________________
,
,
,
- - - -
- ૧
, , , ,
- - - ,
- -
-
-
-
-
ગીતાદહન ] કેટલાક પિતાને વિદ્યાના અને કેટલાક અવિદ્યાના ઉપાસક કહેવરાવે છે; [ ૪૯
કિરણાંશ ૧૮
આત્મપ્રાપ્તિ માટે નાલાયક કેણ? ભૂદેવ! આ રીતે સંન્યાસીની સાથે થયેલો વાદવિવાદ મેં તમને કહી સંભળાવ્યો. તેને ઉદ્દેશ એટલે જ કે આ બધા સંસાર વહેવારને નામે જે ક્રમ જગતમાં ચાલી રહેલો જોવામાં આવે તે સર્વ સુખ પ્રાપ્તિની ઈરછાથી જ. આ સુખની મર્યાદાને અંત તો જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે જ થઈ શકે છે. આ અંતિમ ધ્યેયની પ્રાપ્તિને માટે વસ્તુતઃ તો વ્યવહાર માટે નિશ્ચિત થયેલા આશ્રમ, વર્ણ, જાતિ, જ્ઞાતિ, કાળ, દેશ ઇત્યાદિ કશાની પણ જરૂર નથી અને તેઓ હેય તો તેથી કાંઈ અડચણ પણ આવતી નથી. મનુષ્ય જે સ્થિતિમાં, જે કાળમાં, જે દશામાં, જે અવસ્થામાં અને જે હાલતમાં હોય તે જ સ્થિતિમાં, તે જ કાળ અને અવસ્થાદિમાં જરા પણ ફેરફાર નહિ કરતાં આ ધ્યેયની પ્રાપ્તિ તત્કાળ કરી શકે તેમ છે. છતાં જેઓ તે પ્રમાણે પ્રાપ્તિ કરી શકતા નથી તેઓને માટે આ આત્મપ્રાપ્તિરૂ૫ એયને સારુ વ્યવહારની સરળતાને ખાતર વયની મર્યાદા સહિત આ વર્ણાશ્રમાદિની વ્યવસ્થા શાસ્ત્રમાં નિશ્ચિત કરેલી છે. તેને ઉદ્દેશ શાસ્ત્રકારોએ કરાવી આપેલી મર્યાદામાં રહીને જેઓ યેય પ્રાપ્તિ કરવાને માટે નાલાયક પુરવાર થાય, તેઓએ તે આશ્રમ છોડી દઈ બીજે આશ્રમ ધારણ કરવો જોઈએ. જેમ વ્યવહારમાં બાળકને શાળામાં ભણવાને મૂકવામાં આવે છે પરંતુ બે ચાર વર્ષ જે તે એક જ વર્ગમાં રહે છે તેને શિક્ષણનું ધ્યેય પ્રાપ્ત કરી શકવા અસમર્થ ગણું નીચેના વર્ગમાં ઉતારી પાડવામાં આવે છે, તેમ શાસ્ત્રકારોએ દરેકને માટે દયેય પ્રાપ્ત કરવાની દૃષ્ટિને નજર સામે રાખી આ વર્ણાશ્રમાદિની વ્યવસ્થા કરેલી હોઈ તે માટેની મર્યાદા પણ નિશ્ચિત ઠરાવેલી છે. આમ કરેલી મર્યાદામાં જે યેયપ્રાપ્તિ નહિ કરી શકે તે પછી તે જ આશ્રમમાં રહીને આત્મસ્વરૂ૫ભૂત મૂળપ્રાપ્તવ્ય ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે તે નાલાયક ગણાય. તેથી તેણે તે આશ્રમને મેહ છોડી દઈને બીજા આશ્રમને ગ્રહણ કરવો જોઈએ.
દયેયપ્રાપ્તિને અવસર તમને ક્યારે આવશે? ભૂદેવ ! તમોએ આજ સુધી ગૃહસ્થાશ્રમને આશ્રય કર્યો, છતાં તેમાં કાંઈ મુખ્ય ધ્યેયની એટલે પરમાભાની પ્રાપ્તિ કરીને સુખ શાંતિ મેળવી શક્યા નહિ. માટે તે આશ્રમ દ્વારા ધ્યેયપ્રાપ્તિને માટે આપ કહે છે તેમ જનકાદિકે લાયક હતા. પરંતુ તમે તે તેમાં નાલાયક પુરવાર થયા છે. હવે તમે જ કહે કે આમ તમને તમારા ધોરણે યેયપ્રાપ્તિ કરવાનો અવસર કયારે આવશે ? અર્થાત તમો આ સંસારચક્રમાંથી કયારે છુટી શકશે? આતે તમારા વિષયવાસનામાં સંયમ નહિ થવાથી તમો મેહ વડે ફસાઈને પરવશતાની અવસ્થામાં બેલો છે, તેમાં દુરાગ્રહ સિવાય બીજું કાંઈ પણ નથી. ત્યાર પછી તેઓએ શ્રીમદ્ ભગવદ્દગીતાના કેટલાક સ્લોકે કર્મયોગ ઉપર હોવાનું જણાવી તે આધાર માટે કહ્યા, પરંતુ ગીતા કર્મયોગ ઉપર ૬ ઉપર છે? તે વાદ અને અસ્થાને હેઈ તે સંબંધમાં તેમને કેટલાક લોકોનો તત્ત્વાર્થ સમજાવ્યો. અંતે તેઓ ઘણા જ આનંદિત થયા. તેમણે આત્મોન્નતિને માટે ભગવદ્ગીતાનો તત્વાર્થ અને ઉપાસનાનો માર્ગ સમજી લીધે તથા તેના આશ્રય વડે અંતે તેઓ શાંત થયા. તેઓએ કહ્યું કે મેં આજ સુધી આ રીતે ભગવદગીતાને ભાવાર્થ કદી પણ સાંભળ્યો ન હતો. અમે ભગવદ્ગીતા સર્વ ઉપનિષદાદિને સાર છે એમ સાંભળતા અને લેઓને પણ કહેતા હતા, પરંતુ આવો અપૂર્વ તત્ત્વાર્થ તે આજ સુધી કયાં જાણવા મળ્યો નહિ, માટે કૃપા કરીને લોકકલ્યાણને માટે આવા પ્રકારનો ગૂઢાર્થ પ્રકટ થાય છે તેથી ભગવદ્દગીતા સંબંધમાં ચાલતા તમામ વાદોનું નિરાકરણ થઈ લેકેને સાચો રાહ અવશ્ય મળશે, ખરેખર અમો આપની કૃપાથી કૃતકૃત્ય થયા છીએ. એમ કહી તેમણે વિદાય લીધી.
હે રાજા ! મેં તને તારા પ્રશ્ન પ્રમાણે વર્ણાશ્રમાદિ ધર્મની જરૂરિયાત સંબંધમાં કહ્યું.
-
-
- -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- - -
-
-
- -
-
-
- -
-
- -
-
-
-
-
-
- -
-
-
- -