________________
ગીતાદેહન ] આ જીવાત્મા પ્રાણ અમૃતરૂ૫ બંને ! પછી શરીર પણ ભમ (આત્મ૨૫) બને. [ ૭૯
પણ જે મનુષ્ય” એવી સંજ્ઞાને પાત્ર હોય તે દરેક આ અથવા બીજાં તમામ શાને અધિકારી છે. વ્યવહારમાંના કાર્યો ઉપરથી મનુષ્ય ચ કિંવા નીચ ગમે તે ગણાતો હોય પરંતુ આ વ્યવહારકાર્યની સાથે ઊંચ નીચતાને જરા પણ સંબંધ હોતો નથી; વ્યવહારમાં નીચમાં નીચ ગણાતો હોય તોપણ જે તે ઉપર કહ્યા મુજબ પોતાના સાચા આત્મસ્વરૂપની પ્રાપ્તિની તીવ્રતર ઇચ્છા ધરાવતો હોય યા આત્મવરૂપના નિક્ષયવાળા હોય તો તે ઊંચ કરતાં પણ અતિ ઉચ, કોઇ કરતાં પણ અતિ શ્રેષ્ઠ છે. અને વ્યવહારમાં મેટ, ઊંચામાં ઊંચ કેમ ન ગણતા હોય, પરંતુ તે જો ઉપર પ્રમાણેના આત્મનિશ્ચયવાળો નહિ હશે પણ દેહ પર જ આત્મભાવના ધરાવતા હોય તે તે નીચમાં પણ અતિ નીચ, અધમમાં પણ અધમ તથા ચાંડાળમાં પણ અતિ ચાંડાળ છે એમ જાણવું. માટે એ સિદ્ધ થાય છે કે દરેક મનુષ્ય આ રીતે પોતે આત્મસ્વરૂપની અતિ ઉચ્ચ ભાવના મનમાં એવી જગતનું આવી પડેલું કાર્ય સંતોષ અને આનંદથી કરતાં રહેવું જોઈએ. એવો શાસ્ત્રનો સિદ્ધાંત છે. વ્યવહારમાં પણ એવો અનુભવ છે કે મનુષ્ય ભાવના પ્રમાણે જ સિદ્ધિને પામે છે. તે સંબંધે એક પ્રસંગ કહું છું.
સર્વોચ્ચ ભાવનાની જાગૃતિ હિમાલયમાં એક ઊંચા પહાડના શિખર ઉપર કેટલાક સમય નિવાસ કરવાનો યોગ આવ્યો. ત્યાં બીજા કેટલાક સાધુઓ સાથે કેટલાક સદગૃહસ્થ પણ ચડી આવ્યા. સ્થાન ઘણું જ રમ્ય અને પવિત્ર હતું. તેઓએ પૂછયું, મહાત્મન ! સાધુ પુરુષો જંગલમાં અને પહાડ ઉપર જ બેસી રહે છે તેનું શું કારણ? વ્યવહારમાં લેકોની સાથે મળીને કેમ રહેતા નથી?
ઉત્તર : આ વિષયમાં પડવા જેવું નથી. કારણ કે લેકે તે બંને બાજુ બેથી બોલવા તૈયાર હોય છે. જંગલમાં રહે તો તેઓ કહેશે કે સાધુઓ જંગલમાં જ પડી રહે છે. ગામમાં રહેશે તો કહેશે કે સાધઓએ તો વળી ગામમાં શા માટે પડી રહેવું? વારુ, આશ્રમાદિક હાય તો કહેશે કે સાધુને તે વળી આ બધાની શી જરૂર ? એમ બંને બાજુએથી બોલ્યા જ કરે, આમ વ્યવહાર તે દ્વિમુખી જ છે. તે તે તમે પણ સારી રીતે અનુભવી શક્યા હશે. માટે તેના મોઢે કાંઈ હાથ દઈ શકાય નહિ. પરંતુ હવે સાધુઓ જંગલમાં અને ઉચ્ચ પહાડ ઉપર કેમ રહે છે તે સંબંધે સંક્ષેપમાં કહું છું.
ઉચ્ચ સ્થાન પર રહેવાનું કારણ આ સઘળાં મનુષ્યો વાસ્તવિક અતિ ઉચ્ચ એવા આત્મસ્વરૂપ છે, છતાં તેઓ પોતાના આ અતિ ઉચ્ચ સ્વરૂપને ભૂલી જઈ હું એક શરીરધારી સાધારણ મનુષ્ય છું, દીન છું, અનાથ છું વગેરે વગેરે પ્રકારે માની બાપડાં મર્યાદિત અને અત્યંત હીન ભાવનાવાળાં બની ગયાં છે. તે ભાવના નષ્ટ થઈ હું આ મર્યાદાવાળો, દીન કે દૂબળો નહિ પરંતુ સર્વથી ઉચ્ચ એવો આત્મા છું, એ રીતની સર્વોચ્ચ ભાવના હંમેશ જાગૃત રહે એટલા માટે ઘણું ઉચ્ચ એવા પહાડનાં શિખર ઉપર સાધુઓ સાધન અવસ્થામાં નિવાસ કરે છે. વળી એકાંત સ્થાનને પણ એ જ ભાવ છે કે જ્યાં કઈ પણ પ્રકારની સંસાર વ્યવહારની ઉપાધિ મને સ્પર્શ કરી શકતી નથી; એવા પ્રકારને તદ્દન નિસંગ આત્મા હું છું તે ભાવના એકાંત સ્થાનથી નિત્યપ્રતિ જાગ્રત રહે છે. આમ સાધક અવસ્થામાં તેને અભ્યાસ કરી ત્યાર પછી તેવો પ્રત્યક્ષ અનુભવ લેવો. જે મનુષ્ય હું અતિ નો છું, એવી ભાવના રાખે છે તે તેવો જ બને છે; તથા જે હંમેશાં હું સર્વોચ એ આત્મા છું એવી મહાન ભાવના રાખે છે તે મહાન બને છે. તેથી મનુષ્યો કે જે પોતે વાસ્તવિક તે સર્વોચ્ચ અને મહાન એવા આત્મરવરૂપ છે, તેમણે પોતે નાના છે, અધમ છે, નીચ છે, અમુક વર્ણવાળા, જાતિવાળા કે દેહવાળા જ છે, એવી સંકુચિત ભાવનાઓને ત્યાગ કરી દેવો, અને હું પોતે સર્વોચ્ચ એવો આત્મા છું, એવી ઉચ્ચ ભાવના જ હમેશને માટે રાખવી જોઈએ. આ રીતે સાધુઓ આત્માને સાક્ષાત્કાર કરી લઈ પછી જગતમાંના લોકેનેં તમો પોતે પણ આવી સંકચિત કાવનાવાળા નથી પરંતુ મહાન છે, માટે આવી પડેલે સર્વ વ્યવહાર આ પ્રમાણેની સર્વોચ્ચ ભાવના મનમાં રાખીને કરો એ બોધ આપી લોકોને પણ તેમની સર્વોચ્ચતાનું ભાન