________________
૩૮] . a ચૈાર શુકમામનગમનાવિક રુદ્ધમાવવિધ [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૪ શંકરનું પૂજન કરતા હતા. પાસે એક નદી હતી તેમાં સાંજે સ્નાન કરીને પછી શાંતિથી શંકરનું પડશ ઉપચાર સહ પૂજન કરતા હતા. તે એક ગાવાળે જોયું. તેણે પણ રાજાના ગયા પછી પૂજનની શરૂઆત કરી. તેની પાસે તો રાજાના જેવાં સાધનો ન હતાં, પરંતુ શુદ્ધ અંત:કરણ અને શ્રદ્ધા એટલા જ બે ઉપચારો હતા. તેણે જોયું કે રાજા જલાધારી દ્વારા શિવલિંગ ઉપર પાણીની સતત ધારા કરતા અને બીલીપત્ર ચડાવતા હતા. બીજા બધાં સાધનો તો તેની પાસે ન હતા જેથી જંગલમાંથી બીલીનાં ડાંખળાંનો મોટો ઢગલે થાય તેમ શિવલિંગ ઉપર ચડાવતે તથા નદીમાં જઈ સ્નાન કરી પાણીને માટે પોતાની પાસે કાંઈ વાસણ ન હોવાથી મોઢામાં જ પાણી ભરીને જળાધારીમાં નાખો. આમ દરેક વખતે જઈ નદીમાં સ્નાન કરે છે મોઢામાં પાણી ભરીને તે જળાધારીમાં નાખે. આવો ક્રમ રોજ શુમારે સે વખત ચાલતો, છતાં પણ જળાધારી ભરાય નહિ ત્યાંસુધી તેને તે કદી પણ અધૂરી મૂકતા નહિ. આવી રીતે બનની શુમારે પંદર સોળ વર્ષ ની કાળ વ્યતીત થવા આવ્ય; પરંતુ શિવજી તો કોઈ પ્રસન્ન થયા નહિ. આથી રાજની મૂંઝવણ વધી. તે શંકરછની ઘણી ઘણી પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે એક દિવસે તેને રવમ આવ્યું કે આજથી ચોથે સોમવારે હું તને પ્રત્યક્ષ દર્શન આપીશ. સવારે જાગ્યા પછી રાજા ઘણા ખુશી થયે. તેણે પોતાના સામતને આ વાત કરી. તેઓ પણ ઘણા રાજી થયા. હવે તો દરરોજ દેવાલયમાં ધામધૂમથી મેટો ઉત્સવ ઊજંવવા લાગ્યો. બિચારા ગોવાળને તો કોઈ અંદર પેસવા પણ દેતા નહિ. આ ઠાઠમાઠમાં ગરીબ બાપડાને કાણુ ભાવ પૂછે? આમ થતાં થતાં નિયત સોમવારનો દિવસ અવી પહોંચ્યો. ઘણી જ ધામધૂમથી ઉત્સવની શરૂઆત થઇ. સંધ્યા સમયે રાજા રાજોપચાર વડે પૂજન કરી રહ્યા છે, ત્યાં તો શ્રી શિવલિંગમાંથી એક મહાન ધ્વનિ નીકળવા માંડ્યો, એ અવાજ એટલે બધા વિલક્ષણ હતો કે તે સાંભળતાં જ બધા ગભરાટમાં પડ્યા. આ ધ્વનિએ તે મોટું સ્વરૂપ પકડયું; તેથી દેવાલય સહ આજુબાજુની ધરતી પણ કંપવા લાગી. મંદિર તો એટલું બધું ધ્રુજવા લાગ્યું કે જાણે હમણું જ તૂટી પડશે. આથી લોકેએ જ્યાં રસ્તે મળે ત્યાં નાસવા માંડયું. દેવળમાં બેઠેલા રાજાએ પણ આ બધાં ભૂકંપનાં ચિહ્નો છે એમ સમજી પૂજનાદિને સામાન ત્યાંને ત્યાં જ મૂકી દઈ મળે તે રસ્તે નાસવા માંડયું. આખરે તે પિતાને સ્થાનકે જઈ પહોંચ્યો. મનમાં તો ઘણું જ દુ:ખ થયું કે આજે ભગવાને મને દર્શન આપવા કહ્યું હતું તે તો બાજુએ રહ્યું પણ ઊલટું મારે જીવ જવાનો પ્રસંગ આવ્યો. આ વિચારમાં ને વિચારમાં રાજા નિદ્રાવશ થયો.
ભગવાનનાં સાક્ષાત દર્શન આ તરફ રાજા સાથે બધા નાસી ગયા છતાં દેવાલયમાંથી અવાજ નીકળતો જ હતો, તેમ ધરતી પણ ધ્રુજી ઊઠી હતી તથા દેવાલય પણ હાલતું હતું. તે દૂરથી પેલા ગોવાળના જોવામાં આવ્યું. તે તો તરત જ દોડ્યો અને જુએ છે તો ત્યાં કોઈ નથી અને અવાજ તે નીકળે છે, તેમ દેવાલય પણ હાલી ઊઠયું છે. તે તે તરત જ દેવાલયમાં પેઠે અને દેવાલયમાંની શંકરની પીંડી(શિવલિંગ)ને બાથમાં લઈ આડો પડી રહ્યો. તેણે વિચાર કર્યો કે આ દેવળ પડી જશે તો મારા શંકરનું શું થશે? માટે ભલેને તે મારી પીઠ ઉપર પડે, છતાં પણ હું ભગવાનને આંચ આવવા નહિ દઉં. ગરીબના તથા ભોળાના બેલી ભગવાન હોય છે તે કાંઈ ખોટું નથી. તેની આવી ભાવના જોઈ ભોળાનાથ તત્કાળ પ્રસન્ન થયા. અવાજ વગેરે બંધ થયો. ધરતી પ્રજતી પણ બંધ થઈ એટલે ગોવાળને નિરાંત થઈ કે હવે કાંઈ ભીતિ રહી નથી, એમ સમજીને તે શિવલિંગને પિતાની બાથમાંથી છોડી દઈ ઉપર જુએ છે તો પાંચ મુખ, ત્રણ નેત્રો, આખા શરીરે ભસ્મનો લેપ, વ્યાઘાંબર ધારણ કરેલું હોઈ જેના હાથમાં ત્રિશળ છે, જટામાં ગંગા છે. તથા ગળામાં સર્પ ધારણ કરેલા એવા સૌમ્યરૂપે સાક્ષાત ભગવાન શંકર પોતાની સામે ઊભેલા તેના જોવામાં આવ્યા. તેમની દિવ્ય કાંતિ જોતાંવેંત જ તે તો તદ્દન સમાધિમાં જ સ્થિર થઈ ગયો. ભગવાન શંકરે તેના મસ્તક ઉપર હાથ મૂકતાંની સાથે જ તેને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું અને તે ભગવત સ્વરૂપમાં જ સ્થિર થયો. આ તરફ રાજા. નિદ્રાવશ થયો એટલામાં તેને એક સ્વપ્ન આવ્યું અને તેમાં શિવે તેને “હું તને દર્શન આપવા આવો