________________
૪]
सम्भूतिं च विनाशं च यस्तद्वेदेाभयसह ।
[ ઉપાસનાકાડ કર૦ ૨૫
અવ્યક્તપ્રકૃતિ દશ ક વૃક્ષાંક ૪ નહિ પરંતુ આત્મરૂપ વૃક્ષાંક ૧ દર્શાક છે એમ સમજવુ. આગળ વૃક્ષ અ આપવામાં આવેલ છે તે જીએ), જ્યારે ઉપાસક તેા પોતે વ્યક્ત હોય છે, વળી મૂળ અભ્યાત એવા આ પરમાત્મા જ ચરાચર વ્યકતરૂપે બનેલા છે; પરંતુ જ્યાં સુધી ઉપાસકને તેના મૂળ અવ્યકત સ્વરૂપનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી તેની ઉપાસના કદાપિ સિદ્ધ થઈ શકતી નથી. આમ હવાને લીધે પ્રશ્ન એ ઊઠે છે કે વ્યક્ત ઉપાસકે અવ્યક્ત એવા પરમાત્મસ્વરૂપની ઉપાસના કેવી રીતે કરવી ? વ્યકત વ્યકતની ઉપાસના તેા કરી શકે, પણ અવ્યકતની કેવી રીતે કરે? આથી એક તા . પેાતે અવ્યક્ત બનવું જોઈ એ અર્થાત્ હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ તમામ ભાવાને પોતાસહ વિલય કરવા જોઇએ, કિવા મા જે જે કાંઈ દેખાય છે, તે સ પરમાત્મા જ પોતે તે તે સ્વરૂપે અનેàા હૈાવાથી આત્મરૂપ છે, કાયા, વાચા, મન ઇત્યાદિ વડે જે જે કાંઈ કમ થાય તે પણ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવી ભાવના રાખી પોતાસહ સર્વાત્મભાવને અભ્યાસ કરવા જોઈ એ અથવા તે તેમ કરવાને જેએ શકિતમાન નથી, તેઓએ આ વ્યકત પૈકી ગમે તે એક આકૃતિ કે જે પોતાને પ્રિય ડે.ય તે આકૃતિને લઈ તે જ સર્વત્ર વ્યાપેલી છે એવી રીતના સર્વાત્મભાવ વડે એક નિષ્ઠાથી તેની ઉપાસના કરવી જોઈએ. આમ પેાતાના ઉપાસ્ય દેવતા સિવાય પોતાની દૃષ્ટિમાં બીજો કાઈ છે જ નહિં એવા દૃઢ નિશ્ચય રાખીતે એકત્વ ભાવથી ઉપાસના કરવી, પછી તે ઉપાસ્ય દેવ રામ, કૃષ્ણુ, શિવ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય, દેવી ઇત્યાદિ પૈકી ગમે તે હોય ! અર્થાત્ રામના ઉપાસકે રામની મૂર્તિ એ જ એક સાચી અને બીજું બધું ખાટું, કિવા, કૃષ્ણના ઉપાસકે કૃષ્ણ જ સાચા બાકી બધા ખોટા એવા દુરાગ્રહ રાખવા નહિ, પરંતુ બીજાએ ભલે તેને રામ કડે, ચિત્ર કહે, વિષ્ણુ, ગણેશ વગેરે કહે, પરંતુ રામ પણુ કૃષ્ણનું જ રૂપ છે, શિ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય એ બધાં કૃષ્ણનાં રૂપો છે, એવા નિશ્ચય વડે તેણે સર્વાત્મભાવને અભ્યાસ કરવા. સારાંશ, કૃષ્ણભકતે કૃષ્ણે વ્યતિરિકત હું, તું, તે, આ ઋત્યાદ્વિ પ્રકારની અંતઃકરણમાં બીજી કેાઈ પણ ભાવના ઊઠવા જ નહિ દેવી અને કદાચ ઊઠે તે તેને તુરત તે કૃષ્ણરૂપ છે એવા પ્રકારની એકનિષ્ઠામાં સ્થિત રાખી અનન્ય ભાવે પોતાસહ સર્વને ભૂલી જવું એટલે આ મધુ કૃષ્ણરૂપ છે અને હું પોતે પણ કૃષ્ણરૂપ જ છુ એવા પ્રકારે પોતાસહ સ ભાવાને ભૂલી જવું. આ પ્રમાણે રામભક્ત રામપ, વિષ્ણુભકતે વિષ્ણુરૂપ, ત્યાદિ નિશ્ચયવર્ડ પોતપોતાના ઉપાય દેવતાની ઉપાસના કરવી; આવી ઉપાસના એ જ સાચી ઉપાસના છે. આવા પ્રકારે એકત્વની ભાવના સિવાયની થતી તમામ ઉપાસનાઓને ઉપાસના નહિ પરંતુ દાંભિકતા સમજવી. “એવની ભાવના સિવાય થતી બીજી બધી ઉપાસના તદ્દન નિરક છે. તે વધુ ઐહિક અને પારલૌકિક એમ બંને પ્રકાર પૈકી કઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી, એટલું જ પરંતુ આવી દૃઢ નિશ્ચયરૂપ ઐક્યભાવના થયા સિવાય બીજા કાઈ પણ પ્રકારે પરમાત્માને સાક્ષાત્કાર અથવા ભગવદ્દન થવાં કદી પણુ શકય નથી, એમ નિશ્ચયપૂર્વક સમજો. આ વાત ડું તમને પ્રતિજ્ઞાપૂર્વક કરી ક્રીથી કહુ છું.” રામકૃષ્ણાદિની ઉપાસના શા માટે કરવી ?
નહિ
રાજા ખેલ્યાઃ મહાત્મન્ ! આપની સચાટ અને અમૃતમય એવી વ્યિ વાણી સાભળીને કદી પણ તૃપ્તિ થાય તેમ નથી. આપે કહેલી ઉપાસનાની રીતે તેા જગતમાંની કાઈ પણુ વસ્તુ અથવા આકાર લઈ તે ઉપર એકત્વભાવતા નિશ્ચય કરીતે તેવા અભ્યાસ દૃઢ કરવામાં આવે તેપણ કાર્ય સિદ્ધ થઈ શકે તેમ છે, તે પછી શાસ્ત્રમાં રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, સૂર્ય, દેવી ઇત્યાદિ દેવતાઓનાં નામેા વડે જ ઉપાસના કરવાનું કેમ કહ્યું છે ?
આયભાવના એ જ ઉપાસનાનું સાચું' લક્ષણૢ છે.
હે રાજન! સાંભળ. વ્યવહારમાં જેનુ જે નામ હેાય તેને તે નામ વડે જો ખેલાવમાં આવે તા તેનો તુરત પ્રત્યુત્તર આપવામાં આવે છે.પણ બીજા નામેા વડે ખેલાવીએ તે। તેને પોતાને પણ ખાર હતી નથી કે મને કાઈ ખેાલાવે છે. તેથી તે જ્યાં સુધી ખેાલાવનારનો એ સ``ત સમજે નહિ ત્યાં સુધી સાંભળવા છતાં પશુ ઉત્તર આપી શકે નહિ. તેમ જગતમાં એક બ્રાસના તસુખલાંથી તે ઠેઠ માટા પહાડ સુધીની તમામ