________________
ગીતાહન] કવિ એ સર્વજ્ઞ, મનને પણ નિયામક, સર્વમાં રહેનાર સ્વયંભૂ અને શાશ્વત છે- [૧
કદાચ તે પ્રચાર કરવાની તક રહેત, પરંતુ આમાં તો તેવો પ્રકાર પણ નથી. અર્થાત આ બધા મિથ્યાવાદ અને સાંપ્રદાયના પ્રસ્તુત યુગમાં જે ઝધડાએ ચાલેલા લેવામાં આવે છે તે કેવળ નિરર્થક હોઈ અજ્ઞાનતાદર્શક જ છે, તે સારી રીતે સમજી શકાશે.
ધર્મને નામે ચાલતા ઝઘડાઓ દુઃખની વાત તે એ છે કે ધર્મને નામે ચાલનારા પરસ્પર આવા નિરર્થક ઝઘડાઓને લીધે આજે જગતમાં જ્યાં ત્યાં ઈર્ષ્યા, પ, કુસંપ, વૈમનસ્ય, વૈર ઈત્યાદિએ એટલું બધું ઉગ્ર રૂપ પકડયું છે કે વ્યવહારના ઝઘડાઓમાં પણ તેની બરાબરી કવચિત્ જ જોવા મળે. આમ તવ નહિ સમજતાં શાસ્ત્રોના અર્થનો અનર્થો કરી અજ્ઞાનીઓનો લેવામાં આવતો અયોગ્ય લાભ તો કેવળ પોતાનો સ્વાર્થ સાધવાની પવૃત્તિને જ આભારી છે; એમ બુદ્ધિમાનો સ્પષ્ટ સમજી શકશે. તમે કદાચ કહેશો કે એક જ દેવ હોય તો પછી શ્રી વ્યાસાચાર્યજીએ આ ઝઘડા વધે એવાં વર્ણન શા માટે કર્યા છે તે તે સંબંધમાં કહું છું તે સાંભળો.
જુદા જુદા દેવતાઓનાં વર્ણનેનું કારણ આ ચાલું બ્રહ્માંડની ઉત્પત્તિ થવા પામી ત્યારે આરંભમાં કોઈ પણ પ્રકારના ઝઘડાઓ હતા જ નહિ, તેમ સૌથી પ્રથમના કૃત (સત) યુગમાં સર્વ લોકે કેવળ બ્રહ્મવિચારમાં જ નિમગ્ન રહેતા અને નિષ્કામ ત પાદિ દ્વારા તેઓ અવ્યક્ત એવા પરમાત્માના સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરી લેતા, આથી તેઓમાં ઝઘડાઓ જ ન હતા. ત્યારપછી જેમ જેમ કાળ વ્યતીત થવા પામ્યો તેમ તેમ પરમાત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન મેળવવાના માર્ગે જનારા લેકેની સંખ્યામાં ઘટાડો થવા પામ્યો અને આસુરી માર્ગે જનારાઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો. તેથી જેઓને બ્રહ્મસાક્ષાત્કાર થયો હોય તેવાઓનું પૂજન અર્ચન કરવાની પ્રથા શરૂ થઈ. આ રીતે આ સાંપ્રત પૃથ્વીની ઉત્પત્તિ થયાને જ્યારે ૧૭,૨૮,૦૦૦ સૌર વર્ષ જેટલો કાળ નીકળી ગયે, તેટલા સમયમાં લોકોમાં પરમાત્માના સાચા અવ્યક્ત સ્વરૂપના જ્ઞાનને લગભગ લોપ થવા પામ્યો અને પોતે પૂજાવાની અભિલાષાને લીધે આત્મસાક્ષાતકારી મહાત્માઓની પૂજા પ્રત્યે અજ્ઞાનીઓની અંદર આપ આપસમાં ઈર્ષાવૃત્તિ ઉત્પન્ન થઈ. આ રીતે બ્રહ્મષિઓ પ્રત્યે દ્વેપ કરનારા અને અહંકાર વડે પોતાને જ પૂજ્ય માની લેકે પાસે પૂજન કરાવવાની ભાવનાવાળા આસુરી સંપત્તિમાન મૂઢમાં પોતે પૂજાવાને માટે તથા એહિક ભેગો દેવતાઓ તરફથી પ્રાપ્ત થતા હોવાથી પોતપોતાના ઇષ્ટ દેવતાની શ્રેષ્ઠતા દર્શાવવાના ઉદ્દેશથી તેમની જ પૂજા લોકે કરે એવા દુરાગ્રહનો સિદ્ધતા અર્થે ભયંકર ઝઘડાઓ ઉત્પન્ન થવા પામ્યા. આ વસ્તુસ્થિતિનો વિચાર કરી અજ્ઞાનીઓને અવળે માર્ગે જતા રોકવાની ઇચ્છા વડે મહર્ષિએ તેમને, પોતપોતાના ઇષ્ટ દેવતાઓ જ શ્રેષ્ઠ છે એવી રીતે બાળકોને સમજાવવાની પદ્ધતિનો અંગીકાર કરી, જેના આચરણથી અંતે અવ્યક્ત એવા પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય તેવા પ્રકારે મૂર્તિની ઉપાસના કરવાના માર્ગે લોકોમાં પ્રકટ કર્યા. આમ અજ્ઞાન વડે આપસઆપસમાં ચાલી રહેલા ઝઘડાઓમાંથી આ મૂખીઓને બચાવવાને માટે તેમની બુદ્ધિનો ભેદ નહિ કરતાં તમે જે દેવતાઓને માને છે તે જ બરોબર છે કેમ કે તેમની શક્તિ મહાન હોઈ તેમણે મોટાં મોટાં કાર્યો જગતમાં કરેલાં છે; તે જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયાદિના કર્તા છે. માટે તો બીજું બધું છોડી દઈ કેવળ એક ભાવે તેમની ઉપાસના કરીને તેની સાથે જ તદ્રુપ બની એ એમ કહેલું છે.
આ રીતે આ બધા માર્ગો ઉપરઉપરથી જોવામાં આવે તે જુદા જુદા હોય એમ જણાય છે, પરંતુ તે સર્વે નો -ઉદેશ અંદરખાને તો એકનો અનુભવ કરાવી આપવો એ જ હોવાનું સ્પષ્ટ તરી આવે છે. તે ઉદ્દેશ એવી રીતે બતાવવામાં આવેલ છે કે જેને જે દેવના ઉપર પ્રીતિ હોય તે દેવતા જ જગતમાં સર્વત્ર વ્યાપેલે છે; આ ચરાચર તેનું જ રૂ૫ છે; એ રીતે પોતાહ બે કિંવા અનેકપણાની ભાવનાને ત્યાગ કરીને એક ભાવમાં જ સ્થિર થઈ અંતે પિતાને પણ ભૂલી જવું જોઈએ. આમ છે તો હવે કહે કે આમાં મોટો દેવ કે અને નાન કોણ? બધા સરખા જ છે.
|