________________
૭૬ ]
योऽसावस | पुरुषः सोऽहमस्मि ॥ ईश.
[ઉપાસનાકાડ ક્રિર૦ ૨૯
તેથી હું આપને આ બધા તરફથી વિનંતિ કરું છું કે આપ હિમાલયમાંથી તીર્થાટન કરી પછી ફરી પાછા અત્રે જ પધારવા કૃપા કરશે!, એમ અમે ફરી ફરીથી વિનંતિ કરીએ છીએ.
આમાં મારું શું છે?
આ પ્રમાણે સને અતિશય આગ્રહ અને તીત્ર જિજ્ઞાસા તથા શુદ્ધ પ્રેમ જોઈ તેઓને કરીથી જલદી આવવાનું આશ્વાસન આપ્યું અને તે પ્રમાણે શુમારે પાંચ છ મહિનામાં શ્રીજમુનેત્રી, શ્રીગ ંગાત્રી, શ્રીકેદારનાથજી તથા શ્રીબદરીનારાયણ, કૈલાસ, માનસરેાવરી વગેરે યાત્રા સુખરૂપ પરિપૂર્ણ કરી પુનઃ આવી મેાટા ઉત્સાહની સાથે ગામની બહાર ક્ષિપ્રા નદીના તટ ઉપર એકાંત સ્થાનમાં લતાપત્રાદિ વડે સુરોભિત મંડપમાં કારનું ધ્યાન કરીને જે વિષય વૈકુંઠમાં કહેવામાં આવ્યા હતા (કિરણાંશ ૨૬ જીએ) તે જ ખેાધ સ લેાકાને ઉપયોગી થાય એટલા માટે લેાકેાના અતિ આગ્રહને લીધે ઉપર્યુક્ત સ્થળે કહેવામાં આવ્યા તથા તે સૂ`પુર મુકામે લખીને તૈયાર કરવામાં આવ્યેા (કિરણાંશ ૭ પૃ૪ ૨૦ જુએ) અને લેાકેાએ સેવાભાવ વડે તેની સારા અક્ષરે નકલ તૈયાર કરી હતી. તેની પ્રસંગવશાત્ આશાપલ્લી ( અમદાવાદ ) ના સુપ્રસિદ્ધ વૃત્તપત્રવ્યવસાયી અને ગીતાપ્રેમી શ્રી. નંદલાલ ખેાડીવાલા એમને જાણ થતાં તેમણે સંદેશ લિમિટેડ તરફથી લેાકેાને ધાર્મિક જ્ઞાન આપવાના ઉદ્દેશથી પ્રસિદ્ધ કરવાના શુભ આશયથી માગણી કરવાથી તેમની શુભેચ્છા ગીતાપ્રેમ, સતપ્રેમ તથા લેાકેામાં જ્ઞાનને પ્રચાર કરવાની ધગશ તેમ જ શાસ્ત્રાભિરુચિ અને બુદ્ધિકૌશલ્ય જોઈ તેમની ઇચ્છાનુસાર પ્રસિદ્ધિકરણ કરવા અનુમેદન આપવામાં આવ્યું. આમ ઈશ્વરીય સંકેતાનુસારનું આ વિરાટ્ કા આજે પુસ્તકરૂપે જનતાના હિતાર્થે પ્રકટ થયેલુ' છે. આ રીતે ઈશ્વરીય અને અદ્ભુત સ્વપ્ર આજે પ્રત્યક્ષ અને સત્ય સ્વરૂપે પ્રકટ થયેલુ જોતાં મને ઘણેા આનંદ થાય છે. જ્યારે દૈવી સ્વમની બાબતે પણ વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવી શકાય છે, તેા પછી ભગવાનના સાક્ષાત્ દન થાય તેને માટે તા પૂછવું જ શું ? આ જ્ઞાન વડે લેાકેા ભગવાનના સાક્ષાત્ દર્શન કરી કૃતાર્થ થશે. કારણ કે તે ઈશ્વરીય પ્રેરણાનુસાર “ ''ની ધારણા વડે પ્રત્યક્ષ અનુભવ કરીને લખાયેલું છે. આ કરતાં વધુ કાંઈ કહેવાનુ પ્રયેાજન મતે જણાતું નથી. જે કાળ અને દેશમાં આ કાય થયું, તે કાળ અને દેશ પણ ખરેખર ધન્ય છે. મારે એક વાત કહેવાની આવશ્યકતા છે કે, આ બધું કાય જે પ્રમાણે અને જે રીતે થયું તે સ મેં તમને આદિથી અંત સુધી કહી સંભળાવ્યું. આમાં મારું એવું કાંઈ નથી, કેમકે યંત્રની પૂતળીની જેમ હું માત્ર નિમિત્તરૂપ જ છું. આમાં જે ગુણુ હશે તે ગ્રહણ કરી તે બદલ પરમ દયાળુ પરમાત્માનેા પાડ માનશે। અને જે કાંઇ દાષ જણાય તે મારા છે એમ સમજીને મને ક્ષમા કરશે, એવી હું સર્વ સજ્જનેને પ્રથમથી જ વિનંતિ કરી લઉં,
ΟΥ
જ્ઞાનના અધિકારી કોણ ?
રાજા ખેાલ્યા, ભગવન્! આપે અહીં પધારી અમેાને પાવન કર્યાં છે. સતાના દેહ પરાપકારાર્થે જ હાય છે, એમ જે શાસ્ત્રમાં કહ્યુ છે તે અમે આજે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. અમારા જેવા અજ્ઞાન અને મૂઢ લોકો કે જેઓ વિષ્ટામાંના કીડા પ્રમાણે હંમેશાં વિષયામાં જ રચ્યાપચ્યા રહે છે તેમના ઉદ્ધારને માટે ખરેખર આપ જેવા દયાળુ સતા વિના જગતમાં ખીજું કાંઈ પણ સાધન નથી. હું તે। માનું છું કે આપ જેવા અપરક્ષાનુભવી બ્રહ્મનિષ્ઠ મહાત્માએ જ જીવતા જાગતા સાચા દેવ છે. પ્રથમ તે। અપરક્ષાનુભવી બ્રહ્મનિષ્ઠ મહાત્માએ જ જગતમાં કાઇક વિરલા હોય છે. અને તેમાં પણ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રીય તા કવચિત્ જ. તેમનાં દન થવાં એ પણુ અતિશય પૂર્વ સુધૃતરૂપ પુણ્યના ફળરૂપ હોય છે. અમારાં પૂજન્મેાના અનંત પુષ્પાના ઉદય થવાથી જ આજે આપે આ ભૂમિને પાવન કરી છે. હું અને આ બધા ખરેખર ધન્ય થયા છીએ. આપની દયાને પાર નથી. હું પામર આપની સ્તુતિ શી રીતે કરું? એમ કહી ગદ્ગદ કંઠે તેઓએ પ્રણામ કરી પ્રશ્ન કર્યો કે, હું પ્રભા! આપ જે જ્ઞાન કહેશે। તે સાંભળવાને માટે અધિકારી કાણુ અને અધિકારી ક્રાણુ? તે જાણવાની મારી ઇચ્છા છે.