________________
૮૦ ] છે તો મર મર મતો રમર ઝરતામર . હૃા. [ ઉપાસનાકા કિર૦ ર૯ કરાવી આપે છે. પરંતુ આ કાર્ય કરવાની અગાઉ જેમ બીજાને તારવાને માટે પોતાને તરતાં આવેડવું જોઈએ, તેમ સાધકે પ્રથમ એકાંત અને ઉચ્ચ રથાન ઉપર રહી તે ભાવનાનો સ્વાનુભવ પ્રાપ્ત કરી લે જોઈએ અને પછી જ લેકેમાં તેવી સર્વોચ્ચ ભાવનાની જાગૃતિ કરવી જોઈએ.
ચાતુર્વર્ય આત્મરૂપ જ છે આ સંબંધે શાસ્ત્રમાં પણ પ્રમાણ છે (જુઓ ભગવદ્દગીતા અ૦ ૪ શ્લોક ૧૩). તેમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ગુણ અને કર્મોના વિભાગો પ્રમાણે ચાતુર્વર્યાની રચના મેં જ કરેલી છે. પરંતુ તે સર્વ અવ્યય અર્થાત આત્મા છે (અવ્યય આત્માનું વાચક છે,એમ તું સારી રીતે લક્ષમાં રાખ. આ રીતે જે આ બધું અવ્યય એવા આત્મરૂપથી અભિન્ન જુએ છે, તે સ્વસ્વરૂપ બનેલે એવો “હું” રૂપ આત્મા કર્તા છતાં પણ અકર્તારૂપ છે એમ સમજ. આ ઉપરથી પણ નિશ્ચિત સિદ્ધ થાય છે કે, આ બધાં કર્મો પણ આત્મરૂપ અને હું પોતે પણ આત્મરૂપ છું એવા ભાવ વડે જ કર્મો કરવા જોઈએ. તેવી ભાવના વડે કર્મો કરનાર તે કર્મોને કર્તા કદી પણ થતો નથી, કારણ કે આ વર્ણાશ્રમાદિ તથા તેમાં થનારાં કર્મોની વ્યવસ્થા કરોળિયો જેમ પોતે પિતામાંથી પોતાની લાળ બહાર કાઢી તેનું જાળું બનાવે છે, તેમાં ખેલે છે અને રમત પૂરી થયે તેને પોતામાં જ પાછું સમેટી લે છે, તેમ “હું” જ સર્વના અધિષ્ઠાનરૂપે રહીને ઈશ્વરની ઈક્ષણ શક્તિ દ્વારા પ્રકૃતિરૂપે બની તેની મારફત ત્રણ ગુણોના વિસ્તાર વડે આ ચરાચર વિશ્વ ઉત્પન્ન કરું છું અને તેમ છતાં આકાશની જેમ તદ્દન અલિપ્ત જ રહું છું. અવ્યય એવા મારા અધિકાન વડે જ આ સર્વ ભાસભાન થતું હોવાથી વટબીજ ન્યાયાનુસાર આ બધું પણ અવ્યય એવું મારું જ સ્વરૂપ છે; માટે દરેક મનુષ્યની ફરજ છે કે તેણે પોતે પોતાને કર્મને ધરણે નીચ કિવા હીન નહિ સમજવું જોઈએ, પણ પોતે તે અવ્યય એવો આત્મા છે, એવી સર્વોચ્ચ ભાવના હંમેશા રાખવી જોઈએ. આમ છતાં જે મનુષ્ય કર્મ ઉપરથી પોતે ઉચ્ચ છે તથા બીજાં નીચ છે એમ સમજે છે તે જ ખરેખર અત્યંત નીચ અધમ અને મૂઢ એવો અસુર છે, એમ સમજે. આમનિશ્ચયવાળાને દૈવી સંપત્તિમાન મહાત્મા કહેવાય અને હું શરીરાદિ છું એવા નિશ્ચયવાળા તે આસુરી સંપત્તિવાળા કહેવાય. દેહાધ્યાસીનાં થતાં તમામ કર્મો, જ્ઞાન, આશા વગેરે બધું વ્યર્થ છે એમ ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ (ભગવદ્ગીતા અધ્યાય ૯ શ્લોક ૧૧ થી ૧૪ માં) કહેલું છે આ માટે સિદ્ધાંતકાંડ અધ્યાય ૯ જુઓ). ટૂંકમાં સાર એટલે જ કે, પોતે અધિકારી કિવા અધિકારી છે એ તો મનુષ્ય પોતે પોતાની જાતે જ ઠેરવી શકે છે, દેહાદિ નીચ ભાવનાવાળા અધિકારી બને છે અને સર્વોચ્ચ આત્મરૂપ ભાવનાવાળે અધિકારી બની શકે છે. એમ હોવા છતાં દુરાગ્રહથી જે કોઈ પિતે પિતાને અધિકારી સમજે તો તેવા અજ્ઞાની મૂઢોને માટે શું થાય?
અધિકાર અને અનધિકારનાં વર્ણને શાસ્ત્રમાં કેમ? રાજા બોલ્યા, મહારાજ ! આપે તો ઘણું સારું વર્ણન કર્યું, પરંતુ આ અધિકારી અને અધિકારીનાં ભેદભેદોનાં વણને તે શાસ્ત્રમાં ઘણે સ્થળે આવે છે તેનું કારણ શું?
રાજા, સાંભળે, એક સિંહનું બચ્ચું ઘેટાંના ટોળામાં સપડાઈ બચપણથી તેની સાથે હળી ગયું. તેને કપના પણ ન રહી કે હું સિંહનું બચ્ચું છું. આમ નિત્યપ્રતિ પોતાના સાચા સ્વરૂપને ભૂલી જઈ તે પિતાને હું ઘેટાંનું જ બચ્છું છું એમ દઢ રીતે માની બેઠું. તે વગડામાં ઘેટાંના ટોળા સાથે ચરવા જાય અને ત્યાં દીપડા વગેરે પ્રાણીઓ આવવાથી ઘેટાંઓ જેમ નાસી છુટે તેમ પોતે પણ તેમના ભય વડે નાસી જાય, આમ ધર્ણો સમય વીતી ગયો. પોતે મોટો થઈ ગયો છતાં હું ઘેટું જ છું એમ તે માનતો હતો. તે વાત એક સમયે એક સિંહના જોવામાં આવી. સિંહને આવતા જોઈને બધાં ઘેટાંઓ બેં, બેં કરીને જીવ લઈને નાસવા લાગ્યાં તેમની સાથે આ સિંહ પણ નાસવા લાગ્યો. આ વાત આવનાર સિંહના જોવામાં આવતાં તેને ઘરે જ અચંબો છે. તેણે વિચાર્યું કે ઘેટાંઓ નાસે છે તે તે ઠીક, પરંતુ આ સિંહ પણ તેમના ટોળા ભેગો કેમ નાસી રહ્યાં છે? તેણે તત્કાળ તેને પકડી લીધો. તેથી બીકને માર્યો તે ધ્રુજવા લાગ્યો અને સિંહને કાલાવાલા