________________
૧૬] एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे॥ ईश.
[ઉપાસનાકા કિર૦ ૬ અહીં લૌકિક સહિત વૈદિક ગુણાધાનનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. આ મુજબ જ્યારે ગુણાધાન પણ અંતે ત્યાજ્ય કરે છે ત્યારે આત્મત્વ અને દેવા પનયનાદિ દેહવાસના મલિન હેઈ ત્યાજ્ય ઠરે એમાં નવાઈ શી?
શું દેહ અત્યંત મલિન છે? દેહની અત્યંત મલિનતા સંબંધી કૃતિઋત્યાદિ શાસ્ત્રોમાં પણ ઘણે સ્થળે કહેવામાં આવ્યું છે કે હાડકાં, ચામડી, સ્નાયુ, મજજા, માંસ, વીર્ય, લોહી, કફ, આંસુ અને ચીપડાથી દૂષિત થએલા વિષ્ટા, મૂત્ર, કફ, વાત અને પિત્તના સમુદાયરૂપ તેમ જ દુર્ગધથી ભરેલા નિઃસાર અને અમંગળ એવા આ શરીરને વિષે વિષયોના ઉપભોગનું શું પ્રયોજન છે (મિત્રે ઉપ૦)? ખરી રીતે આ શરીર મૈથુનથી ઉત્પન્ન થાય છે; ચૈતન્ય વિનાનું, જડ અને જાણે નરકમાં ન હોય એવું છે; તે મૂત્રદ્વારથી બહાર આવે છે; હાડકાંથી ખરડાએલું, માંસથી લપેટાએલું, અને ચામડાથી મઢાએલું છે; તે વિષ્ઠા, મૂત્ર, પિત્ત, કફ, મજજા, મેદ અને વસાદિ તેમ જ અનેક મળાથી બ્લછલ ઉભરાયેલું હોવાથી જાણે કે એ એક એવા પ્રકારના દુર્ગન્ધયુક્ત દ્રવ્યોથી ભરેલો કાપ અથવા ખજાન કિવા અનેકવિધ રોગનું ઘર જ છે.
વળી ઔષધોપચારથી દેહમાંના રોગોની શાંતિ થાય જ છે એ કાંઈ વ્યવહારમાં અનુભવ નથી. તેમ જ શાંત થયેલો રોગ પણ કયારેક ફરી પાછો ઊપડી આવે છે. જેનાં બે આંખ, બે કાન, બે નસકોરાં, મેં, ગુદા અને શિશ્ન એટલે જનનેંદ્રિય મળી નવ છિદ્રોમાંથી ચીપડા, પરુ, લીંટ, વિષ્ઠા (મળ), મૂત્ર ઇત્યાદિ મળ નિરંતર કર્યા કરે છે અને જેનાં અણગણુ એટલે નહિ ગણી શકાય તેવાં સંવાડાંનાં છિદ્રોનાં મૂળમાંથી પરસેવો ઝર્યા કરે છે એવા આ શરીરને પવિત્ર અને શુદ્ધ કરવાનો દાવો કાણ કરી શકે તેમ છે? તાત્પર્ય કે, કરોડો ઉપાયો કરવા છતાં પણ આ અતિમલિન અને દુર્ગંધયુક્ત દેહ કદાપિ શુદ્ધ થઈ શકે તેમ નથી. પ્રાચીન મહર્ષિવર્યો પણ કંશોષ કરી કરીને એ જ કહી રહ્યા છે કે છિદ્રોવાળા કાણાઘડાની જેમ આ નવ છિદ્રોવાળા શરીરમાંથી નિરંતર નિત્ય મળ ઝર્યા કરે છે, એને બહારની સાફસુફીથી સાફ કરી શકાતું નથી તેમ અંદરથી સાફ કરવાનો તો કોઈ પણ ઉપાય છે જ નહિ. મેલ બહાર નિકળ્યા પછી ગુદાદ્વારને બહારથી સાફ કરવામાં આવે છે, પરંતુ આંતરડાં વગેરેમાં અંદરખાનેથી તો તે ચોંટેલે જ હોય છે, એ જ દશા નાક, મેં કાન વગેરે અન્ય છિદ્રોની પણ સમજવી. આ રીતે વિચાર કરતાં જણાશે કે આ મળમૂત્રાદિથી ભરેલા અમંગળ એવા દેહને માટે બાહ્ય કિવા આંતર એકે શુદ્ધિ છે જ નહિ !
અહંભાવ એળે પણ ન લે આ રીતે દેહવાસના અત્યંત મલિન છે જે ઉપરના વિવેચનથી જાણી શકાશે. આ સંબંધમાં મહર્ષિ વસિષ્ઠજીએ રામચંદ્રજીને આ પ્રમાણે કહ્યું છે કે “હે રામ ! પગથી માંડીને ઠેઠ માથા સુધી માતાપિતાથી ધડાયેલો એવો “ આ દેહ એટલે જ હું છું” એવો જે નિશ્ચય એ જ ખરું જોતાં ભૂલ ભરેલૈં હોઈ તદ્દન ખે અને બંધનને લાવનાર છે. આ “હે એટલે દેહ જ છું” એવો નિશ્ચય જ કાળસૂત્ર નામના નરકની કેડી (પગથી) છે, તે અવિચિ નામના નરકની મોટી જળ છે અને અસિપત્ર નામના નરકની હાર છે. વ્યવહારમાં સર્વસ્વનો નાશ થઈ જાય તેપણું ભલે પરંતુ તે નિશ્ચયને તે કોઈ પણ પ્રયત્ન દૂર કરવો જ જોઈએ. પોતાનું ભાવિ કલ્યાણ થાય એવી આશા રાખનારે તે કુતરાનાં માંસને લઈ જતી ચંડાલણ સમા એ દેહમાં જ માની લીધેલ અહંભાવનારૂપ પિશાચણુને એળો (છાયા) સર પણ પડવા દે નહિ જોઈએ.
લાક, શાસ્ત્ર અને દેહવાસના ત્યાગવા યોગ્ય છે. આ મુજબ લોકવાસના, શામવાસના અને દેહવાસના એ ત્રણે વાસનાઓ અવિવેકી મૂર્ખાઓને જ સ્વીકારવા જેવી લાગે છે, પરંતુ વસ્તુતઃ એ વાસનાઓ જિજ્ઞાસુઓને આત્માનું જ્ઞાન થવામાં વિરોધી છે, જેથી વિવેકીઓએ તે તેમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, આથી જ હૃતિ, મૃત્યાદિ તમામ શાસ્ત્રો પણ લોકવાસના અને દેહવાસનાથી જીવને યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કદાપિ થતું નહિ હેવાથી તે ત્યાગવા ગ્ય છે, એમ પોકારી