________________
૨૬]
તગતિ તગતિ ત તન્નતિ
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૯
હકાર મળ્યો કે તરત જ પાસે એક ચાર આંગળ પળો કાગળનો ટુકડે પડ્યો હતો તે હાથમાં લઈ તે રાજાના હાથમાં આપ્યો અને કહ્યું કે રાજા ! આના સવા લાખ ટુકડા કરો. રાજા તો તે સાંભળતાંની સાથે જ સ્તબ્ધ થયો. ઇતર સભાસદો પણ આ આજ્ઞા સાંભળવાની રાહ જોતા હતા; તેઓ પણ વિચારવા લાગ્યા. આ રીતે રાજાને સ્તબ્ધ અને વિચારમાં પડેલો જોઈ તેને કહ્યું, રાજન ! તમે હવે અહીંથી એકદમ ચાલ્યા જાઓ, કારણ તમે નાલાયક છે. આટલી બધી વખત કહ્યા છતાં પણ તમોએ છેવટે ક્ષણ ગુમાવી દીધી. તમારે વિચાર કરવો હતો ! તો તે માટે પ્રથમ ત્રણ દિવસો આપવામાં આવ્યા હતા. તમો હજુ સુધી સાચા નિશ્ચયી અથવા શ્રદ્ધાળુ થયા નથી. જ્યાં સુધી આવી નિષ્ઠા તમારામાં નહિ હશે ત્યાં સુધી ખાલી મેં વડે બોલીને શા માટે ફજેત થાઓ છે? તમારે જે કરવું જ ન હતું તો પછી ત્રણ દિવસ સુધી તમે પોતે હેરાન થયા અને બીજેઓને પણ હેરાન શા માટે કર્યા ? આથી જ મેં તમને કહ્યું હતું કે તમારામાં શ્રદ્ધા નથી, પરંતુ મોહ છે. માટે તમોએ કબૂલ કર્યા મુજબ હવે અને એક પળ પણ થોભવું નહિ જોઈએ. આ સાંભળીને રાજવી જાણે કે પોતાની પ્રિય વસ્તુ ગુમાવી ન હોય, તેવી રીતે ખિન્ન હૃદયે પોતાને સ્થાને ગયા.
કિરણાંશ ૯
આથી પરમેશ્વરપ્રાપ્તિ શી રીતે થાય ? બીજે દિવસે વળી પાછા આવ્યા. તેમણે ક્ષમા યાચીને નમ્ર ભાવે કહ્યું, મહાત્મન ! મને લાગ્યું કે આપ કદાચ સંન્યાસી થઈ પોતાની સાથે આવવાનું કહેશો અથવા તો ત્રીજે માળેથી નીચે કુદવાનું કહેશે. તો તે સર્વ તૈયારી મેં કરેલી હતી, પણ આપે તો એવી આજ્ઞા કરી કે જેથી હું વિચારમાં પડી ગયો. આ રીતે ક્ષણ ગુમાવી દીધી. મારામાં શ્રદ્ધાની પરીક્ષા આપે કરી લીધી; પરંતુ ભગવાન ! મને શંકા છે કે આ કાગળના સવા લાખ ટુકડા શી રીતે થવા પામે ? રાજન ! તું મૂઢ છે. આના સવા લાખ તો શું પણ સવા કરોડ ટુકડાઓ થવા ૫શુ અશકય નથી, પ્રશ્ન : આ ના ટુકડા થવાથી પરમેશ્વરનાં દર્શન શી રીતે થાત ? હે રાજા ! એક તો વચન પાલન કરવાનું છોડી દીધું. ને વળી પાછી શિષ્ટાઈ કરવા માગો છો ? સરદાર સહ સર્વ સભાસદેએ પણ આનાથી પરમેશ્વરદર્શન શી રીતે થઈ શકે તે જાણવાની ઈચ્છા પ્રગટ કરી. તેમની સર્વાની ઈચ્છા જઈ કહ્યું:
પરમાત્માનું દર્શન અવશ્ય થઈ શકત હે રાજન ! સાંભળો. લોકમાં એવી કોઈ વસ્તુ નથી, કે તેમાં પરમેશ્વર ન હોય. ભગવાન ચરીચરમાં વ્યાપક છે. તે વાત સર્વ શાસ્ત્રો અને પુરાણાદિકે કંઠશેષ કરીને પોકારી રહ્યાં છે, તે તો તમારા • જાણવામાં છે, ખરું ને? વળી આમાં બુદ્ધિથી પર છે એમ પણ શાસ્ત્રીએ પોકારીને કહ્યું છે. માટે આત્માને સાક્ષાત્કાર કિંવા પરમેશ્વરનું દર્શન તે જ્યારે બુદ્ધિને વિલય થઈ જઈ તેને શેષ પણ રહેવા ન પામે ત્યારે જ થઈ શકે છે. આ ધોરણે મેં જે કાગળ રાજવીને આપ્યો હતો તેમાં વિચાર કરવાનું છોડી દઈ આજ્ઞા પ્રમાણે તેના બે ટુકડા પછી ચાર, આઠ, પચીસ, પચાસ, સો એમ જ્યાં સુધી નાનામાં નાના ટુકડા થઈ શકે ત્યાં સુધી તે કર્યા જ કરત અને લક્ષ્ય કેવળ સવા લાખ ટુકડાઓ સિવાય બીજે કયાંય પણુ જવા દેવ નહિ, તો પરિણામ એ આવત કે તે વિચારમાં જ તન્મય બની પોતાની જાતને પણ ભૂલી જાત. આમ તદ્રુપતા થતાં જ તમોને જરૂર પરમેશ્વરનાં દર્શન થઈ શકત અને તમો પોતે જેવા આકારે પરમેશ્વરની ઉપાસના કરે છે તેવા સ્વરૂપમાં જ દર્શન પામત, આમાં જરા પણ શંકા નથી; પરંતુ શ્રદ્ધાના અભાવે તમોને હવે શાસ્ત્રમાં કહ્યા મુજબ ક્રમમુકિતના માર્ગે આગળ વધવું પડશે, રાજન! લોકો કહે છે કે અમને ઘણી મહેનત કરવા છતાં પરમાત્માનાં દર્શન થતાં નથી; પરતુ હું તો શોધી રહ્યો છું કે પરમાત્માના દર્શનની તીવ્રતર ઇ ધરાવતા પૂર્ણ શ્રદ્ધાન્વિત મુમુક્ષુઓ કયાં છે? આ જગતમાં પરમાત્મપ્રાપ્તિ કરતાં સહેલ બીજા કોઈ પણ કાર્ય નથી. રાજન ! તમોએ સંન્યાસને કિવા ઉપરથી નીચે વગર વિચાર્યું કુદી પડવાને