________________
યુગોષ્ણસ્મન્ત્રાળમેનો મુથિઈ તે નમft વિધેન ફૅરા.
[ ઉપાસનાકાડ કિર૦ ૩૧
તમામ દશ્યનું પ્રાપ્તવ્ય, કર્તવ્ય ઇત્યાદિ સવ બેયને અંત છેવટે એક આત્મામાં જ થાય છે. તે બેયની પ્રાપ્તિ થયા સિવાય કદાપિ શાંતિ પ્રાપ્ત થતી નથી. જેને જાણ્યા પછી જાણવાપણું, કરવાપણું કે મેળવવા વગેરે જેવું બીજું કાંઈ પણ બાકી રહેતું નથી, તે કેવળ એકરસાત્મક અને અખંડ એવું આત્મતત્ત્વ જ એક છે. આ તત્વની પ્રાપ્તિ માટે માર્ગદર્શક એવા વેદો કેવી રીતે ઉત્પન્ન થયા, તે જાણવામાં આવતાં જ તે અપૌરુષેય કેમ ગણાય તે વિચાર કરવો આપણને સહેલો પડશે.
અધિકાન, કર્તા, દેવ, કરણ અને વિવિધ ચેષ્ટાની ઉત્પત્તિ કરોળિયાની લાળની જેમ ઈશ્વરે (વૃક્ષાંક ૨ એ) પોતામાંથી જ પોતે બહુ' રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩) કિવા સંક૯૫૩૫ માયાની ઉત્પત્તિ કરી અને તે દ્વારા પ્રથમ પોતાની કાળરૂ૫ ઈક્ષણશક્તિ વડે માયાના ત્રણ ગુણેમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. આ વિવેચનનો ઉદ્દેશ એ કે ઈશ્વરે આ બધો વિરતાર પોતે પોતામાંથી જ કેવી રીતે પ્રકટ કર્યો? કેમકે બે થયા સિવાય કમ થાય નહિ? એવી શંકાના નિરસનને માટે એમ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર (વૃક્ષાંક ૨) પોતે જ સ્વાભાવિક રીતે ઘટ્ટ બની “” (વૃક્ષાંક ૩) એવા વિવર્તને પામ્યું. આ હું રૂપે થવું એ તેનું સૌથી પ્રથમનું સૂક્ષ્મ આરંભરથાન છે. એટલે અમુક કાર્યનું આ કારણ છે, એવું જે વ્યવહારમાં કહેવામાં આવે છે તે કારણનું પણ આદ્ય એવું આરંભસ્થાન આ “હું” રૂ૫ (ક્ષાંક ૩) છે તે ઈશ્વરની દૃષ્ટિએ સ્કૂલ અને બાહ્ય ગણાય છે. આથી શાસ્ત્રમાં આને માટે પ્રતિબબ, બાહ્યાભાસ, હું નું પ્રથમનું કુરણ, માયા, પ્રકૃતિ, ઈશ્વરીય સંક૯૫, નિયતિ, મૂલાવિધા, મૂલમાયા ઇત્યાદિ સંજ્ઞાઓ છે (જુઓ વૃક્ષાંક ૩). ત્યાર પછી આ હંરૂપ એવા આધ કુરણમાંથી સત્વ, રજ અને તમ એવા ત્રણ ગુણનો ક્ષોભ થશે, એટલે પ્રકૃતિના ત્રણ ગુણોને ગતિ મળી, તેથી તે ત્રણે ગુણોના સમભાગનું એક મિશ્રણમક તવ બની ગયું તેને અવ્યક્ત, શૂન્ય (મહદાકાશ) ઇત્યાદિ નામની સંજ્ઞા છે. આમ પ્રકૃતિમાંથી સૌથી પ્રથમ ત્રણ ગુણામાં કેવી રીતે ક્ષોભ થવા પામ્યો? તો તેનો ઉત્તર એ છે કે, વ્યવહારમાં કઈ ઉપર કેધ કરવામાં આવે ત્યારે જેમ આંખો વડે જ તેને દબાવવાનો પ્રયત્ન થાય છે, તેમ ઈશ્વરની ઈક્ષણ એટલે કેવળ દ્રષ્ટવ શકિત વડે જ પ્રકૃતિના ત્રણ ગુણેમાં ક્ષોભ થવા પામ્યો છે. આમ (૧). ઈશ્વર પોતે, (૨) તેની કાળરૂપ ઈક્ષણશક્તિ તથા (૩) “હું' કિંવા માયા એવા આત્માના ત્રણ વિવર્તી થયા. તેમાં ઈશ્વરની જે ઈક્ષણશક્તિ તે જ સર્વલક્ષી કાળની ઉત્પત્તિ સમજે. માયા કે જે ઈશ્વરનું પ્રતિબિંબ કિવા પ્રથમાભાસ (વૃક્ષાંક ૩) કહેવાય છે, તે અત્યાર સુધી આકાશની જેમ નિશ્ચલ હતી, પરંતુ ઈશ્વરની આ કાળરૂપ ઈક્ષણ શક્તિને લીધે એમ બન્યું કે નિશ્ચલ આકાશમાં જેમ અકસ્માત ચંચલ વાયુની ઉત્પત્તિ થાય તેમ તેમાંના સર્વ રજ અને તમ એ ત્રણે ગુણેમાં ગતિ કિંવા સ્પંદન થયું અને તે ત્રણેનું એકરૂપ એવું એક મિશ્રણ તત્વ બની ગયું. તેથી જ માયા અને તેના ત્રણ ગુણોનું તમામ કાર્ય કાળના ખપ્પરમાંથી છૂટી શકતું નથી. તેને કાળની મર્યાદામાં જ રહેવું પડે છે. સારાંશ ઈશ્વર, તેની ઈક્ષણશક્તિ એટલે સર્વને નિયમનમાં રાખનારો કાળ તથા “હું ૨૫ અરણ કિંવા માયા એ દેશ અથવા સ્થાનરૂપે વિવર્ત કહેવાયો. આમ વિવર્તરૂપ ઈશ્વર પોતે પોતામાં કાળ અને દેશરૂપે બન્યો અને પછી આ કાળની પ્રેરણા વડે સ્થાનરૂપ એવી માયાના ત્રણ ગુણોમાં જે ક્ષોભ ઉત્પન્ન થવા પામ્યો તે ક્રિયા કહેવાઈ. આ રીતે શુદ્ધ “હું કિંવા ઈશ્વર(વૃક્ષાંક ૨) એ જ્ઞાન, તેનું ઈક્ષણ એ સર્વને નિયમમાં રાખનારો કાળ (આને જ દૈવ કિંવા નિયમ પણ કહે છે) અને શુદ્ધ “હુંનું પ્રથમનું જે “હુરૂપ પ્રતિબિંબ કિવા આદિ ફુરણ અથવા માયા વા નિયતિ (ક્ષાંક ૩) એ દેશ કિંવા સ્થાન તથા તેના ત્રણ ગુણમાં થનારે જે ક્ષેભ કિંવા ગતિ તે ક્રિયા અથવા કામ કહેવાય. આ મુજબ ઈશ્વર પોતે જ જ્ઞાન, કાળ, દેશ અને ક્રિયારૂપ ઘનીભાવને પ્રાપ્ત થયો, જ્ઞાન, કાળ, દેશ અને ક્રિયા સંસાની મૂળ ઉત્પત્તિ અત્રેથી જ શરૂ થઈ. સારાંશ એ કે, ક્રિયા થવામાં જે પાંચ નિમિત્ત અને ઉપાદાન કારણો શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે, તેમાં (૧) અધિષ્ઠાન એટલે આત્મા(વૃક્ષાંક ૧), (૨) કર્તા એટલે ઈશ્વર(વૃક્ષાંક ૨), (૩) દૈવ એટલે ઈશ્વરની કાળરૂ૫ ઈક્ષણશકિત(ક્ષાંક ૨ ને ૭ ની વચ્ચે, (૪) કરણ એટલે સર્વ કારણોનું પણ આદિ કારણ તે પ્રતિબિંબ કિંવા ફુરણાત્મક બહુ કિંવા માયા(વૃક્ષાંક ૩)તથા (૫) વિવિધ ચેષ્ટાઓ, અર્થાત માયામાં ઈશ્વરની ઈક્ષણશક્તિ વડે ત્રણ ગુણમાં ક્ષોભ થઈ તે અવ્યક્તાદિ તથા