________________
ગીતાબ] આમ અભિમાનસહિત કેઈ સગુણ (બક્ત) વા નિર્ગુણ(અવ્યક્તની ઉપાસના) કરે છે; [૬૧ બચાવવાની પણ મહેનત કરી પણ તે તે બોલ્યો જ નહિ, એવી ડહાપણભરેલી ડાહી ડાહી વાતો કરી સ્વાર્થ સાધનારા મુખનું જ કામ છે. તેવાઓ બીજાઓનું કલ્યાણ શી રીતે સાધી શકે? પરંતુ જેને તરતાં આવડતું હોય તે તો બીજે કાઈ પણ વિચાર ન કરતાં કુદી પડી ડૂબનાએ તુરત બચાવી લે છે, તેમ સાક્ષાત્કાર કરેલા નિઃસ્વાર્થી અને નિષ્કામી એવા બ્રહ્મનિષ મહાત્માઓ જ જગતને સાચા પંથે દોરી શકે. બાકી એક સ્વાર્થી બીજા સ્વાર્થીનું કલ્યાણ કરે એમ થવું તો તદ્દન અશક્ય જ છે; પરંતુ નિઃસ્વાર્થીપણું, નિર્ગવિપણું કિવા નિકામતા તે જ્યારે મનુષ્ય ઉપર કહ્યા પ્રમાણે પરમાત્મપ્રાપ્ત અર્થાત આમાનું અપરોક્ષજ્ઞાન વા સાક્ષાત્કાર કરે ત્યારે જ પ્રાપ્ત કરી શકે છે. જમ્યા પછી જેનું પેટ સારી રીતે ભરાયું હોય, તેની સામે ગમે તેટલાં પકવાનો મૂકવામાં આવે તે પણ તે તેમાં કદી લલચાતો નથી, તેમ આત્મસાક્ષાત્કારી જીવન્મુકતો છે જેઓ આ જગતનું સાચું સ્વરૂપ સમજ્યા છે, તેમને આ માયાવી જગતમાંની કોઈ પણ વસ્તુ કદી પણ લલચાવી શકતી નથી. લોકોનું કલ્યાણ આ માયાવી જાળમાં ફસાવારી વસ્તુઓ થકી નહિ પરંતુ તેની અસંગ્રહવૃત્તિમાં જ છે. અપરિગ્રહ જ સાચું સુખ પ્રાપ્ત કરાવી શકે છે, તેથી મનુષ્યની આસક્તિ તેમાંથી ધીરે ધીરે કમી કરાવી તેને સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એવો માર્ગ તે જ બતાવી શકે છે.
નશાબાજ બીજાને કેવી રીતે બચાવે? એક ચિત્રકાર ચિત્ર જોવાના કામમાં અત્યંત એકાકાર બની ગયો હતો અને દૂરથી તે કેવું દેખાય છે તે માટે પા પગે જઈ રહ્યો હતો. તેનું લક્ષ તો ફક્ત ચિત્ર જોવા તરફ જ હતું, તેથી પાછળ અગાશીની નીચે પડી જવાશે, તેની તેને સહેજ પણ કલ્પના ન હતી. આ તેના એક હિતેચ્છના જોવામાં આવ્યું. તે બુદ્ધિશાળી હતો. તત્કાળ તે તે ચિત્ર ઉપર પડદો નાખી દીધો. તે જોતાં જ ચિત્રકારને તેના ઉપર ધશે ક્રોધ આવ્યો તે પડદો કાઢી નાખવાને માટે પોતે તત્કાળ ચિત્રની પાસે ધસી આવ્યો. સ્નેહીએ આમ કરવાનું કારણ જણાવ્યું ત્યારે જ તેને ખરી વસ્તુસ્થિતિની જાણ થઈ. ઉદ્દેશ એ કે, જેમ દારૂના નશામાં ચકચૂર બનેલા પોતાના બોજા ભાઈબંધ સંગાથીએાને નશામાંથી છોડાવે એ સંભવનીય નથી, તેમ પોતે જ વિષયરૂપ એવી આ માયાવીજાળની સંગ્રહવૃત્તિમાં ફસાયો હોય, તે બીજાને તેમાંથી શી રીતે બચાવી શકે? આથી એ સિદ્ધ થાય છે કે, જેઓ આ જગતના મોહપાશમાંથી સદંતર છૂટેલા છે, જેમને આ જગતના એ તૃણની સાથે તલભાર પણ સંબંધ નથી અને જેઓ “હું” અને “મારું' એવી દ્રષ-ભાવનાથી તદન નિવૃત્ત થયેલા છે એવા નિષ્કામી, નિઃસ્વાર્થી અને નિર્ગર્વી, આત્મસાક્ષાત્કારી જીવન્મુક્ત પુષે જ જગતને સાજો રાહ બતાવી શકે છે. માટે જેઓ જગતનું કલ્યાણ કરવાની જવાબદારી પોતાને શિરે ઓઢી લે છે તેમણે પ્રથમતઃ તે તદ્દન નિઃસ્વાર્થી અને નિષ્કામ બનવું જોઈએ, એ સિદ્ધ થયું. અને તેવી સ્થિતિ પ્રાપ્ત થવાને
માત્માનું અપરોક્ષજ્ઞાન એટલે પરમાત્મ સાક્ષાત્કાર વિના બીજું કોઈ સાધન ત્રિલોમમાં પણ છે જ નહિ. આ લેકમાં તો શું પરંતુ બ્રહ્માંડમાં પણ આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવા મ આજ સુધી લોને સન્માર્ગે દેરતા આવ્યા છે, જે વાત શાસ્ત્ર અને પુરાણે ઉપરથી પણ સિદ્ધ થાય છે.
કિરણશ ૨૪
મહાત્માઓના સેવનની શી જરૂર છે? રાજન ! આ વિવેચન ઉપરથી તમો સર્વે જાણે શક્યા હશે કે મનુષ્ય જ્યાંસુધી અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી શકતા નથી, ત્યાંસુધી તે કદી ખરી શાંતિને પામી શકતો નથી. તેથી વ્યવહારમાં તેને સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત કરાવી આપવાને માટે અપરોક્ષાનુભવી બ્રહ્મનિષ્ટ તત્ત્વની જરૂર હોય છે. પણ નદી તે હંમેશાં વહેતી રહે છે, છતાં તૃષાતુર મનુષ્ય જ્યારે તેની પાસે જાય છે ત્યારે જ તે પોતાની તષા શાંત કરી શકે છે; પરંતુ પિતાને તરસ લાગી છે માટે નદીને ગમે તેટલું બોલાવવામાં આવે તો પણ તે પિતાની સદા છોડીને આવી શકતી નથી; તેમ લોકોએ આવા બ્રહ્મનિષ્ઠ તત્ત્વો મળી આવે તો તેમને યથાયોગ્ય
''
: