ આકાશ અને તેનો ગુણ શબ્દ (દ) પ્રગટ થયેલા હે સૌથી અંતે મનુષ્યોની ઉત્પત્તિ થવા પામી છે. આમ સ્થૂલ આકાશની ઉત્પત્તિની શરૂઆતથી મનુષ્યની ઉત્પત્તિ થઈ તેટલા સમયને માટે સૌરમાન પ્રમાણે એક કરોડ, સિત્તેર લાખ, ચોસઠ હજાર વર્ષોનો કાળ વ્યતીત થઈ ગમે છે. અર્થાત પૃથ્વીમાં સૌથી પ્રથમ ઉપન થનારા મનુષ્ય જીવની ઉત્પત્તિ થઈ તે પહેલાં આટલા વખત પૂર્વે વેદનું પ્રાકટ બ્રહ્માંડમાં થયેલું જ હતું, તેથી તે કઈ પણ મનુષ્યની કૃતિના નહિ હોવાથી અપૌરુષેય કહેવાય છે. આ વેદે મનુષ્યોમાં સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલા મનુ અને મહર્ષિઓએ તપશ્ચર્યાદિ બળે આકાશાદિની ધારણ સાધ્ય કરીને એ આકાશમાંના વેદરૂ૫ આ તમામ શબ્દો પિતાના અંતઃકરણમાં જેવા ને તેવા સાંભળ્યા, તેથી તે શ્રતિ કહેવાયા. ધારણાભ્યાસ વડે આજકાલ પણ એ અનુભવો લઈ શકાય છે. આ ઉપરથી આ વેદ જગતમાં શી રીતે પ્રકટ થયા અને તેને અપૌરુષેય તથા શા માટે કહેવામાં આવે છે, તે સારી રીતે સમજી શકાયું હશે. અપૌરુષેય ઉપનિષદો વા શ્રતિ વેદમાં પરિશિષ્ટ રૂપે તથા આરણ્યમાં મળી આવે છે.
સત અસત્ શાસ્ત્રની સમસ્યા આ વિવેચન ઉપરથી જાણવામાં આવ્યું હશે કે વેદ, વેદાંગાદિ મહર્ષિઓએ પ્રકટ કરેલાં હોવાથી તેઓ તેના કર્તા નહિ પરંતુ પ્રકટ કરનાર કહેવાય. આથી વેદ, ઉપવેદ, વેદાંગ, ઉપનિષદો વગેરે સર્વ કૃતિશાસ્ત્રો અપૌરુષેય હોઈ તે ઋષિકૃત નહિ પણ પિપ્રણિત કહેવાય છે. તે પ્રાકટ્યનો ઉદ્દેશ વેદનો મુખ્ય સિદ્ધાંત જે મહાવાય છે તેને ગૂઢ અર્થ અજ્ઞાનીઓ સારી રીતે સમજી શકે એ રીતે તેને વિરતૃત કરવાનો છે કે જેથી આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી તેઓ અપરોક્ષાનુભવ અર્થાત આત્મસાક્ષાત્કાર કરે અને આ મોહજાળમાંથી મુક્ત ? કાયમી સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે. આથો આ બધાં શાસ્ત્રો વેદાંત એટલે વેદનું અંતિમ ધ્યેય બતાવનારાં શાસ્ત્રો કહેવાય છે. સાંખ્યાયન, કપિલ, કણાદ, ગૌતમ, પતંજલિ, વ્યાસાચાર્ય તથા જૈમિનિ ઇત્યાદિ મહર્ષિઓએ સાંખ્ય, તર્ક, ન્યાય, એગ તથા ઉત્તરમીમાંસા ને પૂર્વમીમાંસા એમ પદર્શનની રચના કરેલી છે. આ સિવાય મનુ, યાજ્ઞવલ્કય, દેવલ, અસિત, નારદ, બાદરાયણ વગેરે અનેક સ્મૃતિગ્રંથ પણ છે. સિવાય પુરાણ, ઉપપુરા, નારદપંચરાત્રતંત્ર, તંત્રશાસ્ત્ર તથા શાફત (વામમાર્ગ છેડીને); આ બધાં ધર્મશાસ્ત્રોમાં ગણાય છે. તેમ જ રામાયણ, એ પૌરુષેય હાઈ, મહાભારતાદિ ઇતિહાસગ્રંથો, કાવ્ય, ચસ્પ વગેરે સર્વ શાસ્ત્રો વેદના મહાવાકયોને સિદ્ધાંત સમજાવવાને માટે ઉપસ્થિત થયેલાં હોવાથી તે વેદથી વિરુદ્ધ નહિ એવાં એટલે વેદવિહિત કહેવાય છે. આ બધાં શાસ્ત્રો લેકેની શ્રેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકારની બુદ્ધિને વિચાર કરીને રચાયેલાં છે. આ શાસ્ત્રો પૈકી કેટલાકમાં મનુષ્ય માટે (૧) આચારવિચારાદિના નિયમો એટલે આમ કરવું, આમ નહિ કરવું, ઇત્યાદિ નિયમો બતાવવામાં આવેલા છે તથા (૨) આત્મધર્મથી બીજું કંઈ શ્રેષ્ઠ છે જ નહિ. એ રીતે સર્વનો સમારોપ વેદના મહાવાકયોના ઉદ્દેશાનુસાર આત્મરૂપ ધર્મામાં જ કરવામાં આવેલો છે. આ પ્રમાણે આ બધાં સાંખ્યાદિ દર્શનશાસ્ત્રો, પુરાણ ઉપપરાણે તથા રામાયણ ઇત્યાદિ શાસ્ત્રોના કર્તા મળી આવે છે. તેથી તે સર્વ પૌરુષેય શાસ્ત્રો કહેવાય છે.