________________
ત મા પીળા નત્તરિક્ષ . [ ઉપાસનાકાષ્ઠ કિર૦૧૮
કિરણશ ૧૯ આત્મપ્રાપ્તિને માટે કેવી ઉપાસનાની જરૂર છે ? રાજા બોલ્યા : “મહાત્મન ! આપે તેઓને ઉપાસનાની કેવી રીત બતાવી ? આત્મપ્રાપ્તિને માટે કેવા પ્રકારની ઉપાસના કરવાની જરૂર હોય છે? વળી કોઈ પણ અવસ્થામાં ફેરફાર નહિ થતાં તે ને તે અવસ્થામાં
જ તત્કાળ પરમાત્મપ્રાપ્તિ થઈ શકે છે એમ ઉપર જે આપે કહ્યું તે શી રીતે શક્ય છે? તે જાણવાની | મારી તીવ્ર જિજ્ઞાસા છે. ”
પરમાત્માની બાહ્યોપાસનાની પદ્ધતિ રાજન ! જેવી રીતે બીજની અંદર આખું ઝાડ રહેલું હોય છે, તેવી રીતે આ સર્વ જગતાદિની ઉત્પત્તિનું મૂળબીજ ઝ છે. એટલે પરમાત્મા પિતાના મૂળ નિર્ગુણ એવા પર સ્વરૂપમાંથી આ દસ્પાદિ સગુણ એવા અપર સ્વરૂપે પ્રકટ થશે, તેનું મૂળબીજ એ જ આ % છે. વાસ્તવિક આ બંને સ્વરૂપો અનિર્વચનીય હાઈ અભેદરૂપ જ છે. તે દર્શક એ જ છે. જેમ એક જ બીજમાંથી અંકુર, શાખા, પાન, ફૂલ અને ફલાદિને વિસ્તાર થવા પામે છે તેમ આ છે રૂ૫ બીજમાંથી જ આ સર્વ દશ્યરૂપે ભાસનારું અને અનંત બ્રહ્માંડરૂપી ફળવાળું મહાન વૃક્ષ વિસ્તારને પામેલું છે, તેથી જેમ સૂર્ય અને તેનાં કિરણેમાં જરા પણ ભિનતા હોતી નથી કિંવા જેવું બીજ હોય તેવું જ ઝાડ હોય છે. વડનું બીજ હોય તો તેમાંથી ઉત્પન્ન થનાર અંકર, શાખા, પાન, ફળ વગેરે બધાંને માટે વડ એ સંજ્ઞા જ લગાડી શકાય, અથવા જેમ શરીર અને તેના અવયવ એકબીજાથી કદી પણ બિન થઈ શકતા નથી, તેમ રૂપ સૂર્ય અને આ દશ્ય જગતાદિ૨૫ તેનાં કિરણે તે બંને કિંચિત્માત્ર પણ ભિન્ન નથી, અથવા બીજાંકુર ન્યાય પ્રમાણે સર્વનું બીજ છે. ૨૫ હોવાથી પ્રથમ તો તમામ ત ભાવાને ઝરૂપે બનાવી દેવા; અથોત કાયા, વાચા અને મને વડ તથા પાંચ કપ્રિય અને જ્ઞાનેંદ્રિયો વડે જે જે કાંઈ કર્મો થાય તે તમામ રૂ૫ છે, એવી રીતના નિશ્ચય વડે તેમને પ્રથમ રૂ૫ બનાવી દેવા. એટલે મનમાં જે કાંઈ વિચાર આવ્યો કે તે રૂ૫ છે, આંખો વડે જોવામાં આવે તે સર્વ રૂપ છે, સામે શત્રુ હોય તે તે શત્રુ નહિ પણ રૂપ છે, વાણી વડે જે જે કર્મ થાય તે સર્વ રૂપ જ છે, એ રીતે વ્યવહારમાં હું છું, તું છે, તે છે, આ છે, મારું છે, તારું છે, તેને છે, મને છે, ઇત્યાદિ સંજ્ઞાઓ વડે જે જે કાંઈ પ્રતીત થાય છે તે સર્વને એક કારરૂપ જ બનાવી દેવું. જેમ ગમે તેટલાં લાકડાં હોય તો પણ તેઓને અગ્નિમાં નાખવાથી તે અગ્નિરૂપ બની જાય છે પછી તે સડેલાં હોય, નક્કર હોય કે ગમે તેવાં હોય તેપણુ અગ્નિ તે સર્વને ભસ્મ કરી નાંખે છે, તેમ પિતા સહ તમામ ભાવોને
રૂપ હવન કુંડમાં જ અર્પણ કરતા રહેવું. આ રીતે ચાલતાં, ઊઠતાં, બેસતાં, શ્વાસોચ્છવાસ લેતાં અને વ્યવહાર કરતી વખતે પણ આ અભ્યાસ ની દઢતા કરવાનો પ્રયત્ન ચાલુ રાખો. આ બાગ અભ્યાસ થયો. હવે આંતર અભ્યાસ કહું છું.
પરમાત્માની આંતરિક ઉપાસનાની પદ્ધતિ પિતાને અનુકૂળ હોય તે સમયે ગમે તે એક પ્રકારનું આસન લગાવીને શરીરને તદ્દન સ્થિર કરીને એકચિત્તે બેસવું, નેત્ર બંધ કરવાં કિંવા નાકના અગ્ર ભાગ પર દષ્ટિ રાખવી અને પછી આ કારનું હદયમાં કિંવા ભ્રકુટિમાં ધ્યાન કરવું. બીજમાંથી જેમ અંકુર ફૂટી મેટું ઝાડ થાય તેમ છમાંથી જ આ બધે જગતને વિસ્તાર થવા પામેલ છે, તથા જેમ સૂર્ય અને તેનાં કિરણે કદી પણ ભિન્ન હતાં નથી, તેમ ૩૫ સૂર્ય બિંબથી આ વિસ્તારવાળું દશ્ય જગત દેખાય છે, તે વસ્તુતઃ તે છકારથી અભિન્ન એવું એક છે. સ્વ૫ જ છે. આ રીતે બીજી બધી ભાવનાઓનો ત્યાગ કરી કેવળ એક કારની ભાવનામાં જ મનને તન સ્થિર કરી દેવું. આમ અભ્યાસ કરતાં કરતાં એક કાર સિવાય બીજું બધું દેખાતું બંધ થશે, અને ત્યાર પછી પોતે દ્રષ્ટાભાવે પણ નહિ જોવું એટલે જોનાર પણ પોતે કાર છે એવા નિશ્ચય વડે પિતાને પણ રૂપ જ બનાવી દેવો. આ રીતે દ્રષ્ટાભાવ ગાય કે તરત જ નિવિકતા પ્રાપ્ત થઈ પરમાત્માનાં દર્શન થશે.