________________
ગીતાદેહન] એમ તત યા આત્માનું વિવેચન કરનાર વેદવિ પાસેથી અમે સાંભળ્યું છે.
[ પ૧
જગતના ઝગડાએ કયારે મટે? હે રાજન! આ ઉપાસના સંબંધી સંક્ષેપમાં તને કહ્યું. પરંતુ હવે દૃષ્ટાંત સાથે સર્વ સામાન્ય લોકોને પણ ઉપયોગી થઈ શકે તેવા પ્રકારે ઉપાસનાનો આ સાચો માર્ગ વિસ્તારપૂર્વક કહું છું, કે જેથી તે દરેકને ઉપયોગી થશે. જેવી રીતે સોનામાંથી અનેક દાગીનાઓ તથા તે દાગીનાઓ ઉપર નકશી વગેરે હોય છે, તેવી રીતે આ વિવિધ પ્રકારના રૂપો અને નામો કે જે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, અમે, તમે ઈત્યાદિ વડે વ્યવહારમાં જાણી શકાય છે, તે સર્વ પરમાત્મામાંથી બનેલા દાગીનાઓ તથા નકશીરૂપ છે. આમ એક ચિતન્યધન પરમાત્મા જ અનેક આકારો અને રૂપે ભાસે છે. આ જે જે કાંઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં કે સ્વાદ વડે જાણી શકાય છે. ટૂંકમાં શરીર, વાણું અને મન વડે જે જે કર્મો કરવામાં આવે છે. તે સર્વ દાગીનાઓ ઉપર કોતરેલી નકશી સમાં છે એમ સમજે. આ રીતે પ્રથમ પરમાત્માના સ્વરૂપ સંબંધે સંપૂર્ણ રીતે દઢ નિશ્ચય કરો, એટલે જેમ એનું, તેના દાગીના અને તે દાગીના ઉપરની નકશી એ ત્રણેમાં જે ભેદ જણાય છે તે તો કેવળ નામરૂપોનો જ છે, વાસ્તવિક નથી, તેમ આ જગતમાં જે જે કાંઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંઘવામાં કે સ્વાદ વડે જાણી શકાય છે, અર્થાત કાયા, વાચા અને મન વડે જે રપૂલ, સૂમ કર્મો કરવામાં આવે છે તે બધાં પરમાત્માથી અભિન્ન એવા જગત૨૫ દાગીનાઓ ઉપર કોતરેલી નકશીરૂપ છે એમ જાણવું. સારાંશ એ કે સુવર્ણમાંથી જેમ અનેક દાગીનાઓ બને છે તેમ પરમાત્મારૂપ સોનામાંથી આવા અનંત જગતો નિર્માણ થવારૂપ દાગીનાઓ બને છે તેનો પાર નથી. તેમ જ દાગીના ઉપર જેમ નકશી હોય છે તેમ આ જગતમાં ચાલી રહેલો સર્વ વ્યવહાર નકશી રૂપે છે, એવો પ્રથમતઃ નિશ્ચય કરવો. ખરી વસ્તુસ્થિતિ પણ આમ જ છે. એટલા માટે હું આ વાત તમોને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે દુરાગ્રહ અને વિતંડાવાદ છોડીને શુદ્ધ બુદ્ધિ વડે જિજ્ઞાસુઓ આગળ કહેવામાં આવેલા ઉપાસના માર્ગને અનુભવ કરી અવશ્ય સાક્ષાત્કાર કરી શકશે. આ ભાવના સિવાય બીજી કોઈપણ ભાવના વડે પરમાત્માને સાક્ષાત્કાર થવો શકય નથી, તે પણ હું તમને પ્રથમથી જ નિશ્ચયપૂર્વક કહી દઉં. આ વાત કાંઈ હું તમને દુરાગ્રહ વડે અથવા તો ૫ થાભિમાનને વશ થઈને કિવા અધિકાર યા તો બળજબરીથી કરવાનું કહેતા નથી, તેમ જ તે કાલ્પનિક વા બાળકને સમજાવવા પૂરતી યુક્તિરૂપ પણું નથી, પરંતુ અનુભવ ગમ્ય છે. જગતમાં માનવામાં આવતો પૂર્વ કે પશ્ચિમને કોઈપણ ધર્મ છે, સાંપ્રદાય કિવા પંથ છે પરંતુ
જ્યાં સુધી તેઓ આ પ્રકારના સર્વાત્મભાવ યા નિઃશેષ ભાવના અભ્યાસધારા આત્માનુભવ પ્રાપ્ત કરી શકશે નહિ ત્યાં સુધી જગતમાં ચાલતા સાંપ્રત ઝઘડાઓનો અંત આવો કદી પણ શકય નથી; કારણ કે તે ઝઘડાઓ વગર સમયે કરવામાં આવે છે, માટે હવે હું તમને ઉપર્યુક્ત ઉપાસનાની સર્વ સામાન્ય પદ્ધતિ કહું છું તથા તેવી ઉપાસના કરતાં અગાઉ કેવા પ્રકારના નિશ્ચયની આવશ્યક્તા હોય છે તે પણ દષ્ટાંતસહ પ્રથમ સમજાવું છું, સાંભળો..
આ બધું એક જ છે. પ્રથમ તે ઉપર કહ્યા પ્રમાણે જેમ સોનું અને તેને દાગીના તેમ જ નકશી એ ત્રણમાં કિંચિત્માત્ર પણ ભિન્નતા નથી, તેમ આ પરમાત્મામાં, જગતમાં અને તેને જાણનારા ઈશ્વરમાં કિંચિત્માત્ર પણ ભિન્નતા નથી, એમ દઢ નિશ્ચય વડે જાણવું. આ દ્રષ્ટા, દક્ષ્ય અને દર્શન; જ્ઞાતા, જ્ઞાન અને ય; કર્તા, કરણ અને કાય; માતા, ધ્યાન અને એય; બેઠા, બુદ્ધિ અને બેહવ્ય; ઇત્યાદિ ત્રિપુટી વડે જે જે કાંઈ જાણવામાં આવે છે, તે ત્રિપુટીઓ અને આ ત્રિપુટીઓ છે એવું કહેનારે તેને સાક્ષી એ બધા જેમ સેનાના અલંકારે, તેના દાગીના અને દાગીના ઉપરની નકશી ત્યાદિ સર્વ સુવર્ણરૂપે જ છે, છતાં તે સોનાની દૃષ્ટિએ નહિ. સોનાને ખબર પણ નથી કે મારા દાગીના બને છે અને દાગીનામાં નકશી છે તથા મને કોઈ સોનું એમ કહેનારો છે. તેમ જગતમાં જેને પરમાત્મા, ખુદા કે ગૂડ કિધા ઇતર કેાઈ નામની સંજ્ઞાઓ વડે સંબોધવામાં આવે છે તે તમામ સંજ્ઞાઓ તે તત્ત્વતઃ અનિર્વચનીય એવા આ પરમાત્માને માટે જ છે. તે વસ્તુતઃ સોનાની જેમ અનિર્વચનીય