________________
વિનાશન મળ્યું તeafsavમયામૃતમ-તે છે . [ ઉપાસનાકાર કિર૦ ૨૬
કિરણાંશ ૨૬
અજ્ઞાનીઓને વિતંડાવાદ રાજન ! શાસ્ત્રને ખરો અર્થ સમજવાને બદલે લેકે માં ખોટા ઝગડાઓ કેવી રીતે ચાલે છે તે સંબંધમાં એક પ્રસંગ કહું છું. કેટલાક ઠંડા પહોરના ગપ્પીદાસે એક સ્થળે એકત્ર મળ્યા હતા. ભગવદ્ગીતાનો ઉદ્દેશ શો? એ પ્રસંગ ઉપર તેઓને જોરશોરથી વાદ ચાલુ હતો. કોઈ કહે કે આમાં કમંગ છે, કેટલાક જ્ઞાનયોગ, કેટલાકે ભક્તિયોગ, કેટલાકે ગગ, તો કેટલાક સાંખ્યયોગ અને કેટલાક સંન્યાસયોગ મુખ્ય છે, એ રીતે તેઓને આપસઆપસમાં વાદવિવાદ ચાલતો હતો. પછી તો આ વાતે વધારે ઉગ્ર રૂપ પકડ્યું. છેવટે એવો નિર્ણય થયો કે ગામમાં એક મહાત્મા આવેલા છે તેમની પાસે જઈ પૂછવું. આમ તેઓ બધા મારી પાસે આવ્યા અને ત્યાં જ પોતાનો વાદ પાછો શરૂ કર્યો. શુમારે બે ઘડી તે તેઓએ ત્યાં પણ પોતાનો ગીતા ઉપરને પ્રેમ પ્રકટ કરવાને પ્રસંગે ઉપસ્થિત કર્યો. ઇતર દર્શનેષુ લેકે પણ આ તમાસો ક્ષણભર જોતા જ રહ્યા. તેઓને રોકતાં કહ્યું કે તમારો ઉદ્દેશ છે છે કે મારામારી કરવી હોય તો બહાર જગા સારી છે; આ જગા તો ઘણી નાની છે, માટે અહીં તમારો આટલા બધાનો ઉદ્દેશ શી રીતે સફળ થશે? તેથી તો બીજા કોઈ સ્થળે જાઓ એ વધારે સારું, તે સાંભળીને તેઓએ તો વધુ શેરબંકાર કરવા માંડ્યો. કોઈએ જ્ઞાન, કોઈએ ભક્તિ, કેાઈ એ સંન્યાસ, કોઈ એ સાંખ્ય, કોઈ એ કમ માગ સંબંધમાં કેલાહલ મચાવી મૂકો. પછી સર્વને મોટી મુશ્કેલીથી શાંત કર્યા અને તેમને નીચે પ્રમાણે કહ્યું :
મારું વૈકુંઠગમન હે સદુગ્રહ ! મારું કહ્યું સાંભળે. તમે જાણે છે કે ભગવાન તો સર્વવ્યાપી છે? તે સર્વ જાણે છે. તેની હું તમને હમણાં જ ખાતરી કરાવી આપું છું. તમે બધા જ્યારે અહીં આવ્યા અને તમારો વાદવિવાદ શરૂ કર્યો તેને શુમારે ત્રણ ચાર ઘટી (દોઢેક કલાક) થઈ, એટલામાં મને એક ઝોકું આવી ગયું. જેવો ભાવ તેવું સ્વપ્ન આવે તેમ કહે કે ગમે તેમ કહે. તે ઝોકામાં મને એક સ્વપ્ન આવ્યું અને તેમાં હું વૈકુંઠમાં જઈ પહોંચ્યો. ત્યાં જયવિજય દ્વારપાળોની પાસે સંદેશો કહા. તત્કાળ પરમ ભક્ત નારદ, વ્યાસાચાર્ય, સનકુમાર વગેરે સાથે ભગવાન લક્ષ્મીજી સહિત સામે આવ્યા. મેં કહ્યું ભગવાન ! આપે તે વળી આવી તસ્દી લેવાની હેય? ભગવાને કહ્યું કે અતિથિનો સત્કાર કરવો એ તો પરમ ધર્મ છે, સિવાય આપ તે મહામાં હાઈ મારી વિભૂતિ છે, આવા મેટા નૈલોક્યના સ્વામી સાક્ષાત ભગવાનને આ વિવેક જોઈને મને તે ઘણું જ અચંબો થયો, મારી આંખોમાંથી તો આનંદાશ્રુ વહેવા લાગ્યાં ! હું તો તેમને દંડવત પ્રણામ કરવાનું પણ ભૂલી ગયો હતા, તે યાદ આવ્યું અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાન તો મને ઉઠાડીને ખૂબ બેટ્યા. મને તે ભગવાનને છોડવાનું મન જ ન થાય. પછી ક્રમે ક્રમે નારદાદિને પણ બેધ્યો, ત્યાર બાદ ભગવાને મને કુશળ વત્તાદિ પૂછડ્યા અને પછી ક્રમે ક્રમે સર્વ સભાસદનું યથોપચાર પૂજન કર્યું. મેં કહ્યું, ભગવન્! મારા જેવા લૂક જીવનું તે વળી પૂજન હેય? આ તે બધા મેટા છે, તેમની વાત તે ઠીક ! ભગવાન બાલ્યા, અરે ! ભક્તો ભગવાનનું પૂજન કરે અને ભગવાન ભક્તોનું. બંનેમાં તો કાંઈ જુદાપણું સંભવે ખરું કે? ભગવાનને આ વિવેક, લીનતા, ભક્તો પ્રત્યેનો પ્રેમ વગેરે જોઈને હું તે દિમૂઢ જ બની ગયો હતો. અત્યાર સુધી મારું ધ્યાન તે ત્યાં શું ચાલે છે, કાણુ કે બેઠા છે અને સાચું પૂછો તો ભગવાને કરેલા વિવેકાદિ તરફ પણ ઝાઝું હતું નહિ, કેવળ ભગવાનનાં ચરણારવિંદમાં જ લાગેલું હતું. આમ કેટલાક સમય વીત્યા બાદ જાણે હું સાવધ થયે ન હોઉં તેમ અહીં કેવી રીતે આવ્યો, તેનું મને સ્મરણ થયું. સભામાં બેઠેલા સભાસદો તરફ નજર નાખતાં જણાયું કે મહર્ષિઓ, દેવર્ષિઓ, રાજર્ષિઓ, સિદ્ધો, દેવતાઓ, ગંધર્વો, દિકૃપાલે, દેવીઓ વગેરેનો સમૂહ ભગવાનની સન્મુખ તથા જમણા હાથ તરફ બેઠેલે હતે. ભગવાનની પાસે સુવર્ણ, કુલિશ. માણેક, મોતી, પરવાળાં, પન્ના, પરાગ, હીરા, નીલ, ગોમેદ, વૈડૂર્ય ઇત્યાદિ અનેકવિધ રત્નના સિંહાસન ઉપર ડાબી