________________
-
૫૮ ]
તતો અા વ તે તમો = સન્માનતાફ્રેશ [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ર૩ સંતરું, કિધા લીંબુ વગેરે જે જે કાંઈ તેના ઉપર નામરૂપને આપ કરવામાં આવે છે તે સર્વ દાડમ છે. આ રીતે મોસંબી નહિ પણ દાડમ છે, સંતરું નહિ પણ દાડમ છે, લીંબુ નહિ પણ દાડમ છે, આમ બધા આરેપોનો એક દાડમમાં જ લય કરવો તથા પછી દાડમ પોતે પિતાને કાંઈ હું દાડમ છું એમ કહેતું નથી, તેથી તે ભાવનાનો પણ વિલય કરવો. આમ કહેવાથી જેમ દાડમના સાચા સ્વરૂપનું જ્ઞાન થશકે છે, તેમ આત્મોપાસના પણ (૧) નિઃશેષભાવ, (૨) સર્વાત્મભાવ, (૩) નિઃશેષભાવ તથા સર્વાત્મભાવને સમન્વય અને (૪) સાક્ષીભાવ. આ રીતે ચાર પ્રકારે થઈ શકે છે.
નિ:શેષભાવને અભ્યાસક્રમ (૧) હું, તું, તે, આ, મા, તારું ઇત્યાદિ કાયા, વાચા અને મન વડે જે જે કંઈ પ્રતીતિમાં આવે છે, તે તમામનો આ “હું નથી, આ “હું નથી” એવા પ્રકારે નિરાસ કરવો. અર્થાત અંતઃકરણમાં જે જે કાંઈ વૃત્તિઓ ઉત્પન્ન થાય, તે તે વૃત્તિને આત્મામાં વૃત્તિનું ઉત્થાન થવું કદી પણ શક્ય જ નથી, એવા, પ્રકારે તેને તત્કાળ દાબી દેવી. એટલે અનિર્વચનીય એવો આત્મા કે જેમાં આ ડુંભાવ જ કદી ઉત્પન્ન થયો નથી, એવા પ્રકારની પ્રતિવૃત્તિ વડે તત્કાળ તેને દાબી દઈ અંતે તે “હુને પણ વિલય કરી દે. આ રીતે તમામ મમાદિભાવને હું'માં વિલય થશે અને પછી તે હુને પણ સાક્ષીભાવસહ વિલય કરી નાખ એટલે નિઃશેષ એવા શબ્દ આત્મપદની પ્રાપ્તિ થશે અર્થાત આત્મસાક્ષાત્કાર થશે. આ નિઃશેષભાવને અભ્યાસક્રમ કહ્યો.
સર્વાત્મભાવને અભ્યાસક્રમ (૨) હવે તમને સર્વાત્મભાવને અભ્યાસક્રમ કહું છું. આ હું, તું, તે, આ, તારું, મારું, તને, મને ઇત્યાદિ. * પપે કાયા, વાચા અને મન વડે જે જે કાંઈ ભાસ થાય છે, તે સર્વ આત્મરૂપ છે, એટલે કે જેને આ હું છું, તું છે, આ છે, મારું છે, તારું છે ઇત્યાદિ સંજ્ઞાઓ વડે વ્યવહારમાં કહેવામાં આવે છે. જે શબ્દ, સ્પર્શ, ૨૫, રસ, ગંધ ઈત્યાદિરૂપે ભાયમાન થાય છે, અર્થાત જે જે જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં કે સ્વાદમાં આવે છે તે સર્વ આત્મરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, અને તેવું કહેનારો કિવા જાણનારો હું પોતે પણ આત્મરૂપ છે. આ પ્રકારે અંતઃકરણમાંથી બીજી કઈ વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે તરત જ તે આત્મરૂપ છે એવા પ્રકારની પ્રતિત્તિ વડે તેને તત્કાળ દાબી દેવી, આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ દેવું અને જો થઈ જાય તો તેને તુરત જ આત્મરૂપ બનાવી દેવી. એ જ સર્વાત્મભાવનો અભ્યાસક્રમ છે. ટૂંકમાં પોતાહ સર્વ આત્મરૂપ છે, એવી રીતે સર્વત્ર આત્મભાવને અભ્યાસ કરતાં કરતાં પછી તે ભાવને પણ ભૂલી જવું; એવી રીતનો જે અભ્યાસક્રમ તે સર્વાત્મભાવનો અભ્યાસક્રમ કહેવાય.
નિશેષ અને સર્વાત્મભાવને સમન્વય (૩) ત્રીજો અભ્યાસક્રમ એવા પ્રકારનો છે કે અંતઃકરણમાં કઈ પણ વૃત્તિનું ઉત્થાન થાય કે તરત તે આમા છે એવા પ્રકારની પ્રતિત્તિ વડે તેને દાબી દેવી અને તે પછી આત્મા એટલે જયાં સાક્ષી સહિત અમમાદિ ભાવેનો લવલેશ પણ નથી એ રીતના નિશ્ચયવડે સાક્ષીભાવસ પિતાપણાને ભૂલી જઈ અનિર્વચનીય પદમાં જ સ્થિર થઈ રહેવું અથવા વ્યવહારાદિ અવસ્થામાં જે જે કાંઈ હું, તું, તે, આ ઇત્યાદિપે પ્રતીત થાય છે તે બધું આત્મા જ છે, એવો સર્વાત્મભાવ રાખવો; તેમ જ જ્યારે એકાંતમાં બેસીને સ્વસ્થ ચિત્તે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે હદયમાં કિંવા ભૂમધ્યમાં ધ્યાન કરીને અંતઃકરણમાં જે જે વૃત્તિઓનું ઉત્થાન થવા પામે તે સર્વનો હરૂપ પોતે અને તેના સાક્ષી સહિત “આ નથી,” “આ નથી,” એ રીતના નિશેષભાવ વડે વિલય કરી નાંખો. આ મુજબ સર્વાત્મભાવ અને નિઃશેષભાવનો એક સાથે પણ અભ્યાસ થઈ શકે છે. પરંતુ આ પ્રકાર પ્રથમના બે પ્રકારને સમય જ છે.