________________
ગીતદેહન] તે આત્મા સર્વવ્યાપક, શુદ્ધ, ચિપ, અશરીર, અવણ યા સંપૂર્ણ, પાપરહિત છે. [૩૯
હતો પણ તે તે ગભરાઈને નાસી ગયો, પરંતુ પેલો ગોવાળ તો મારા પર દેવળ પડી મને વાગે નહિ એવા ઉદ્દેશ વડે એકદમ આવીને મને ભેટી પડ્યો; તેની આવી નિસીમ ભક્તિ વડે હું તેને પ્રસન્ન થયો છું, તેને મારાં સાક્ષાત દર્શન થયાં છે. તે હવે મારાથી જુદો રહ્યો નથી. માટે હવે તું તેના દ્વારા જ મને પ્રાપ્ત કરી શકીશ”, એમ કહ્યું. આ મુજબની નિઃશંક શ્રદ્ધાએ જ સર્વનું મૂળ છે. તે કયાં અને કેવી રાખવી તે સંબંધમાં પ્રથમ કહેવામાં આવ્યું જ છે.
દેવતા એ છે કે અનેક છે? પ્રશ્નઃ દેવતાઓ અનેક છે. શાસ્ત્રોમાં તે તે દેવતાઓની મહત્તાનાં વર્ણન ગવાયેલાં છે. જેમ કે રામાયણમાં રામનાં, ભાગવતમાં કૃષ્ણનાં, વિષ્ણુપુરાણમાં વિષ્ણુનાં, દેવી પુરાણમાં દેવીનાં ઇત્યાદિ. તો તે બધામાં એક કોણ? વળી આપે જે શિવભક્તની વાત કરી તેવા જ અનુભવો બીજા દેવતાના ભક્તો માટે પણ હેવાનું શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તો આ નાના મોટાને ઝઘડે શી રીતે મટે ? આ શંકાનું નિવારણ આપ કૃપા કરીને કરો.
એક દેવ કર્યો ? ઉત્તર : આ સંબંધે મેં વખતો વખત ઘણે સ્થળે કહેલું છે (દત્ત પરશુરામ ખંડ ૧ ઉપાસનાકાંડ જુઓ): છતાં તમોને સંક્ષેપમાં કહું છું. બધા લોક લાંબા વખત સુધી ઉપાસના કરે છે; પરંતુ મનમાં તો, તેઓ તમારી જેમ શંકાશીલ હોય છે. વળી શાસ્ત્રમાં એક જ દેવની ઉપાસના કરવી એમ જણાવ્યું છે, તેનું ખરું કારણ સમજ્યા વગર આ દુરાગ્રહીઓ પોતાના મનમાં આવે તે દેવનું પૂછડું પકડી વગર સમયે આપસઆપસમાં ઝઘડાઓ કરે છે. પિતાનો વાર્થ સાધનારાઓ તો શાસ્ત્રનો બેટો આધાર બતાવીને શાસ્ત્રમાં આમ જ કહ્યું છે એમ કહી અજ્ઞાની લોકોની મૂઢતાનો લઈ શકાય તેટલો લાભ લેવા ચૂકતા નથી. આ રીતે ઉપાસનાને મૂળ શાસ્ત્રઉદ્દેશ જે સાત્વિક ભાવની વૃદ્ધિ થવાનો છે તેને બદલે પ્રસ્તુત સમયે તામસભાવની વૃદ્ધિ થઈ કુસંપ, અને આપસઆપસમાં વૈમનસ્ય ઉત્પન્ન કરવા તરફ જ થતો હોવાનું જણાય છે. તેનું કારણ અજ્ઞાનતા જ છે. આવી ઉપાસના એ સાચી ઉપાસના નથી, પરંતુ તે તો કેવળ મિથ્યાચાર, દુરાગ્રહ, દંભ કિંવા ઢાંગ કહેવાય છે. વાસ્તવિક રીતે તે જેમ એક જ માટીમાંથી ઘડાઓ, ઈટો, નળિયાં, સગડીઓ ઇત્યાદિ ચ જુદા જુદા અનંત આકારો બને છે તેમ એક ચિતન્યન પરમાત્મામાંથી જ આ જે જે કાંઈ દેખાય છે તે બધું થવા પામેલું છે. માટીમાંથી ઉત્પન્ન થતા અનેક આકારો જેમ માટીથી ભિન્ન નથી તેમ આ બધું વાસ્તવિક રીતે પરમાત્માથી બિલકુલ ભિન્ન નથી. આ મુજબ નિર્ગુણ, નિરાકાર, નિર્વિકલ્પ, અદ્વિતીય, અનિર્વચનીય એવો તે પરમાત્મા જ ચરાચરરૂપે બનેલો છે; છતાં તેને અદ્વિતીય, નિર્ગુણ તથા અનિર્વચનીય સ્વરૂપનું સાચું જ્ઞાન જ્યાં સુધી થએલું હોતું નથી ત્યાં સુધી તેને માટે તો આ અજ્ઞાનતાના ઝઘડાઓ ચાલુ જ હોય છે. પરંતુ જ્યારે તેનું સાચું જ્ઞાન થાય છે ત્યારે આ બધા ઝઘડાઓનો મૂળ સહિત ઉછેદ થઈ જાય દે. તેવું જ્ઞાન થવાને માટે જ અજ્ઞાનીઓની યોગ્યતાનો વિચાર કરી પોતપોતાને પ્રિય હોય એવા કોઈ પણ મૂર્તાિવિશેષના આકારરૂપે પરમાત્માની સગુણ સ્વરૂપે ઉપાસના કરવા શાસ્ત્રોમાં જણાવ્યું છે.
ભગવાનના દર્શન સોનાની વીંટી, બંગડી, નપુર, કડાં, કુંડળાદિ આકારોને આ કડાં, કુંડળાદિ નહિ પરંતુ સોનું જ છે, એવા એક ભાવ વડે ઓળખવા તે જેમ સાચું જ્ઞાન કહેવાય, તેમ આ અનંત ભિન્નભિન્ન નામરૂ પાદિ વડે ભાસમાન થનારું દૃશ્ય જાળ વસ્તુતઃ જોવામાં સાંભળવામાં, સ્પર્શવામાં કે સંકઃપવામાં આવે છે તેવું તે નથી પરંતુ પરમાત્મા યા ભગવાનરૂપ જ છે, એમ સમજીને દરેક વસ્તુને પોતાને જે ઈષ્ટદેવ હોય તે રૂપે જ માનવું. એટલે રામના ઉપાસકે બધે એક રામ જ વ્યાપેલે છે એમ જેવું, કુષ્ણુના ઉપાસકે કૃષ્ણ, વગેરે. ટૂંકમાં પોતપિતાના ઉપાસ્ય દેવતા જ ચરાચરમાં સર્વત્ર વ્યાપેલા હોઈ તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ. પછી તે ઇતરની દષ્ટિમાં રામ, કૃષ્ણ, દેવી, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, શિવ ઇત્યાદિ પછી ગમે તે હોય પણ પિતાની દષ્ટિમાં તે તે એક પોતાના ઉપાસ્ય દેવતા રૂ૫જ છે એમ સમજવું. એટલું જ નહિ પરંતુ જગતમાં હું, તું,