________________
ગીતાદેહન] કારણ કે જે જે કાંઈ છે તે બધું પુરુષ વા આત્મસ્વરૂપ જ છે અને તે જ હું છું. [ ૩૭
અધિકાર અનધિકારના ઝઘડાઓ રાજા, આ પ્રશ્ન તે ઠીક કર્યો ! અરે આ લોકોમાં અધિકાર અને અધિકાર સંબંધે ઝઘડાઓ પણ ઘણું ચાલી રહ્યા છે પરંતુ વાસ્તવિક રીતે તે તે બધા સમજ્યા વગરના જ છે; સંક્ષેપમાં હું તમને એટલું જ કહીશ કે આ જગતમાં મનુષ્ય સિવાયની બીજી બધી એટલે ત્યાશી લાખ નવ્વાણું હજાર નવસો નવાણું નિઓ આ જ્ઞાનને માટે લાયક નથી, એમ કહી શકાય; કેમકે તેઓને મનુષ્ય જેટલી બુદ્ધિનો અંશ નહિ હોવાથી તેઓ આ જ્ઞાન સમજી નહિ શકે. આટલી બધી આ મનુષ્યનિ શ્રેષ્ઠ પ્રકારની છે. હું તો કહું ! આ તમામ મનુષ્યો દેવાદિકે કરતાં પણ છે અને અતિ ઉચ્ચ એવા આત્મસ્વરૂપ છે. હું તો આત્મા અને આ મનમાં સહજ પણ ભેદ જતો નથી. આમ છતાં તેઓ પોતે પોતાનું સાચું સ્વરૂપ નહિ ઓળખતાં વિષયપાશમાં સપડાઈને તેવા તેવા પ્રકારના કર્મબંધનરૂપ પાસેની ઝુંસરી પિતાને કાંધ ઉપાડી લઈ કુતરો જેમ હું જ ગાડું ખેંચુ છું એમ સમજે તે પ્રમાણે પ્રકૃતિના ત્રણ ગુણોના પાશ વડે થતાં કર્મોને પોતાનાં જ માની લઈ પછી તે કર્મના આધારે વ્યવહારમાં પોતાને હું શરીર છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય, વૈશ્ય, શક, અતિશક, કિંવા ચાંડાળ છું, હું બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી વા સંન્યાસી છું, એવી રીતે પોતપોતાને નાને મેટ વગેરે માની બેસે તો તેવાઓને માટે શું થાય ? વાસ્તવિક રીતે તો તે પોતે મનુષ્ય નહિ પરંતુ પકૃતિના ત્રણ ગણો વડે જગતનાં જે આ બધે ખેલ ચાલી રહેલ જોવામાં આવે છે, તે સર્વનો નિયામક ઈશ્વર હાઈ પ્રકૃતિનું ચાલતું આ બધું કાર્ય પણ તેની પોતાની સત્તા વડે જ થઈ રહ્યું છે એવો તે સર્વસત્તાધીશ, સમર્થ અત્યંત રવતંત્ર, કેવળ ઈરછા વડે જ ગમે તે મહાનમાં મહાન કાર્યને કરી શકે તેવો કાળ, દેશ, ક્રિયાદિ મર્યાદાથી પર, તદ્દન નિર્મળ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, કેવળ જ્ઞાન અને ચૈતન્ય સ્વરૂપ, સર્વના સાક્ષીભાવથી પણ પર એવો આત્મા જ છે.
મનુષ્યએ સર્વોચ્ચ ભાવના રાખવી દષ્ટાંતને માટે આ શરીરનું જ ઉદાહરણ છે. તેમાં આવેલી પાંચ કર્મેન્દ્રિો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો પોતે પોતાનું કાર્ય બિનચૂક કરે તે જ શરીરમાં આરોગ્ય રહે છે. શરીર વડે થતાં સર્વ કયો પ્રકૃતિનાં કહેવાય છે અને તેને ચલાવનાર તેને સાક્ષી તે કઈ જુદો જ હોય છે. જોકે તે દૂધ માં રહેલા માખણની જેમ રહે છે તે શરીરમાં, પણ તેમાં રહેવા છતાં ફક્ત સાક્ષી કિંવા દ્રષ્ટારૂપે જ તે સર્વ કાર્યોને જુએ છે. તે કદી પણ હું નેત્ર, હું મોટું, હું કાન, હું મન, હું બુદ્ધિ, હું હાથ, હું પગ એમ કહેતે નથી; પરંતુ તેમને માટે મારું કિંવા મારાં એવી જુદાપણાના ભાવની સંજ્ઞાઓ વડે જુએ છે. તે આ પ્રકૃતિને બાજે પોતાને માથે કદાપિ પણ ઉઠાવી લેતો નથી; પરંતુ તેનો સાક્ષી બનીને પોતે પોતાની શકિત વડે સર્વ કાર્યો કરાવે છે, છતાં તે કાર્યો તે પ્રકૃતિનાં જ છે, એમ સારી રીતે સમજે છે; આથી જ વ્યવહારમાં કેમ તમારી પ્રકૃતિ સારી છે કિંવા તમારું શરીર સારું છે? ઇત્યાદિ પ્રકારે તેને તમારું યા તારું એ શબ્દ વડે સંબોધવામાં આવે છે. તારું કહેતાં તેમાં તું તે આવી જ જાય. “તું” ને છોડીને કેવળ એકલું “તા” કેના આધાર ઉપર રહે? તેમ જ દરેક જણ પોતે પોતાને માટે પણ આ મારું શરીર છે એમ કહે છે, તેમાં “હું” અને “મારું” એ બે ભાવ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. એ તે દીવાની જેમ તદ્દન સ્પષ્ટ છે. કાર્ય કરતી વખતે હું ખાઉં છું, હું મેલ સાફ કરું છું, હું સાંભળું છું, હું દેખું છું એમ કહેવામાં આવે છે, તેમાં સૂક્ષ્મભાવ એ આવી જાય છે કે ખાવાનું કામ હું મારા માં વડે કરું છું, જોવાનું આંખો વડે અને મેત સાફ કરવાનું ગદાધાર વડે. આમ તે પોતે કાર્યને કર્તા બની બધાં કાર્યો દ્વાભાવ વડે કરે છે. તે પોતે હું જ મેં છું, હું જ નેત્ર છું, ઇત્યાદિ કદી પણ કહેતા નથી. એટલે કાર્ય પ્રકૃતિનું તથા કર્તા પિતે હાઈ પિતાની સત્તા વડે તે થતું હોવા છતાં પોતે તે તેને કેવળ સાક્ષીરૂપે જ જોયા કરે છે. મને સુખ થયું, મને દુઃખ થયું, આ સારું છે, આ નઠારું છે, એમ કહેવામાં પણ મને મારી અમુક ઇન્દ્રિયો વડે સુખદુઃખાદિ થયું કિંવા મારી પ્રકૃતિદ્વારા કરેલું અમુક કાર્ય સારું કિંવા નઠારું છે, એવા છે અને મારું એ બંને ભાવ