________________
ગીતાદહન ] આમ જે સર્વભૂતને આત્મવરૂપ જાણીને ભૂતરહિત ભાવનાવાળો થયો છે- [ ૩૫ એવી રીતના સર્વાત્મભાવ વડે દાબી દઈ આત્માનો અનુભવ લઈનિઃશંક બની જવુ, તે જ ખરી આસ્તિકતા હેઈ, તેવા પ્રકારના દઢ નિશ્ચય વડે સર્વાત્મભાવને અભ્યાસ કરનારાઓ જ ખરા આસ્તિકે કહેવાય છે. આવા પ્રકારના ખરા આસ્તિક અને નારિતકની સર્વત્ર શોધ કરી રહ્યો છું, પરંતુ તે પૈકી એકને પણ હજુ સુધી પત્તો લાગ્યો નથી.
કિરણશ ૧૩
શંકાઓ શા માટે પૂછવી જોઈએ ? આ સમયે સભામાં કોઈ પુરુષ આવ્યો અને તેને મારે કેટલીક શંકાઓ પૂછવી છે એમ કહ્યું. શંકાઓ દીર્ધ અને લધુ એમ બે પ્રકારની હોઈ તેને વ્યવહારમાં બધા જાણે છે; પરંતુ આપની પાસે તે કરતાં કોઈ ત્રીજી જ શંકા હોવાનું જણાય છે.' આમ સાંભળતાં જ તેઓ વિચારમાં પડી ગયા, તે ઉપરથી પૂછ્યું કે, તમો વિચારમાં કેમ પડી ગયા? શું મારું કહેવું તમને અયોગ્ય લાગે છે? મેં કાંઈ તમને આ ઉપહાસની દૃષ્ટિએ કહ્યું છે એમ માનશો નહિ. કારણ શંકાને ઉદ્દેશ મેલ સાફ કરવાનો હોય છે. જેમ શરીરમાંથી દીર્ઘ અને લધુ શંકા દ્વારા શરીરમાંને મેલ સાફ થઈ જાય છે તથા તેથી શરીર હંમેશ નિરોગી અને આનંદિત રહે છે, તેમ મનમાં પણ સંક૯૫વિક૫ત્મક કચરો એકઠો થવાથી મનુષ્ય કારૂપી સાગરમાં ઘેરાઈ જાય છે, કારણ કે આ શંકારૂપ મહાચક્કર એવું તે વિલક્ષણ છે કે તેમાંથી કેઈ ભાગ્યે જ છૂટી શકે છે. શંકા વડે થનારા અનર્થો તો વ્યવહારમાં નિત્યપ્રતિ જોવામાં આવે છે. શંકા વડે જ મિત્ર શત્રરૂપ બને છે; પત્નીનો ત્યાગ કરવામાં આવે છે, કારણ વગર ઝઘડાઓ ઉત્પન્ન થાય છે ઈત્યાદિ શંકાની અનેક પરંપરા વ્યવહારમાં પ્રસિદ્ધ છે. જે મનુષ્ય તમામ શંકાઓથી ૨હિત થયો હોય તે જ ખરો સુખી કહેવાય છે. એટલા માટે શંકા એ મનનો મહાન મેલ એટલે કચરો છે તે અંદર રહેવાથી મનુષ્યનાં માનસિક અને શારીરિક એમ બંને પ્રકારનાં સ્વાસ્થને નાશ થઈ જાય છે. અનેક પ્રકારની શંકાઓથી ઘેરાયેલા પુરુષને કદી સુખે નિદ્રા પણ આવતી નથી. ચિતા એ જ એની કન્યાઓ હોઈ ઈચ્છા કિવા વાસનાઓ એ જ તેના આશ્રયદાતાઓ છે અને અજ્ઞાન એ જ એનું ઉત્પત્તિસ્થાન છે. આમ શંકા વડે ઘેરાયેલો પુરુષ અનેક પ્રકારની ઇચ્છાઓ તથા વાસનાઓ વડે ચિંતામાં ને ચિંતામાં જ પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે. સંશય એ તેનું બીજું નામ છે. તમાત આ સર્વ દુઃખનું મૂળ એવી શંકાએરૂપી મનના મેલને બહાર કાઢી નાખવો જોઈએ. ઉપર કહ્યું તેમ શરીરમાં મેલ જે દીર્ઘ અને લઘુ શંકા વડે બહાર કાઢી નાખવામાં નહિ આવે તો તે જેમ શરીરના સ્વાધ્યને મહાન અહિત કરનારું નીવડે છે, તેમ મનના મેલરૂપ જે શંકા કિંવા સંશય તેને જે મનમાં જ સંગ્રહી રાખવામાં આવે છે તે ભયંકર વિષ સમાન હેઈ સર્વરવ રીતે પોતાનો વિનાશ કરનારું નીવડે છે. આથી “હાથમાં દિકરતા એમ ગીતામાં ભગવાને કહ્યું છે અને એટલા માટે જ તેને સંશય કિંવા શંકા એવું નામ હાઈ તેને મનમાં નહિ રાખતાં બહાર કાઢી નાખવી જોઈએ; આથી અનાદિકાળથી એવો નિયમ ચાલતો આવેલ જણાય છે કે બુદ્ધિમાને પિતાની યોગ્ય શંકાઓનું નિવારણ તત્ત્વવિદો એવા બ્રહ્મનિષ મહાત્માઓની પાસે જઈને કરાવે છે. આ ઉપરથી તમો શંકા કોને કહે છે તે સંબંધમાં સારી રીતે સમજી શકયા હશે. માટે હવે ઈચ્છા હોય તો તમે તમારી શંકાઓ ખુશીથી પૂછી શકે છે.
દરેક ક્ષણે ભગવાનનું સ્મરણ કેમ કરવું ? પ્રશ્નઃ એક ક્ષણ પણ વિસર્યા સિવાય નિત્યપ્રતિ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, તેમ જ ફક્ત અંતકાળમાં જ જે ભગવાનનું સ્મરણ થાય તો બસ થાય છે, એમ કહેવામાં આવે છે. વળી એમ પણ કહેવાય છે કે જે આ જન્મારે નામસ્મરણ કર્યું હોય અને અંતકાળે તેનું સ્મરણ નહિ થાય તે કરેલું બધું નિરર્થક જ છે. આ બધા પૈકી સાચું શું?