________________
૭૮]
રનિરમતમયે મામાશti [ ઉપાસનાકા કિર૦ ર૯ તેમાં આવી જાય છે. છતાં આમ કહેનાર દ્રષ્ટા પોતે તે આ પ્રકૃતિના કાર્યથી તદ્દન અલિપ્ત જ હોય છે. તે જ પ્રમાણે આ આખું જગત અને તેમાં થતું તમામ કાર્ય એ એક મહાન એવી વિરાટ પ્રકૃતિનું કાર્ય હોઈ તે કાર્ય કરનારાઓ તો તેની ઈદ્રિયરૂપ છે, તેનો સાક્ષી કિંવા કર્તા તો તે સર્વથી તદ્દન અસંગ અને તમામ કાર્યોને કેવળ દ્રષ્ટાભાવ વડે જાણનારો એવો જુદો જ કેઈ છે, કે જે દ્રષ્ટા અથવા સાક્ષીની સત્તા વડે આ પ્રકૃતિ પોતાનું કાર્ય કરે છે. જેમ દેહી ખાવા નહિ આપે અને ઉપવાસને નિશ્ચય કરે તો માં બાપડું સામે પંચ પકવાન પડ્યું હોય તે પણ તે ખાવા શક્તિમાન હોતું નથી અથવા હાથ તે ઉઠાવી શકતા નથી, તેમ આ સાક્ષી પુરૂની આજ્ઞા અને સત્તા વડે જ પ્રકૃતિનું આ તમામ કાર્ય ચાલી રહેલું છે. આ રીતે પ્રકૃતિ તે બિચારી નિર્બળ છે. જેમ શરીરના અવયવો કિંવા પ્રકૃતિના અંશો હાથ, પગ, મેં, ગુદા, આંખ કાન, નેત્ર વગેરે કદી આપસ આપસમાં લડાલડ કરતા નથી, પરંતુ પોતપોતાના કરેલા કાર્યમાં જો કોઈ મુશ્કેલી આવે તો તે નિવારણ માટે પરસ્પર બીજી ઈદ્રિયો તેને મદદરૂપ નીવડે છે. આ આટલું બધું સ્પષ્ટ હાઈ નિત્યપ્રતિ લોના અનુભવમાં આવતું હોવા છતાં પ્રકૃતિનો બોજો પોતાને માથે ઉઠાવી લઈ મનુષ્યો આપસ આપસમાં ઝઘડાઓ કિંવા લડેલડા કરે તો તે કેવી અજ્ઞાનતા ગણાય ? તેની બુદ્ધિમાને જ કપના કરે. આમ પ્રકૃતિની દષ્ટિએ વિચાર કરવામાં આવે તોપણ બધા એકસરખા જ છે. સારાંશ, કાર્યની ઊંચનીચતા ઉપરથી કિંવા હું સ્ત્રી છું, શક છું ઇત્યાદિ પ્રકૃતિના ગુણધર્મ ઉપરથી જે કોઈ પિતાને હું તેવા તેવા પ્રકારની ભાવનાવાળો છું એમ માની બેસે તો તેને માટે શું થાય? કેમકે વાતાવક રીતે તે પોતે આત્મસ્વરૂપ છે. આ પ્રકૃતિ અને તેના ગુણધર્મની સાથે પોતાનો કિંચિત્માત્ર પણ સંબંધ નથી, છતાં પ્રકૃતિનો બોજો પોતાના માથે ઉઠાવી લે તથા તેની નીચ અને મર્યાદિત ભાવના કે જેને શાસ્ત્રકારો આસુરી ભાવના કહે છે તે મનમાં રાખી વગર કારણે આપસ આપસમાં નાના મોટાના ઝઘડાએ કર્યા કરે તેવાઓ જ આના અધિકારી નથી. માટે દરેક મનુષ્ય પોતે આ પ્રકૃતિના ગુણો વડે થનારા કાર્યો એક બીજામાં મિશ્રિત નહિ કરતાં એટલે તે પોતાનાં છે એમ નહિ માનતા તે તે પ્રકૃતિનાં છે, પોતાનો તે સાથે કિંચિત પણ સંબંધ નથી એવા દઢ નિશ્ચય વડે પોતપોતાની ઠરેલી મર્યાદાનુસાર જે કરતે રહે, એટલે જેમ ગુદાસ્થાન પોતાની મર્યાદામાં રહી પોતાનું કામ આનંદથી કરે અને મોટું પણ પોતાની કરેલી મર્યાદામાં સ્થિર રહી પિતાનું કાર્ય કરે છે, તેમ પુરુષની પ્રેરણાનુસાર પ્રકૃતિ પણ પોતપોતાની કરેલી મર્યાદાનુસાર પોતપોતાનું નિયત કાર્ય બિનચુક કરે તો જ તે સુખ પ્રાપ્ત કરી શકે છે. આ બધી ઇંદ્રિો જે પોત પોતાની મર્યાદા છોડી દે તે મનુષ્ય તત્કાળ હેરાનગતિ પામે છે, તેમ છતાત્માને પૂર્વ પ્રારબ્ધવશાત્ પુરુષની ઈક્ષણ સત્તાથી પ્રકૃતિના ત્રણ ગુણે વડે પડેલા રાશી લાખ બે પૈકી જે જે શરીર અથવા આકૃતિ જગતમાં પ્રાપ્ત થયેલી જોવામાં આવે તે બધી આકૃતિઓ અને તેમાં કાળ, દેશવશાત થતાં તમામ કાર્યો પ્રકૃતિનાં છે; માટે તે પિતપતાનું કાર્ય બરાબર રીતે ભલે કરે એમ જાણે તેમાં પોતાપણાનું અભિમાન નહિ રાખતાં હું આ શરીર નથી, સ્ત્રી નથી, શુદ્ર નથી, હલકે નથી કે નીચ ઇત્યાદિ નથી, પરંતુ આ બધો જગતને જે જે કાંઈ વ્યવહાર ચાલી રહેલો જોવામાં આવે છે તે તમામ વ્યવહારને સત્તા આપનારો સર્વને સાક્ષી કિંવા દ્રષ્ટા છું, અથવા સાક્ષીથી પણ પર એવો આત્મા છું, એવા પ્રકારનો અતિ ઉચ્ચ નિશ્ચય રાખવો જોઈએ, છતાં જેઓ દુરાગ્રહ વડે પોતાને હું શરીરાદિ કિંવા વર્ણાશ્રમવાળો છું એવા નીચ નિશ્ચયવાળા માની લે અને પછી સુખની ઇચ્છા રાખે તો તે બળતા અગ્નિમાં પડી શીતળતાના અનુભવની ઈચછા કરનારની જેમ પોતે પોતાના હાથે પોતાનો વિનાશ કરી લેનારો સમજો. આ આત્મહત્યારો પછી ભલે પિતાને મોટો ઉચ સમજતો હોય યા તે અધમમાં અધમ કિંવા સ્ત્રી, શક, ચાંડાલાદિ સમજતો હોય, તે બંને ખરેખર અનાની કિંવ મૂઢ જ ગણાય.
દરેક મનુષ્ય શાસને માટે અધિકારી છે રાજન ! ઉપરના વિવેચન ઉપરથી સિદ્ધ થાય છે કે ગમે તે વર્ણ, ગમે તે આશ્રમ, ગમે તે જાતિ કિંવા ગમે તે અવસ્થાવાળે હોય, સ્ત્રી, શક, ચાંડાળ કે મહાચાંડાળ હેય, વ્યવહાર રાષ્ટએ તે ગમે તે હોય