________________
મતદોહન ] તે અવિવાથી મૃત્યુને તરે છે તે વિવાથી અમૃતત્વને મેળવે છે. [ પપ એવા સ્વતઃસિહ એક જ આત્મા જ્ઞાન અને અજ્ઞાન તેમજ તેને જાણનાર એમ ભિન્ન ભિન્નરૂપે બને છે. જેમ પ્રકાશને અંધારું કદી પણ જોઈ શકતું નથી. તેમજ અંધારાને પણ પ્રકાશ કેવો હશે તેની ખબર હેતી નથી. વળી ઉપરના દષ્ટાંતમાં દાડમને મેસંબી, સંતરું કિવા લીંબુરૂપે જાણનારે તે અજ્ઞાની જ કહેવાય. કેમકે ત્યાં મોસંબી, સંતરું કિંવા લીંબુ કદી હતાં જ નહિ. જે વસ્તુ હતી જ નહિ, તેને સાક્ષી પણ કેવો અને કયાં હોય? એટલે જેમ બી તેવો અંકુર હોય છે તેમ અજ્ઞાનરૂપ કાર્યનું બી પણ અજ્ઞાન જ હોય, એવો ન્યાયશાસ્ત્રનો પણ નિયમ છે. આ નિયમાનુસાર ત્યાં મોસંબી, સંતરું કે લીંબુ કદી હતું જ નહિ, તેથી જે કદી હતું જ નહિ તેને જાણનારો પણ તેના જેવો જ હોય, એ પણ રવાભાવિક રીતે સિદ્ધ થાય તેમ છે. એટલે “છે' ને જાણવાવાળો છે'રૂ૫ તથા “નથી’ને જાણવાવાળો “નથી'રૂપ જ હોઈ શકે. કેમકે “છે' અને “નથી' એ બંને પ્રકાશ અને અંધકારની જેમ પરસ્પર વિરુદ્ધ ભાવે છે, તેથી પ્રકાશ જેમ અંધારાને અને અંધારું જેમ પ્રકાશને કદી પણ જાણી શકતું નથી, તેમ આ “છે અને “નથી” એ બંને પરસ્પર વિરુદ્ધ તો હોવાથી “છે ને “નથી” અને “નથી” ને “છે' એ કદી પણ જાણી શકે નહિ. પરંતુ ઊલટું છે હોય ત્યાં “નથી” નું અસ્તિત્વ હેતું નથી અને “નથી હેય ત્યાં “છે' નું અસ્તિત્વ કદાપિ હેઈ શકે નહિ. આ ન્યાયાનુસાર ઉપરના ઉદાહરણની અંદર કહેલા દાડમને તે લીંબુ, સંતરું ય મોસંબી છે એવું કહેનારો અને તેમ કહેવાની બુદ્ધિ બેટી પ્રેરણા આપનારો તેનો દ્રષ્ટા વા સાક્ષી પણ ખાટો જ કેાઈ છે. જેમ પ્રકાશ થતાંની સાથે જ અંધારું એકદમ ક્યાંયે અદશ્ય થઈ જાય છે તેમ આ દાડમ છે, એવું સાચું જ્ઞાન આપનાર અને બુદ્ધિને તેવી પ્રેરણ કરનારાનો ઉદય થાય ત્યારે તેને આ લીંબુ, સંતરું, કિંવા મોસંબી છે, એમ કહેનારે તથા તેની દષ્ટિએ જોવામાં આવેલ મેસંબી, સંતરું, લીંબુ વગેરે વસ્તુઓને મૂળ સહિત તદન નાશ થાય છે, એ બાબત સારી રીતે સમજી શકાશે. હવે દાડમને તે મોસંબી, સંતરું કિવા લીંબુ છે એમ કહેવાથી કાંઈ હાનિ પહોંચતી નથી કિવા તે કાંઈ તે રૂપે કદી બની જતું નથી. તેમ તે મોસંબી, સંતરું વિા લીંબુ નથી પણ દાડમ છે, એમ કહેવાથી કાંઈ તે દાડમ થઈ ગયું એમ પણ નથી. તે તો પોતાના અસલ સ્વરૂપમાં જ સ્થિત હતું, છે અને હશે. તેના સ્વરૂપમાં કદી સહેજ પણ વિકાર ઉત્પન્ન થતો નથી. એટલું જ નહિ પરંતુ તેને કઈ લીંબુ, સંતરું, મોસંબો ઈત્યાદિ જુદા જુદા ખોટારૂપે તથા આકારે ઓળખનારા કિંવા જાણનારા છે અથવા હું દાડમ છું એવા એક આકારે જાણવાવાળો કાઈક છે, તેની પણ ક૯૫ના હોતી નથી.
જીવ અને ઈશ્વર એટલે શું ? ઉપરના આ ઉદાહરણ પ્રમાણે દાડમને જેમ લીંબુ, સંતરું આદિ રૂપે જાણવું એ અજ્ઞાન છે, તેમ આત્માને આ જગતાદિ અનંત નામ, રૂપે વડે જાણવું તે અજ્ઞાન હોઈ તેને જાણનારો તે જીવ કહેવાય. તેમજ જે તેને આ લીંબુ, સંતરાદિ નહિ પણ દાડમ છે, એવા એક સાચા રૂપે જાણે છે તે જ્ઞાન કહેવાય; તેમ આ ભિન્ન ભિન્ન અનંત રૂપે ભાસનારું જગતાદિ દશ્ય બિલકુલ છે જ નહિ પરંતુ પોતા સહ આ બધું એક આત્મસ્વાપ છે એવું જાણવું તે સાચું જ્ઞાન હોઈ તેવું જાણનારો તે જ ઈશ્વર કહેવાય. આથી મિયાને જાણનારો મિથ્યા અને સત્યને જાણનારો સત્ય; એ ન્યાયનસાર આત્માને અનાત્મરૂપે જાણનારો જીવ અનાત્મારૂપ હેતે મિથ્યા જ કરે છે તથા આત્માને આત્મારૂપે જાણનારો ઈશ્વર સત્ય ઠરે છે. આ આત્માને જ લોકે સમજી શકે તેટલા માટે બ્રહ્મ, ચૈતન્ય, પરમેશ્વર, પરા, સ, ઋત, અમૃત ઇત્યાદિ અનેક સંજ્ઞાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે.
સર્વાત્મભાવ શી રીતે સિદ્ધ થાય ? આ આત્માને જ બૌદ્ધ, અહંત તથા ચાર્વાક આદિ અનેક સંપ્રદાયિકે અથવા જગતમાં ઈસાઈ, મુસલમાન, પારસી, યહૂદી વગેરે જેટલા પ્રકારના લોકે છે તે સર્વે પોતપોતાની માન્યતા પ્રમાણે નામરપાદિ વડે ઉપાસી રહ્યા છે. આમ જાણપણે કે અજાણપણે જગતમાં બધે એક આત્માની જ ઉપાસના ચાલી