________________
૬૨ ]
રુતિ સુષમ પીળા રે નાસ્તવિધિ શ. [ ઉપાસનાકા કિર૦ રપ સેવન કરવું જોઈએ. અથવા જે આપવાકયો કહેવાય છે, એવાં તેમાં વાક કિવા મહર્ષિઓએ પ્રગટ કરેલાં તિરઋત્યાદિ ધર્મશાસ્ત્રનું યોગ્ય રીતે પાલન કરવાથી પણ મનુષ્ય સાચું ધ્યેય પ્રાપ્ત કરી શકે છે.
હે રાજા ! માર્ગદર્શકે કેવા હોવા જોઈએ? તેમની શી જરૂર છે? અને તેઓથી જગતને શે લાભ થાય છે તે સંબંધે ઉપર્યુક્ત વિવેચન દ્વારા તમને કહ્યું. હવે જે ઉપાસના કરે છે, છતાં સાચું ફળ નહિ મળતાં દુરાગ્રહી શા માટે બને છે? તથા કેવળ શ્રદ્ધાથી જ કામ થતું હોય તે પછી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થવા માટે રચાયેલાં અનેક શાસ્ત્રોની શી જરૂર છે? તે તમારી શંકાના નિરસનને માટે કહું છું. આ સંબંધમાં પણ અમુક અંશે વિવેચન તો પ્રથમ આવી ગયું છે, ગમે તે યુક્તિ પ્રયુકિત વડે પોતાની સ્વાર્થવૃત્તિ સાધવી એ તો મનુષ્યસ્વભાવ છે અને તે આત્માનો અપરોક્ષાનુભવ પ્રાપ્ત થતાં સુધી થોડા કિવા વધુ અંશે દરેકમાં જોવામાં આવે છે. આથી તેઓને પરમાત્માના સાચા સ્વરૂપ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરાવી આપવાની જરૂર હોય છે કે જેથી તેઓ નિઃસ્વાર્થી બની લોકોની પાસેથી વ્યવહારદષ્ટિએ સ્વાર્થ સાધવાની મનોવૃત્તિને છોડી દે. વળી જગતમાં ચાલતા તમામ વ્યવહારોનું અંતિમ ધ્યેય તો પરમાત્મપ્રાપ્તિ એ જ એક છે. આ સિવાય દુઃખનિવૃત્તિને માટે બીજો કોઈ પણ માર્ગ છે જ નહિ. જેમ બધી નદીઓ અંતે સમુદ્રને જ જઈ મળે છે, કિંવા ગમે તેટલે મેલ, મોરીનું પાણી વગેરે સારી કિંવા ખરાબ વસ્તુઓનો સમાવેશ નદી દ્વારા અંતે સમુદ્રમાં થત હોવા છતાં તેનું પાણી જેમ શુધનું શુદ્ધ જ રડે છે, ઉલટું તે પિતામાં આવેલ સર્વ મેલને શુદ્ધ કરે છે, તેમ જગતમાંના તમામ માર્ગો તથા જગતમાં ચાલેલી સારી કે ખરાબ સર્વ પ્રવૃત્તિનો અંત છેવટે તો એક પરમાત્મસાક્ષાત્કારમાં જ થાય છે. પછી તે આજે, કાલે, વર્ષો પછી કિંવા ઘણા ક વા જન્મ પછી થાય. આમ સર્વ પ્રવૃત્તિનું અંતિમ સ્થાન પરમાત્મપ્રાપ્તિ હોવાથી તેનું સૌથી પ્રથમ પરોક્ષ જ્ઞાન સારી રીતે થવાની જરૂર હોય છે. જેમ કેાઈ ગામે જવું હોય તે તે ગામ જવાને ટ્રકે અને નજીકનો માર્ગ જાણવાની પ્રથમ આવશ્યકતા હોય છે, તેમ માત્મપ્રાપ્તિ એ જ અંતિમ ધ્યેય હોવાથી તે માર્ગે જનારાઓને કે. સહેલે અને સરળ માર્ગ જાણવાની પ્રથમ જરૂર હોય છે. એટલા માટે જ મહર્ષિઓએ સાચું તત્ત્વ દશાવનારાં વેદવેદાંગાદિ શ્રતિઋત્યાદિ શાસ્ત્રની રચના કરેલી છે.
અનેક શાસ્ત્રો શા માટે ? વેદ, વેદાંગે, ઉપનિષદો, ન્યાય, તર્ક, મીમાંસા (બ્રહ્મસૂત્ર), પુરાણ, ઉપપુરા, પંચરાત્રતંત્ર વગેરે વૈદિક અને તાંત્રિક ઇત્યાદિ અનેક શાસ્ત્રો શા માટે રચાયાં, એવી શંકા થવા સંભવ છે. ઈશ્વરે જે આ જગતની રચના કરેલી છે તેમાં મનુષ્ય જીવમાં બુદ્ધિને અંશ પશુ પક્ષી વગેરે સર્વ નિઓ કરતાં વધુ પ્રમાણમાં અર્પે લે છે (ઈશ્વર-પુરુષ-માયા-પ્રકૃતિ ઈત્યાદિની સ્પષ્ટતા માટે વૃક્ષ સમાં જુઓ) આમ તેને બહિસ્વાતંત્ર્ય મળેલું હોવાથી બુદ્ધિનો દુરુપયોગ કરી એક જ વસ્તુને અનેકરૂપે કાપીને તેવો તેવો અનુભવ મેળવે છે, તથા વળી પાછે બુદ્ધિને અનેક નામરૂપોના ઝઘડામાંથી સમેટી લઈ એકરૂપમાં જ સ્થિર કરી શકે છે અને પછી તે બુદ્ધિ પોતે પોતાના સાક્ષીભાવનો પણ વિલય કરીને જે નિર્વિકલ્પ અવસ્થામાંથી તેની ઉપનિ થવા પામેલી છે. તેવા અનિર્વચનીય મૂળ પદની પ્રાપ્તિ કરી શકે છે. આ રીતે કરોળિયો જેમ પોતે પિતાના હદયમાંથી જ લાળને બહાર ખેંચી કાઢીને તેનું જાળું બનાવે છે, તથા તેમાં રહી રમત કરી તે રમત પૂર્ણ થઈ એટલે વળી પાછો તેને પોતાનામાંજ ગળી જાય છે, તેમ આ મનુષ્ય જીવનું પણ સમજવું. અહિ વડે પોતે પોતાના મૂળ અનિર્વચનીય સ્વરૂ૫માંથી અનેક પ્રકારના આકારોને જાણે પ્રત્યક્ષ અનુભવ લેતા ન હોય તેવી રીતે જગતના પદાર્થો તથા તે વડે ઉત્પન્ન થતાં સુખદુઃખાદિને અનુભવ લઈ પછી પોતે સર્વને પિતામાં સમેટી લઈ પોતાને પણ વિલય કરી કેવળ શુદ્ધ સ્વરૂપે કે જે તદ્દન અનિર્વચનીય છે, જ્યાં સુખદુઃખાદિ કંકોમાં કિંવા તેના જાણનારને લેશમાત્ર અંશ પણ નથી. તેવા ઉચ્ચતમ સ્થાનમાં તે સ્થિત થઈ જાય છે. પહાડ ઉપરથી નીચે ઉતરવું એ સહેલું છે; પરંતુ ઉપર ચઢવું ઘણું કઠણ છે, તેમાં લાકડીને ટેકે અથવા તો કોઈ ઊંચી લઈ જનારાની જરૂર હોય છે, તેમ અનંત સ્વરૂપનો અનુભવ લઈ તેમાંથી જીવ એકદમ છૂટી