________________
ગીતાહન ] તેને સત્યધમી પૂષન! રવરવરૂપ (જ્ઞાન)ના દર્શનાર્થે ચૈતન્યપ સાધનથી ઉધાડ. [ ૭૧ બધા તો તેને નાળિયેર જ દેખશે અને નાળિયેરનું જ્ઞાન ન હોય તેઓના જોવામાં તો જોકે નાળિયેર જ આવશે, પરંતુ તેને જ તેઓ જુદા જુદા નામરૂપે ઓળખશે ! કિવા આંધળાઓમાં તો તે સંબંધે કેવા પ્રકારના અને કેટલા વાદવિવાદે થશે તેની તે કલ્પના પણ કરી શકાય તેમ નથી, અથવા તો એમ કહેવું પડે છે કે દરેક જેનારની દૃષ્ટિએ જો તેમાં જુદાં જુદાં રૂપો દેખાયાં તે તે બધાં જ તેમાં હોવાં જોઈએ. આ સંબંધે આંધળાઓને હાથીની ઓળખનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, જે અર્થે ભગવદગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, યોગયોગ ઈત્યાદિ અનેક યોગે લોકોના જોવામાં આવે છે, તો તે બધું મળીને ગીતા કહેવાય, નહિ કે એકલા એકાદ યોગ વડે. અકેકા યોગનો દુરાગ્રહ પકડીને જે ગીતાનો વિચાર કરવામાં આવે, તો તેનો અર્થ ફકત એટલો જ કે પિતાને પિતાના આખા શરીરરૂપે નહિ માનતાં હું તે કેવળ એક હાથ જ છે એમ શરીરને બદલે અકેકા અવયવરૂપે માની લેવા સમાન છે, એમ જાણવું. આમ જેટલા જેટલા વિષયો ગીતામાં છે એ સંબંધે લોકોમાં વાદે ચાલે છે તે સર્વ તેમાં હોવા જોઈએ. આ બધા યોગો મળીને જ એક આખી ગીતા થાય છે, તેથી તે પૈકી એકાદ માર્ગ કિંવા યોગનો દુરાગ્રહ પકડવો એ તો એક મૂઢતા રૂપ જ લેખાશે, આ રીતે આ પક્ષનો અંગીકાર કરવામાં આવે તેપણ વિતંડાવાદ કિંવા ઝઘડાઓનું પ્રયોજન રહેતું જ નથી. કારણ કે જે વસ્તુ જેમાં ન હોય તે તેમાં દેખાય જ નહિ અથવા તો નહિ હોવા છતાં પણ જે દેખાવમાં આવે તો તે નેત્રદોષ ગણાય. જેમ કમળો થયો હોય તે પીળું નહિ હોવા છતાં બધે પીળાપણું જ દેખે, અથવા ભ્રાંતિને લીધે બે ચંદ્ર જોવામાં આવે છે, કિંવા નશાના ઘેનમાં બે દીવાઓ દેખાય છે, તેમ ગીતા સંબંધમાં ખોટા અર્થો કરનારાઓને માટે પણ સમજે. તેમાં જેટલા પંથે કિંવા માર્ગો જણાતા હોય અને તે જોનારાઓ જે નેત્રદોષ વગરના હોય તો પછી તેઓને જે જે દેખાયું તે તે બધું તેમાં છે જ અને તે બધું મળીને જ ગીતા એવી સંજ્ઞાને તે પાત્ર થઈ શકે. તે પૈકી એકાદ પંથ વા માર્ગને દુરાગ્રહ રાખી ગીતા તેનું જ પ્રતિપાદન કરે છે એમ કહેવું તે તદ્દન મૂઢતા ગણાશે, અથવા જેનારાઓમાં નેત્રદેવ હશે તે તેમને જે જે કાંઈ દેખાય છે તે પૈકી તેમાં કશું છે જ નહિ. આ રીતે આ શાસ્ત્ર નિર્ણય સંબંધમાં શાસ્ત્રને દોષ નહિ પરંતુ જેનારાઓને જ દોષ સ્પષ્ટ તરી આવે છે. આથી આ બંને પ્રકારના વાદો નિરર્થક , હાઈ શાસ્ત્રનું ખરું રહસ્ય તો તે સમજી શકયો ગણાય કે જે સમતા પ્રાપ્ત કરી શકો છે. આવી સમતા
જીવન્મુક્તિ વડે જ પ્રાપ્ત કરી શકાય છે.
સમતા તે આનું નામ સમતા એટલે સમાનપણું. જેમ માતાને ચાર બાળકો હોય છતાં તેને તો દરેકના ઉપર સમભાવ હોય છે, તેની દૃષ્ટિએ નાનાપણું કિંવા મોટાપણું હોતું નથી, પરંતુ આ સમતાને અર્થે તે એમ કરવા માગે છે મારી તે દરેક છોકરા પ્રત્યે સમાનતા છે; માટે નાનો છોકરો અરધો રોટલો ખાઈ શકે છે તો બીજાઓને પણ હું અરથી જ આપીશ, કિંવા માટે બે રોટલા ખાય છે તેથી દરેક છોકરાએ બે બે રોટલા જ ખાવ પડશે, આમ ખાવા ઉપર જે સમતાને ઉપયોગ કરવામાં આવે તો તે એક મૂખપગુંજ ગણાશે. આવા પ્રકારે સમતાની વ્યાખ્યા કરનારાઓ તેઓના અનુયાયીઓ તથા પ્રચારકે જગતમાં વર્ગવિગ્રહ, વર્ગવિગ્રહ, જા - વિગ્રહ કે આંતરવિગ્રહ નિર્માણ કરી રહ્યા છે, એમ જાણવું, કેમકે તે દ્વેષમૂલક છે. એટલે અને જેને જેટલું જોઈએ તેટલું આપવું જરૂરનું હોઈ તેનું નામ જ સમતા ગણાશે, તેમ જ જે કઈ નીતિ, ન્યાયનું ઉલ્લંઘન કરી કુકર્મો કરતો હોય તો તે વખતે તેને શિક્ષા આપવી એ જ સમતા ગણાશે. કિવા દ્રવ્યની વહેચણી વખતે તેમને સરખે હિ વહેંચી આપવું એ સમતા ગણાય, કેમકે ક્ષમા એ વ્યવહારમાં મોટે સગુણ છે, પર: સજજનોની સાથે વ્યવહાર કરતી વખતે તે હંમેશને માટે સદગુણરૂપ છે, પણ દુર્જનોની સાથે વ્યવહાર કરી વખતે નિત્યંપ્રતિ ક્ષમા એ દુર્ગણુરૂપ કરે છે. સારાંશ, સમતા એટલે જેની તેની મર્યાદામાં જેને તેને રાખ તે જ ખરી સમતાનું રણ છે. વળી કાર્ય ગમે તે હે, માનસિક અને આમીયતાની ભાવના ખીલવવી એ જ સમતાનું મુખ્ય ધ્યેય તબ્ધ કહે કે ગમે તે કહો, પૂર્વપરંપરાથી જેને માથે જે જે સમયે જે