________________
વિમેન પાત્રા સચારિતૈ મુલમાં [ઉપાસનાકા કિર૦ ૨૬ આ કલિયુગ પૂર્ણ થતાં સુધી મેં તેમને પૃથ્વી ઉપર ચિરંજીવ જ રાખ્યા છે. તેઓ જંબુદ્વીપના ભરતખંડ મધ્યે આવેલા હિમાલય પર્વતના કલાસ શિખર નજીક આવેલા ગંધમાદન પર્વત ઉપર નિવાસ કરીને રહે છે, છતાં આ વાદ કરનારાઓ તેમણે રચેલાં શાસ્ત્રો સંબંધે તેમની આરાધના કરીને તેમને પૂછતા નથી અને ખોટા ખોટા વાદો જ કર્યું જાય છે. આજે જ થાય છે એમ નથી પરંતુ પહેલાં પણ આમ જ ચાલતું હતું. તેથી મેં કલિયુગમાં શંકરાચાર્ય, જ્ઞાનેશ્વર, તુકારામ, કબીર, નરસિહ મહેતા, રામદાસ, તુલસીદાસ વગેરરૂપે અવતાર લઈ તેઓ દ્વારા લોકે મારા પરરવરૂપનો સાક્ષાત્કાર કરી ઐયભાવની પ્રાપ્તિ કરે એવા ઉદ્દેશથી શાસ્ત્રોનું પ્રાકટ્ય કર્યું છે. આજકાલ ભગવદ્ગીતા સંબંધમાં તો જગતમાં મોટે ઊહાપોહ મચી રહેલ જોવામાં આવે છે. મેં જાતે કહેલા અર્થાત્ મારા સ્વરૂપ છે એવા અપીધેય વેદો તથા અતિમૃત્યાદિને પણ લોકો જાણતા નથી અને તે કરતાં પણ આ ગીતાને વધુ મહત્ત્વ પ્રાપ્ત થયેલું છે, તેથી સર્વ શાસ્ત્રનો સારભૂત સિદ્ધાંત શો છે તે આ ગીતા દ્વારા સમજાવવાને અર્થે આજે આ બધી સભા એકત્ર થયેલી છે. તેમાં મારા પરઅપરરવરૂપનો સાચો બોધ પ્રાપ્ત થાય અને જગતમાં ચાલતા તમામ ખેટા ઝઘડાઓનો અંત આવે તથા ચાલુ યુગના શાસ્ત્રોના અભ્યાસી લેકે પણ સારી રીતે સમજી શકે એટલા માટે ભગવદ્ગીતાનું સાચું રહસ્ય સર્વે શ્રતિરકૃતિ તથા પુરાણોપપુરાણાના સારરૂપ એવું શાસ્ત્રદોહન સાથેનું મહર્ષિ વસિષ્ઠ તથા આચાર્યવયમાં શ્રેષ્ઠ એવા શ્રીવેદવ્યાસાચાર્ય રમત્રે કહી સંભળાવશે, તે તમે સ્વસ્થ ચિત્તે સાંભળે અને તેને લોકક૯યાણાર્થે જગતમાં પ્રકટ કરો. ભગવાનનું વચન સાંભળીને મેં કહ્યું કે હે દેવાધિદેવ ! હું આપની આજ્ઞા શિરસાવંધ કરું છું, પરંતુ હું તે તદ્દન અજ્ઞાની, મૂઢ અને પામર છું. વળી હું કાંઈ પંડિત કે વિદ્વાન પણ નથી. આ ગીતાનો તે મારો કોઈ દિવસ અભ્યાસ પણ નથી. તે આવી પરિસ્થિતિમાં મારા જેવાનું શું ગ? જે કાર્ય કરતાં મોટામોટા થાકી ગયા ત્યાં મારા જેવાનો શો હિસાબ ! ભગવાન બોલ્યા, અરે જયાં મારી કૃપા હોય ત્યાં તમારે શું કરવાનું હોય છે તે તો હું જ કરીશ. તમે ફક્ત મારા પ્રણવનું ધ્યાન કરીને કાર્યની શરૂઆત કરશો કે બધું મરણ થઈ જશે. અને તમારી પાસે બેઠેલા નરસિહ મહેતા, તુકારામ, કબીર, જ્ઞાનેશ્વર વગેરે ક્યાં ભણવા ગયા હતા ? વળી તેઓના કાળમાં તો લોકો આજના કરતાં શાસ્ત્રના વધુ અભ્યાસક હતા. આજે તો શાસ્ત્રાભ્યાસનું નામ જ ક્યાં છે? પરંતુ આજકાલ લકે ભગવદ્દગીતાને વધુ માને છે, તેને નિમિત્તરૂપ કરીને તેના આધારે સર્વ વેદ, વેદાંગાદિ વિદ્યાનાં ચૌદ પ્રસ્થાન દ્વારા વેદનાં મહાવાક્યોનો સાચો સંદેશ તમારે અત્રેથી લઈને અજ્ઞાની લોકોના કલ્યાણાર્થે જગતમાં પ્રગટ કરવાનો છે, કારણ કે ગીતા એ સર્વશાસ્ત્રોના સારરૂપ છે. મેં તેમની આજ્ઞા શિરસાવંઘ કરી ભગવાનને સાષ્ટાંગ નમન કર્યું. ત્યાં ભગવાને મારા મસ્તક ઉપર હાથ મૂકો, આથી જાણે ભગવાનનો જ મારામાં સંચાર થયો ન હોય તેમ સર્વ શાસ્ત્રદેહને મારી નજર સામે દેખાવા લાગ્યું. તેથી મેં ભગવાનને વિનંતિ કરી કે પ્રભો ! આપની કૃપાથી હવે મને કાંઈ ભય નથી. આપની કૃપા વડે મને જે અંતઃકૃતિ થવા પામેલી છે, તેથી હું જ એ સર્વ સ્કૂરણ બ્રહ્મવિદોની આ સભામાં કહી સંભળાવીશ, તેમાં જ્યાં મારા કથનોમાં અર્થરહિતપણું જણાય તે મારી ભૂલે સર્વ વિઠઠય સુધારી લેશે. આમાં સર્વનું અનુમોદન મળ્યું. સાક્ષાત ભગવાનની જ જ્યાં પ્રેરણું થાય, ત્યાં શું પૂછવું? મેં તો સભામાં બેઠેલા સાક્ષાત ગણેશ, સરસ્વતી, સદ્ગુરુ, ભગવાને તથા સર્વે મહાસ તેનું ધ્યાન કરી પ્રત્યક્ષ નમન કર્યું અને ન જાતિએ લેક બોલી કથનનો આરંભ કર્યો, અને મારું બબડું, તોતડું બોલવું, સર્વે સભાસદે આનંદ અને પ્રેમથી સાંભળતા હતા. તેમાં ભગવાને પોતે, બ્રહ્મા વિ આદિ અને ગણેશ સૂર્યાદિ દેવતાઓ; મહર્ષિ વસિષ્ઠાદિ તેમ પાસાચાર્યજી તથા સાંખ્યાયનાદિ આચાર્યો અને માતા સરસ્વતી, ત્રિપુરસુંદરી તથા ઉદ્દાલક, અષ્ટાવક્રાદિ અન્ય ઋષિઓ તેમ જ જનકાદિ રાજર્ષિ ઇત્યાદિકાએ જે જે સૂચનાઓ કરી તે પણ બધી સાંભળી લીધી. આમ આઠ દિવસ ક્રમ ચાલ્યો.નિત્યપ્રતિ આ અધ્યાત્મ વિષયની ચર્ચા અને તે પણ મહર્ષિઓની સભામાં અને વળી મારા જેવા અનાડી પાસેથી. સ્વપ્નમાં પણ મને આ વાતનું મોટું આશ્ચર્ય થતું હતું તે પછી જાતિમાં થાય તો નવાઈ રહી ? બધું સંપૂર્ણ થયું.
*પૃથ્વી ઉપર ચાલતા અહીં જેઠ સુદ ૧૫ પૂનમે પૂર્ણાહુતિ તથા વદ ૧ એકમે પારણું.