________________
ગીતાહન] જે ભક્ત (દક્ષ)ને અવ્યક્ત (અદશ્ય) એ બેને આત્મરૂપે એક સાથે ઉપાસે છે; [ ૬૫ વસ્તુઓ; આંખો વડે જોવામાં આવે છે, કાન વડે સાંભળવામાં આવે છે, ત્વચા વડે સ્પર્શવામાં આવે છે, નાક વડે સંધવામાં આવે છે, કિંવા જીભ વડે રસનું ગ્રહણ થઈ શકે છે, તેવા કાયિક, વાચિક અને માનસિક તમામ ભા; જેને હું, તું, તે, આ, મારું, તારુ, તને, મને, ઇત્યાદિ વડે નિર્દેશ થઈ શકે છે તે પૈકી ગમે તે એક લઈ તેમાં સર્વ અનેકત્વને એકત્વભાવ કરી દે; આ જ ખરું ઉપાસનાનું રહસ્ય છે. પણ તેમાં જે આકારોએ પોતાના દેહમાં જ સર્વાત્મભાવને સાક્ષાત્કાર કર્યો હોય તેવા જીવમુક્ત આકાર અથવા કર્મયોગી યા જ્ઞાનયોગી મહાપુરુષો સાક્ષાત્ દેવતારૂપ જ બનેલા હોય છે. પોતે આત્મરૂપ છે અને આ બધું પણ પોતાનું આત્મસ્વરૂપ છે રખેવા પ્રકારનો નિશ્ચયપૂર્વક તેઓએ જાતે અપરોક્ષ અનુભવ લીધેલ હોય છે, તેથી જેમ વ્યવહારમાં રામ નામના કાઈમેટા સમજુ મનુષ્યને આપણે તારું નામ રામ છે ને ? એવું કહેતાંની સાથે તે તુરત જ હા કહેશે, પણ કોઈ અજ્ઞાની બાળકનું નામ દઈને ગમે તેટલા વખત તેને બોલાવવામાં આવશે તે તે સમજી શકશે નહિ. આ પ્રમાણે આત્માનો અપરોક્ષ અનુભવ કરેલા જીવન્મુક્ત મહાત્માએ અખંડ એકાકાર વૃત્તિના અનુભવમાં જ સ્થિર હોવાથી તેમની આકૃતિ નજર સામે રાખીને તું જ આત્મા છે, તે જ આ સર્વરૂપે પ્રતીતિમાં આવે છે. તારા સિવાય બીજું કંઈ છે જ નહિ. હું તું, તે, આ ઈત્યાદિ સ્કૂલ અને સૂક્ષ્મ શરીર, વાણી અને મન વડે જે કંઈ પ્રતીત થાય છે તે સર્વ, તારું જ રૂપ છે; એવી રીતના નિશ્ચય વડે સર્વાત્મભાવ સિદ્ધ કરી સર્વ ભાવેને પોતાસહ ભૂલી જવું અથવા પોતાના એક ઇષ્ટમાં જ અનન્ય રીતે એટલે જુદાપણાની ભાવનાને ત્યાગ કરીને એકરસ (તન્મય) બની જવું. આમ કયભાવે થનારી જીવન્મુક્તની ઉપાસના જલદી સાધ્ય થઈ શકે છે. તેવા જીવન્મુક્તોમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા, ગણેશ, સૂર્ય, દેવી ઇત્યાદિ મહાદેવ; ઈન્દ્ર, વરુણ, કુબેરાદિ દિફપાલ; રામ, કૃષ્ણ, સિંહ, વરાહ, વામન ઇત્યાદિ અવતારો તેમ જ પ્રથમ થઈ ગયેલા અને ચાલુ સમયે હોય તે આત્મસાક્ષાત્કારી બ્રહ્મનિષ મહાત્માઓ ઈત્યાદિ તમામનો સમાવેશ થાય છે, અને એટલા માટે જ આવા મહાત્માઓ જીવતા જાગતા દેવતા ગણાય છે. સારાંશ એ કે, જીવન્મતોની ઉપાસના જલદી સાથે થઈ શકે એવી હોવાથી શાસ્ત્રોમાં તેમનાં નામરૂપાનાં વર્ણને વર્ણવેલાં હાઈ સર્વાત્મભાવે તેની ઉપાસના કરવા જણાવેલું છે અને આનું નામ જ ભક્તિમાર્ગ એમ કહ્યું છે. સાંખ્ય કિવા જ્ઞાનમાર્ગમાં આ
બધું આત્મા છે એ અભ્યાસક્રમ છે; ત્યારે ભકિતમાર્ગમાં આ બધું પિતાના ઇષ્ટદેવનું જ સ્વરૂપ છે એવી • રીતને અભ્યાસક્રમ કહ્યો છે. તે વસ્તુતઃ તો એક જ છે, કર્મવેગ પણ આનું નામ જ છે, ઉપાસનાનું આ સાચું રહસ્ય છે. વાસ્તવિક રીતે તે શાસ્ત્રોમાં ઝઘડા જેવું કંઈ છે જ નહિ, ઊલટું ઝઘડાઓ મટાડવાને ઉદ્દેશ જ તેમાં તરી આવે છે, છતાં ખરેખર જેનો ઉદ્દેશ સાચી ઉપાસના કરવાનો ન હોય અને મનમાં અનેક કામનાઓ તથા વિદ્યા, ધન અને સકુલાદિને મનમાં મદ રાખી પુત્રષણ, વિર્તવણુ અને લકૅષણ મેળવવી એ હોય અને તેવી સ્વાર્થબુદ્ધિ સાધવા માટે ઉપરથી ભક્તમાં ગણાવવાના ઉદ્દેશથી લોકોમાં ઉપાસનાના નામે ઢોંગ જ કરવામાં આવતા દેય અને પછી ઉપાસના સિદ્ધ થવાની આશા રાખવામાં આવે છે તે કેવળ દાંભિકતા જ ગણાશે. તસ્માત કેવળ ભગવાનના સ્વરૂપનું દર્શન અથવા આત્મસાક્ષાત્કારની ભાવના રાખી,
પર કહેવામાં આવ્યું તેવા પ્રકારની ઉપાસના કરવામાં આવે, તે નિશ્ચયપૂર્વાક સમજ કે તેની ઉપાસના લાંબો કાળ નહિ જલાં થોડા સમયમાં જ સાક્ષાત્કાર કરાવી આપે છે. એવી ઉપાસના જ એજ્યભાવ વધારે છે અને બપણાની ભાવનાઓ મટાડે છે. સર્વાત્મ પણની ભાવના જાગૃત કરે છે, સત્ત્વગુણની વૃદ્ધિ કરે છે, અહંકારનો દિનપ્રતિદિન નાશ કરે છે, બુદ્ધિ, નિર્મળ અને પવિત્ર કરે છે, અંતઃકરણ શુદ્ધ કરે છે, ચિત્તને હંમેશાં અખંડ એકવની ભાવનામાં જ સ્થિત કરે છે, વ્યવહારનાં અનેક ઐહિક સુખોપભોગે તથા વિષયભોગે સંબંધમાં અંતઃકરણમાં અરુચિ પ્રકટ કરે છે, શત્રમિત્રાદિ ભાવનાઓને નષ્ટ કરે છે અને મોટામાં મોટા શત્રુને પણ મિત્રરૂપે બનાવે છે. ગમે તેવા દુઃખમાં પણ જે આનંદમાં જ મમ રડે છે, સુખ જેને હર્ષ ઉપજાવી શકતું નથી; ટૂંકમાં સુખ, દુઃખ, શત્ર, મિત્ર, હું, તું, તે, આ વગેરે સમસ્તભાવોમાં જે એકત્વની વૃત્તિ સિવાય બીજું કંઈ દેખતે જ નથી અને જે જગતને સર્વ વ્યવહાર જીવન્મુક્ત બની નિષ્કામ રીતે યંત્રવત કરે છે, તે જ ખરો ભક્ત કિવા ઉપાસક છે બાકી બધો દંભ છે, એમ જાણે,