________________
૪૮ ]
अम्मदेवाहुविधयाऽन्यदेवाहुरविवमा ।
[ ઉપાસનાકા કિર૦૧૮
મન સાથે વિચાર કરો. ભાવાર્થ એ કે આ રીતે જેને માટે સંન્યાસ લેવામાં આવે છે તે ચેય બાજુએ મૂકીને અમે જગતના કલ્યાણના નામે લેકેને ફસાવવાનો પ્રયત્ન કરીશું તો તેમાં કદાચ અમારા બહારના વર્તન અને વાણીના પ્રભાવે વડે સફળતા પ્રાપ્ત કરી શકીશું. આમ કદાચ લોકેને ફસાવી શકાય, પરંતુ કેઈ પિતાના મન અથવા આત્માને તો કદી પણ ફસાવી શકતો નથી. આપણે લોકોને ફસાવી રહ્યા છીએ એમ તે અંદરખાને સારી રીતે સમજે છે. પાપનો ઘડો આખરે કયા વગર રહેતો જ નથી, એવો નિયમ છે. જગતમાં ચાલી રહેલા આવા અનિચ્છનીય પ્રકારોને લીધે સંન્યાસનું બેય બાજુએ રહી આજકાલ સર્વત્ર દાંભિક્તાની જ વૃદ્ધિ થવા પામેલી છે. તેથી આજે જો કે આ નામધારી સંન્યાસીઓ લોકોનું ક૯યાણ કરવાને બહાને ગૃહસ્થી લોકોમાં ભળી જઈ પોશાની છાપ બેસાડવાનો પ્રયત્ન કરે છે ખરા, પરંતુ સાચા કાણુ અને દંભી કાણુ એ સમજવાને માટે તેઓ શક્તિમાન હતા નથી; તેથી પાછલા અનુભવ ઉપરથી ઠગાવાની બીકથી તેઓ આ સાધુ સંન્યાસીઓ પોતામાં ભળે એવું કદી પણ ઈચ્છતા નથી; પણ ઊલટું કેટલાકના મતે તે સંન્યાસીઓ સંબંધમાં એટલી બધી તિરસ્કાર ભાવના ઉત્પન્ન થવા પામેલી છે કે તેઓ સાધુ સંન્યાસીનું નામ સાંભળતાં જ તેમને હડધૂત કરે છે. કારણ કે સાધુ સંન્યાસીના નામે અમાએ, ઉપરથી તો ભગવા પહેર્યા છે ખરાં, પરંતુ અંદરખાને તો અમારામાં તેટલી જ કાળાશ હોય છે. એટલે ગૃહસ્થી લેકે સંન્યાસી વર્ગથી જે હાલમાં બીએ છે તે માટે હું તેમને દોષ જોતો નથી, પરંતુ શ્રેય ચૂકેલા નામધારી સંન્યાસીએ પોતે જ તે માટે જવાબદાર છે. આમ સાધુ સંન્યાસીના નામે લોકોને ફસાવવાના ઘણાય દાખલાઓ આજે પણ મોજુદ છે. સ્વામી મહારાજ! વધુ શું કહું? આપ તો જ્ઞાતા છો, આપ જે સંસ્થા ચલાવી રહ્યા છો તેમાં દર મહીને બેસે ત્રણસો રૂપિયાનો ખર્ચ થાય છે. તે આપને પ્રથમ તે કેવી રીતે મેળવવા એની જ ચિંતા કરવી પડે ! આ રીતે જ્યાં અંદરખાને દ્રવ્યરૂપ સ્વાર્થની વાત આવે ત્યાં લોકોને સાચો બાધ કેવી રીતે મનુષ્ય આપી શકે? કારણ તો સ્પષ્ટ જ છે કે તેમનું ધ્યેય તે સંસ્થા ચલાવવા જેટલું જ સંકુચિત બની જાય છે. એટલે વ્યાવહારિક લકે જેમ દ્રવ્ય મેળવી ઘરને બદલે મડેલ શી રીતે બનાવવો? બેઠાં બેઠાં ખવાય એવું કાયમનું ઉત્પન્ન શી રીતે કરવું? ઇત્યાદિ અનેક પ્રકારની કટુંબ પોષણની ચિંતામાં જ આખો જન્મારો વ્યતીત કરે છે, તેમ અમારે માટે સંસ્થા અને તેમાં રહેનારા અમારા શિષ્યોની ચિંતા, તે બેમાં બેદ શ? કારણ કે અમે જ્યાં સુધી તદ્દન નિઃરપૃહી અને અપરોક્ષાનુમવી એટલે આત્મસાક્ષાત્કારી એ એક પણ શિષ્ય તૈયાર કરી ન શકીએ ત્યાં સુધી અમારે માટે એ બધું લાંછન સમાન જ છે.
સાધુ સંન્યાસીથી લાકે કેમ ડરે છે?
સ્વામીજી ! જગતમાં એવા શ્રીમાને પડ્યા છે કે તેઓ દરરોજ હજારો રૂપિયા ખર્ચ કરીને આવા સેકડો આશ્રમો ચલાવી શકે તેમ છે, પરંતુ તેઓ તો સંન્યાસીઓથી પણ ડરે છે. સંન્યાસી, સાધુ બાવા, આચાર્ય વગેરેનાં નામો સાંભળે કે તેઓ જાણે કંપી ઉઠતા ન હોય તેવા થઈ જાય છે. તેમાં તેઓને દેવ પણ નથી. કેમ કે તેઓની દેખરેખ નીચે મોટી મોટી ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થા ચાલે છે. તે ગાદી પરના પાની તેમને સારી રીતે માહિતી હોય છે, આથી તેઓને સર્વ સાધુ સંન્યાસી, આચાર્યો ઇત્યાદિને માટે એવા પ્રકારનો નિશ્ચિત મત બની જાય છે. કારણ સ્પષ્ટ જ છે કે પોતાને સાધુઓ, સંન્યાસીઓ કિંવા આચાર્યો કહેવરાવનારા પિતાના ધ્યેયને ભૂલી જઈ વણઝમ વિહીન (વિરુદ્ધ) કર્મો કરે તો પછી તેમાં બીજાઓનો શે દોષ? વળી તે પૈકી જેઓ સાચા યેયના માર્ગે વળેલા હોય છે તેમાં પણ બેયની પ્રાપ્તિ થતાં સુધી ટકી રહેનારા કવચિત જ મળી આવે છે. ટૂંકમાં એ કે, દરેક આશ્રમવાળાએ પરસ્પર એકબીજાના આશ્રમોમાં દખલગીરી નહિ કરતાં પોતે પિતાના આશ્રમનું સારી રીતે પાલન કરવું જોઈએ; પરંતુ આજકાલ તો ગૃહસ્થાશ્રમીએ પિતાને આશ્રમનું પાલન કરતા નથી તથા સંમાસીએ પણ પોતે પોતાના એપને છાડીને બેઠા છે અને વળી પાછા પરસ્પરમાં ઝઘડાઓ વધારે છે, તે એમ નથી.