________________
તેનો અને સર્વ જાળતમ તત પરામિ– [ ઉપાસનાકા કિ૨૦ ૨૮
કિરણશ ર૮
કૂતરાની ઉપાસના એક કર્મનિષ્ઠ અને આચારસંપન્ન ગૃહરથ પૂજનમાં બેઠા હતા. ભગવાનને નૈવેધ ધરાવીને થાળ પાસે મૂકી પોતે માળા ફેરવતા હતા, એટલામાં નજર ચૂકાવીને એક કુતરાએ આવી ને ખાવાની શરૂઆત કરી. હવે જપમાંથી તે ઊકાય નહિ, તેથી તેમણે પાસે પડેલો એક પિત્તળનો ઘટ ઉઠાવ્યો અને ક્રોધાવેશમાં કુતરાને માર્યો. તે તેને બરાબર માથા ઉપર જ વાગ્યો તેથી તત્કાળ તે મોક્ષધામને પામ્યો. આ બનાવથી તે ગૃહસ્થને મહા દુ:ખ થયું અને અતિશય પશ્ચાત્તાપ થયો. તે પાપ ધોવા માટે તેણે ઘણું ઉપવાસ, તે અને વિષ્ણુયાગાદિ જેવા યજ્ઞો કર્યો. પરંતુ જપમાં બેસે કે સામે કુતરું જ ધ્યાનમાં આવે. રાત્રે સ્વપ્રમાં પણ તે જ દેખાય. આથી આ ભક્તરાજ તો ઘણા જ દુ:ખી થયા. આનું નિવારણ શી રીતે થાય? એવા વિચારમાં ને વિચારમાં તેઓ હંમેશા ચિંતાગ્રસ્ત રહેતા. એક સમયે તેઓએ આ સંબંધમાં મને એકાંતમાં પ્રશ્ન કર્યો. મેં કહ્યું, ભૂદેવ ! આપે કુતરું માર્યું અને વળી તેના પ્રાયશ્ચિત્તને માટે બધાંથી છુપાવીને એકાંતમાં શું પૂછો છે? માટે પ્રથમ પ્રાયશ્ચિત્ત તો આ વાત તમે બધા સમક્ષ પૂછો, તો જ તમને ખરો પ્રશ્ચાત્તાપ થયે છે એમ ગણાશે. આથી તેઓએ સઘળા લોકેની સમક્ષ નમ્રભાવે પ્રશ્ન કર્યો. તે સાંભળીને તેમને કહ્યું, ન્યાયની દષ્ટિએ તે તમારો ગમે તેવો ઉદ્દેશ હોય છતાં કૂતરાને જીવ ગયો અને જીવન બદલે તો જીવ જ હોય, એવો વ્યવહારમાં ન્યાય છે; છતાં તમને જે ખરેખરો પશ્ચાત્તાપ થયો હશે તો હું તમને બીજો ઉપાય કહીશ, પરંતુ પ્રથમ તો તમને મારામાં શ્રદ્ધા છે? હું કહીશ તેમ કરવાની તમારી તૈયારી છે, કે ખાલી સાંભળવું છે? આમ ખાલી ગાષ્ટકને માટે મને વખત નથી; તત્કાળ કરવું પડશે, તો તેની તૈયારી થયા પછી આવો. ઉત્તર મળ્યો, હા. આપ જેમ કહેશે તેમ હું જરૂર કરીશ. હું આ બધા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું. જુઓ, ત્યારે એમ કરો કે આ પાસે પડેલું કૂતરાનું ખાધેલું એઠું અન્ન છે. તે તમો પ્રથમ બધાની સમક્ષ ખાઈ જાઓ. તેઓએ તુરત તેમ કર્યું. હવે એમ કરો કે આવતી કાલથી એક કૂતરું પાળો અને તેની રોજ દેવ સમજીને પૂજા કરો. પછી તેને પ્રથમ ખવડાવે અને તે ની એડી થાળીમાં જે તેના ખાવામાંથી બચે તે તમે ખાઓ, આમ રોજ કરશો એટલે તમારા મનમાં હતું પવિત્ર છું તથા કૂતરું અપવિત્ર છે, એવી જે ભાવના થયેલી હતી તે નીકળી જશે કે જે વડે બિચારા કૂતરાને જીવ ગયો. તેવો રાગપાંદે ભાવ છોડીને તેમાં અને પિતામાં સમાન ભાવના જાગૃત ન થાય ત્યાંસુધી તમો આ પ્રાયશ્ચિત્તના ત્રાસમાંથી કદી દુષ્ટશે નહિ, માટે કતરાને પણ પોતાના જેવો જ સમજી તેની સાથે સમાનતાની ભાવના કરો. તેમણે તુરત જ તેનો અમલ કર્યો. આમ કરતાં કરતાં છેવટે તેઓને બધા જ કતરા પ્રત્યે એટલી બધી સમાન ભાવના ઉત્પન્ન થઈ કે જે કોઈ કૂતરો રસ્તામાં પડેલું અન્ન ખાતો તેનના જોવામાં આવે તો તેઓને બહુ દુઃખ હતું અને જો કોઈ લૂખો રોટલો ખાતો હોય તે પોતે ઘેર દોડી જઈ ઘી લઈ આવતે અને કહેતો, બેટા, લૂબે રોટલો ખા મા, તારું પિટ દુઃખશે, આ ઘી હું લાવ્યો છું તે સાથે ખા. આમ તે કૂતરાઓ સાથે એટલો બધો હળી ગયો કે કૂતરાઓ પિતાથી નીચા છે અને હું ઊંચો છું એવી ભાવના પણ તેનાથી ભૂલી જવાઈ અને પરિણામે આખા જગતને સમાન ભાવના વડે જેવાની તેની દષ્ટિ જાગૃત થઈ. આથી તે જંગલમાં વિચરતા ત્યારે ત્યાં પણ હિંસક ગણાતાં પ્રાણીએ તેના મિત્ર જેવાં બની તેનું રક્ષણ કરતાં. સારાંશ, આ રીતે “સામૌન સર્વત્ર
એ ભગવદ્ ઉકિત અનુસાર તે સ્થિતપ્રજ્ઞ(જીવમુક્ત) બની ગયો. આ રીતની સ્થિતિ પ્રાપ્ત થવી એ જ ધર્મશાસ્ત્રનું રહસ્ય સમજાયાનું સાચું ચિહ્ન છે. તે સંબંધમાં એક દષ્ટાંત છે.
શાસ્ત્રને ખરે ભાવાર્થ સમજ્યાનું ચિહ્ન એક બ્રાહ્મણે ચૌદે વિદ્યા સંપાદન કરી અને સર્વ જગાએથી વિજય મેળવ્યા. આમ બહુ માન મળવાથી તેને ઘણું અભિમાન થયું. તે પોતાના દેશમાં આવ્યો, ત્યાં રાજાએ તેને સારે સરકાર કર્યો. બ્રહ્મ કહ્યું. રાજન! તમો મારી પાસે ભાગવતનું શ્રવણ કરે. રાજા વાવૃદ્ધ અને બહેળા અનુભવી હતા, તેમણે