________________
૩૬ ]
ર છે મોરઃ : શો
તમનપતિઃ શ.
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૪
મારે અંતકાળ કયારે છે ? ઉત્તર : આ સંબંધમાં પ્રથમ એક દષ્ટાંત કહું છું તે સાંભળે.' એક શિષ્ય એક મહાત્માની પાસે સેવા માટે રહ્યો. નિત્યપ્રતિ તે સદગુરુની સેવામાં તત્પર રહેતો હતો. આમ તેને બાર વર્ષોને કાળ વીતી ગયો. મહામાનાં દર્શનને માટે દૂર દૂરથી ઘણુ લોકો હંમેશાં આવજા કરતા. તેમને જેની તેની યોગ્યતા અનસાર મહાત્મા ઉપદેશ કરતા હતા. પરંતુ બાર વર્ષો વીતી જવા છતાં આ શિષ્યને કાંઈપણ ઉપદેશ કર્યો નહિ. બાર વર્ષો થયા પછી શિષ્યને પોતાને ઘેર જવાની ઈચછા થવાથી તેણે શ્રી ગુરુની આજ્ઞા માગી. ગુએ વણા જ આનંદથી આશીર્વાદ સાથે રજા આપી. શિષ્ય પૂછયું, “ગુરુદેવ! મારે શું કરવું જોઈએ તે આપ કૃપા કરીને કહે.” ગુરુદેવ બોલ્યા, “અરે ! કરવાનું તે કાંઈ નથી, ફક્ત મરણ સમયે એક ક્ષણમાત્ર ભગવાનનું નામસ્મરણ કરવું જોઈએ એટલે થયું.” શિવે કહ્યું, “ડે ! એટલું જ કરવાનું? અને તે પણ મરણ સમયે?” ગુરુએ કહ્યું, “હા.” શિવે કહ્યું: “તે પછી જેઓ આપની પાસે આવતા તે બધા લોકોને તે આપ એમ કહેતા કે જે હંમેશાં નામસ્મરણ કરશે નહિ તેને મોટાં મોટાં નરકમાં પડવું પડશે અને મને તો ફક્ત અંતકાળને સમયે ક્ષણમાત્રને માટે ભગવાનનું નામસ્મરણ કરવું એટલું જ એક કાર્ય કહે છે.” ગુરુએ કહ્યું, “ તું મને અતિપ્રિય છે તેથી મેં તને આ સાચેસાચી વાત કહી છે.” આ સાંભળીને શિષ્ય તે હરખાતે હરખાતે પોતાને ગામ જવા નીકળ્યો. બાર વર્ષ સુધી મહામાની સેવા થયેલી હતો, તે કાંઈ નિષ્ફળ નીવડે? રસ્તામાં વિચાર કરતો જાય છે કે અંત સમયે એક ક્ષણ માટે નામસ્મરણ કરવાનું છે તો પછી આ બધા આખો જન્મારો તેમ શા માટે કરતા હશે ? તે એ સાચું સમજતા નથી. આપણને તે ગુરુ મહારાજે સાચી ચાવી બતાવી દીધી છે, માટે હવે સુખેથી સંસારપ્રપંચ કરીશું અને મરણનો વખત આવશે ત્યારે જોઈ લેવાશે. આમ વિચાર કરે છે એટલામાં તો વળી પાછો એવો વિચાર આવ્યો કે આ તો આપણને ધણે જ સહેલે માર્ગ મળી ગયો, પરંતુ એક વાત તે પૃથ્વી રહી ગઈ કે મારો અંતકાળ કયારે છે? તે કાંઈ ગુરુ મહારાજે કહ્યું નહિ અને મને પણ પૂછી લેવાનું સ્મરણ રહ્યું નહિ. માટે ફરીથી જઈને પૂછી આવું આથી પુનઃ ગુરુ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને નમ્ર ભાવે પૂછયું :
એક ક્ષણ પણ કેમ વ્યર્થ ગુમાવવી નહિ? “ ગુરુદેવ ! આપે મારા ઉપર કૃપા કરીને મને તદ્દન સી અને સરળ તથા જેમાં બીજી કોઈ પ્રકારની ખટપટ કરવી પડતી નથી તેવો અતિ ઉત્તમ માર્ગ બતાવ્યો, જેથી મને ઘણે જ આનંદ થયો. પણ ઘેર જતાં જતાં રસ્તામાં મને એ વિચાર આવ્યો કે મારે અંતકાળ કયારે છે તે પૂછવાનું હું તને ભૂલી ગયે; તો કપા કરીને તેટલું મને કહેશે એટલે આપની આજ્ઞા પ્રમાણે હું તે સમયે ભગવાનનું નામસ્મરણ કરી શકું.” આ પ્રશ્ન સાં નળીને ગુરુદેવ બોમા, “હે વત્સ! તે વાતની તો બ્રહ્મદેવને પણ ખબર નથી, તો પછી બીજની તો વાત જ શી? અંતકાળે ક્ષગુમાત્રને માટે ભગવાનનું નામસ્મરણ કરવાનું છે, એ વાત તને કહી તે તદ્દન સાચી છે; પરંતુ આ શરીર એટલું બધું નાશવંત છે કે તેને અંતકાળની ક્ષણ ક્યારે આવશે તેને કાંઈ ભરોસે નથી. અરે ! તું અને હું આપણે બંને વાત કરી રહ્યા છીએ એટલામાં પણ કદાચ તે આવી જાય ! આ કાળ એટલે બો ઝડપી છે કે કોઈ મનુષ્ય બોલતો હોય તો તેને એક શબ્દ અંદર અને બીજે નહાર નીકળે તે ૫લાં તે તે તેને રામશરણે પડીચાડી દે છે. આમ આ અંતકાળની ક્ષણે કયારે આવશે તેની કાંઈ કોઈને ખબર હોતી નથી માટે જ હું દરેકને કહી રહ્યો હતો કે એવી એક પણ ક્ષણ જવા ન દેશે કે જેમાં ભગવાનનું નામસ્મરણ ન થાય; કારણ કે જે ક્ષણમાં નામસ્મરણ થયું ન હોય તે સમયે જ ઓચિંતો કાળ છાપો મારે તે શું થાય ? માટે ધ્યાનમાં રાખ કે એક ક્ષણ પણુ ગુમાવ્યા સિવાય ભગવાનનું નામસ્મરણ કરતા રડે, એ જે હું લોકોને કહી રહ્યો હતો તેનું રહરય આ જ છે.” સારાંશ એ કે, શરીર એ એટલું બધું અશાપર કિંવા નશ્વર છે કે જે કાંઈ આસમાની સુલતાન ન થાય તો આ બધું કાલ સવાર સુધી રહેશે એવી જગતની દરેક વસ્તુઓને માટે કદાચ ખાતરી આપી શકાય; પરંતુ શરીરને માટે