________________
ગીતદેહન,] જેઓ વિદ્યારત છે (ત જ્ઞાનના અભિમાનથી) અતિ ગાઢ અંધકારમાં પ્રવેશે છે. [ ૪૭
આશ્રમો નહિ કાઢવા પ્રશ્નઃ શું ત્યારે આશ્રમો નહિ કાઢવા જોઈએ? ઉત્તરઃ પોતે જે ધ્યેયને માટે સંન્યાસ લીધો છે તે ધ્યેયની પ્રાપ્તિ થતાં સુધી એટલે આત્મસાક્ષાત્કાર થતાં સુધી તો તદ્દન આવશ્યક એવા ચરિતાર્થનાં સાધન વડે જે સમયે જે આવી મળે તેમાં સંતોષ માનીને રહેવું જોઈએ અને સંગ્રહ તે કદી ભૂલથી પણ કરી નહિ જોઈએ. પ્રશ્નઃ પૂર્વે ઘણું સાધુઓએ આશ્રમો કર્યા હતા તથા તેઓને ઘણું શિખ્યો પણ હતા, તે તે બધાએ ભૂલ કરી હતી કે શું? ઉત્તરઃ આશ્રમો સાધુએ કર્યા હતા નહિ કે સાધકે. જેમણે આત્મસાક્ષાત્કારરૂપ ધ્યેયની પ્રાપ્તિ કરી લીધી હોય છે તે જીવન્મુક્ત જ ખરો સાધુ કહેવાય છે. તેવા જીવન્મુક્તો તે જગતને જરૂર માર્ગદર્શક નીવડે. જેમ કે વસિષાદ્ધિ મહર્ષિએ તથા આધુનિક સમર્થ રામદાસ સ્વામી વગેરે. પરંતુ આજકાલ તો સાધકે જ પોતાને સાધુ માની લઈ આશ્રમના નામે પોતાનો દ્રવ્યાદિરૂપ સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરે છે. જે પોતે જ ડૂબેલો હોય તે બીજાને શી રીતે તારે? માટે બીજાને તારવા હોય તો પ્રથમ પોતે તરવું જોઈએ. પ્રશ્ન : શું ત્યારે આપનું કહેવું એમ છે કે સાધુઓએ લોકેને ઉપદેશ પણું નહિ આપવો જોઈએ? ઉત્તરઃ સ્વામી મહારાજ ! જેણે બેયની પ્રાપ્તિ કરી લીધી હોય છે તે જ સાધુ કહેવાય છે. બેયની પ્રાપ્તિ કરનાર જીવન્મુક્ત સાધુ તે પરમેશ્વર સમાન જ છે. તે તો કદી લોકોને આડે માર્ગે દોરતો નથી. પરંતુ જેઓએ બેયની પ્રાપ્તિ કરી નથી તેવાઓએ તો આશ્રમ કિવા ઉપદેશાદિની વાત જ કરવી નહિ; કારણ તદન ખલું જ છે કે જે પોતે સમજ્યો ન હોય તે બીજાને શી રીતે સમજાવે? વળી શાસ્ત્રો અને પુરાણાદિ સમજાવવાને માટે તે તે શાસ્ત્રના પારંગતે, શાસ્ત્રીઓ પુરાણિકે, કીર્તનકારે ઇત્યાદિ એક વર્ગ જગતમાં હેાય છે જ. તેઓ સ્વાનુભવ એટલે સાક્ષાત્કાર વિનાના હેઈ પોતાની બુદ્ધિ અને તર્ક વડે લોકમાં શાસ્ત્રો અને પુરાણોના અર્થો કરીને વ્યાખ્યાન કરે છે. આવા લૂખા તકવાદને માટે તો આ વર્ગ વ્યવહારમાં અસ્તિત્વ ધરાવે છે જ. તો પછી તેવા અનુભવ વગરના લૂખા તર્કવાદને પ્રચાર કરવાની સંન્યાસીઓને શી જરૂર ? તેમણે તે પોતે ધ્યેયપ્રાપ્તિ કરી લઈ એટલે આત્માનો સાક્ષાત્કાર કરી લઈ પછી પોતાના સ્વાનુભવ સાથે શાસ્ત્રની પ્રતીતિ લોકોને કરાવી તેમને ખોટા એટલે કે સામુદાયિક વા સાંપ્રદાયિક પ્રચારના માર્ગે નહિ પરંતુ સાચા પંથે દોરવા જઈ એ; એટલે જગતમાં આજે કેવળ લૂખા તર્કવાદીઓની જરૂર નથી. પરંતુ યમ, નિયમ તથા સંયમાદિનું પાલન કરનારા અને કરાવનારા આત્માના અનુભવી એવા સાચા સંન્યાસીઓ નિર્માણ થવાની અત્યંત જરૂર છે. આધુનિક મહાત્મા સંત તુકારામ મહારાજે ૫ણું કહ્યું છે કે “આત્માનુભવ વિના હાજી હા નહિ કરો અને જે સત્ય હોય તે જ વદે, આ રીતે જે સત્યાભાષી અને સત્યાશ્રયી હોય તે જ વંદનને લાયક છે.” શ્રીસમર્થ રામદાસ સ્વામી પણ એમ જ કહે છે કે “પ્રથમ આત્માનુભવ કરો અને પછી કહે.” તમામ શાસ્ત્રો તો આ વાત પોકારી પોકારીને કહે છે. પ્રશ્નઃ આપ સાચા સાધુ કોને કહે છે? ઉત્તર: તેમને ઓળખવા એ ઘણું કઠણ છે. તેથી જ સાધુતાના નામે ઢોંગીઓ પણ તેને લાભ લઈ શકે છે. આ બાબત તે દરેક શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. આપ વિદ્વાન છે એટલે તે થકી સારી રીતે જ્ઞાત હશે. (જીવન્મુક્ત સાધુ સંબંધે આગળ સિદ્ધાંતકાંડમાં સવિસ્તર વર્ણન આપવામાં આવ્યું છે તે જુઓ.)
વિષયમાં સંયમ કરો કેટલે કઠણ છે? સ્વામી મહારાજ ! જે સાચું કહેવામાં આવે તે મનુષ્યને ખોટું લાગે, પણ તેટલા માટે હું સત્ય છુપાવું છું એમ જે કાઈ કહે છે તે દાંભિકતા જ ગણાય. આપ સંન્યાસી છે, ઉંમર પણ વધુ જણાતી નથી, તો આપને અનુભવ હશે જ કે વિષયમાં સંયમ કરવો કેટલો કઠણ છે જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર થયો ન હોય ત્યાં સુધી તે દેષ મટો કદી પણ શક્ય નથી, પછી તે માટે આ સિવાય બીજા ગમે તેટલા ઉપાયો કિવા માર્ગોનું અવલંબન કરવામાં આવે. કામાદિ વિષે જીતવા મોટા મોટા તપેરવી અને મહર્ષિઓને પણ કઠણ થઈ પડ્યા, તે શું વીશ વીશ પચીશ પચીશ વર્ષોની ઉંમરને શિષ્ય સંન્યાસ લઈને આપની પાસે રહેલા છે તેઓ જીતી શકયા છે એમ કહેવાનો તમારો ઉદ્દેશ છે? તેને આપ પોતે જ