________________
અન્ય સમ: વિશરત વેડરતિમાને છે
[ ઉપાસનાકા કિર૦ રર
-
મન
ન
=
-
-
-
-
-
-
-
-
- -
-
- -
- -
- -
રહેલી જોવામાં આવે છે. જેવી રીતે દાડમને અજાણપણે મોસંબી, સંતરું વગેરે ભલે કહેવામાં આવે પરંતુ તે આરોપ તો મળ દાડમ ઉપર જ કરવામાં આવે છે ખરું ને? અર્થાત દાડમ કહેવાને બદલે તેને જ મોસંબી, સંતરું વગેરે કહેવામાં આવે છે, કેમકે જેનારે બીજે કઈ સ્થળે મોસંબી, સંતરું વગેરે જોયાં હશે, પરંતુ અત્રે તે દાડમ ઉપર જ તે તે મૃતિભાની કલ્પના તેણે કરી લીધી હતી. તેથી દાડમ એ તેનું અધિકાન કહેવાય અને તેના ઉપર મોસંબી, સંત વગેરેનાં નામો આરોપિત થયાં; તેમ આ અધિકાનરૂપ આત્માને જ જગતરૂપે, આત્મારૂપે અથવા તો બીજા કેઈ નામરૂપે જાણ કિં. અજાણપણે કહેવામાં કે ઓળખવામાં આવે તો તે સર્વ એક આત્માની જ ઉપાસના થઈ રહી છે, એમ બુદ્ધિમાન હવે સારી રીતે સમજશે. ભેદ એટલો જ કે ઉદાહરણમાં તે દાડમને મોસંબો છે એમ કહેનારો જુદો હોય છે, ત્યારે આત્મામાં તો તે કહેનારો પણું આત્માથી જુદો કેાઈ છે જ નહિ. આ વિવેચન ઉપરથી સર્વાત્મભાવ કેવી રીતે સિદ્ધ થાય છે તે બુદ્ધિમાનને સારી રીતે સમજાયા પછી જગતમાં ઝઘડાનું મૂળ શું છે અને તે પણ વાસ્તવિક રીતે કે મિસ્યા છે તે લક્ષમાં આવશે. આમ જ્ઞાન અને અજ્ઞાન કિવા સત્ય અને મિથ્યા એ બે વસ્તુનું નિરાકરણ (સ્પષ્ટીકરણ) થયું, હવે આપણે તે કરતાં ઉપરની સ્થિતિને વિચાર કરીશું.
જતશાંતિને ખાતરીલાયક એકમેવ માર્ગ જેમ દાડમને લીંબુ, સંતરું કિવા મોસંબી કહે કે ધડમે કહે પરંતુ તે તેની દષ્ટિએ તે કાંઈ લેતું જ નથી, તેમ આત્માને તો કલ્પના પણ નથી કે મને કોઈ અનાત્માદિ અનેક રૂપે જાણીને આપસઆપસમાં ઝઘડા કરે છે, કિંવા કે મને અમારે સમજીને શાંત થયા છે. આ રીતે તેને બંને ભાવોની તથા તેમના જાણનારા જીવ અને ઈશ્વર બંને કપના હોતી નથી. તે તો તદ્દન નિશ્ચી ને નિશ્ચળ જ રહે છે. તેમાં કદી પણ વિકાર સંભવતો નથી. તે સત્ય અને અસત્ય બંનેથી પર છે. તેને માટે વસ્તુતઃ આત્મા એ સંજ્ઞા પણ મિથ્યા છે, કેમકે આ આત્મા છે એવું કહેનારની પૂર્વે તો તે મજુદ જ હોય છે. એવું તે પરમ તત્વ જ સર્વનું મૂળ હેઈ તેની પ્રાપ્તિ કરવી એ જ ખરો પુરુષાર્થ છે. જ્યારે તેની પ્રાપ્તિ થાય છે, ત્યારે જ આ સર્વ કર્મો કરવા છતાં પણ મનુષ્ય તદ્દન અલિપ્ત થઈ જાય છે, તથા તેના તમામ ભ્રમ નષ્ટ થાય છે અને તેને જ ખરી નિષ્કર્મત પ્રાપ્ત થઈ શકે છે. જગતના તમામ ઝઘડાઓના શમનને આ જ એક માર્ગ છે. આ સિવાય બીજા કોઈ પણ માર્ગ વડે જગતમાં શાંતિ થવી કદી પણ શક્ય નથી, એવો સિદ્ધાંત છે. એટલા માટે હું તમને પ્રતિજ્ઞાપૂર્વક અને નિશ્ચયથી કહું છું કે, ખરેખર જગતમાં શાંતિની કિંવા દુઃખની નિવૃત્તિની જેમની ઈચ્છા હોય તેમણે આ માર્ગને અનુભવ કરી જો. આ રીતે આત્માનો સાક્ષાત્કાર કર્યા પછી પણ કોઈને દુઃખોને અંત આવતું નથી કિંવ જગતમાં શાંતિ સ્થપાવી શક્ય નથી, એવું જો કે અનુભવથી (કેવળ મેઢથી બેલનાર વાફપંડિતાદિ નહિ) કહેશે તો પછી મારા આ અસત્યના દોષને માટે જે તે માગશે તે મારા દેહના ટુકડાઓ પણ હું તેઓને ખુશીથી અર્પણ કરીશ, એવી મારી અંતિમ પ્રતિજ્ઞા છે. આત્મસ્થિતિની પ્રાપ્તિ થયા પછીની એટલે જેને શાસ્ત્રોમાં જીવન્મુક્તિ કહે છે, તે સ્થિતિનું વર્ણન હું તમાને આગળ સિદ્ધાંત કાંડમાં કહીશ. હાલ તે ફક્ત એટલું જ કહું છું કે મનુષ્યોએ પ્રથમ તો સર્વાત્મભાવરૂપ આત્મસ્થિતિની જ પ્રાપ્તિ કરી લેવી જોઈએ. તેની એક વખત પ્રાપ્તિ થયા પછી તે સાચો નિષ્કામ બની આ જગતાદિને સર્વ વ્યવહાર સારી રીતે અને શાંતિથી કરી શકે છે, જનકાદિની જેમ મોટું રાજ્ય પણ ચલાવી શકે છે. કિંવા શ્રીકૃષ્ણ ભગવાનની માફક જીવન્મુક્ત થઈ અજ્ઞાનીઓને વખતોવખત યોગ્ય, ન્યાયી અને સયક્તિક સલાહ આપી અર્જુનની જેમ કાર્યપ્રવીણતાને માર્ગ પણ બતાવી શકે છે. એટલું જ નહિ પરંતુ કેને, કેવી રીતે, કયારે અને કયો માર્ગ બતાવવો, તે પણ ત્યારે જ સમજી શકાય છે. આ ધ્યેયની પ્રાપ્તિ કરનારો તે જ ખરો કર્મયોગી કહેવાય છે; અને તે જ ખરો કર્મયોગી થઈ શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ જ મનુષ્યોનો ખરો પુરુષાર્થ છે. મોટું સામ્રાજ્ય પણ આ પદવી આગળ તુચ્છ છે. આજે કિંવા હજારો જન્મ પછી પણ છેવટે આ ચેયને જ પ્રાપ્ત કરવાનું છે, તે કર્યા વગર સ્ટેકે જ નથી તે નિશ્ચયથી જાણે.
-
-
-
-
-