________________
૩૦ ]
ચતુ સવfા મૂતાને ચાર-જોવાનુ
[ ઉપાસનાડ કિર૦ ૧૧
અનુકરણ કરીને જીવોને માટે તદ્દન બિનજરૂરી એવાં મોજશેખનાં ફાલતું સાધનોને સંગ્રહ કરે ઇત્યાદિ ખોટા દુરાગ્રહમાં જ સમાયેલ છે. ટૂંકમાં મર્ષિઓએ બતાવેલા સનાતન ધર્મ ઉપરની અશ્રદ્ધા એ જ આજની અવનતિનું મુખ્ય કારણ છે એમ નિશ્ચયપૂર્વક સમજે.
કિરણાંશ ૧૧ અધર્મને અંત આવશે તે જ સુખની પ્રાપ્તિ થશે હે રાજન! તમો હવે સારી રીતે સમજી શક્યા હશો કે વ્યવહારમાં પણ શ્રદ્ધા અને અશ્રદ્ધા નામની બે શાખાઓ છે. તેમાં શ્રદ્ધા એ જ શ્રેષ્ઠ હોઈ અશ્રદ્ધા વડે કેવો ઘાત (વિનાશ) થાય છે, એ વાત તો તમે પ્રસ્તુત સમયે જગત ઉપર ઊતરેલી આપત્તિથી પ્રત્યક્ષ જોઈ શકશે. આ જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી તે આજસુધી આ ભરતખંડમાં આજના જેવી સ્થિતિ એટલે કે છતાં વરસાદ અને છતાં અનાજે ખોરાકની તંગી, લક્ષમીનો ક્ષય અને વિદ્યાનું નામનિશાન પણ રહ્યું નથી, આવા પ્રકારની મહાન આપત્તિ કદી પણ આવેલી ન હતી. જુ નો આ ધર્મ ઉપરની અશ્રદ્ધા વંડ બીજાના આંધળાં અનુકરણને લીધે જીવનને જેની બિલકુલ જરૂર નથી, એવા પ્રકારનાં ફાલતુ શેખનાં સાધનોનો સંગ્રહ તથા નીતિ, ન્યાય, પવિત્રતા, આચાર, વર્ણ ઇત્યાદિ ધર્મોનો ત્યાગ થવાથી સમુદ્રમાં રહેનારી માછલી પાણીના અભાવથી જેમ તરસ વડે ટળવળીને મરે છે, તેમ રોજ અને વગર થતાં હજારો મનુષ્યોનાં મરણે એ સર્વ અધર્મનાં જ ફળ છે એમ નિશ્ચયપૂર્વક સમજે. જ્યાં સુધી મનુષ્યને આ અધર્મ વેતાળનો ભય ઉત્પન્ન થયો નથી. જીવનમાં તદ્દન નિરર્થક એવી વસ્તુઓનો સંગ્રહ કરવા તરફ અપ્રીતિ ઉત્પન્ન થયેલી નથી તથા ધર્મનો નાશ કરે; ફાલતું વિષયવસ્તુઓનો નિરર્થક સંગ્રેડ કરવો; નીતિ, ન્યાય, સદાચાર, વિવેક, વૈરાગ્ય અને સંયમાદિને ત્યાગ કરે; આચારભ્રષ્ટ થવું, મનમાં આવે તેમ અને કાવે તેવું વર્તન કરવું, ગમે તે પ્રકારે લોકોની પાસેથી સ્વાર્થ સાધી લેવો, કેવળ પારકાઓનું આંધળું અનુકરણ જ કર્યા કરવું અને તેને જ કર્મ સમજવું, ઇત્યાદિ પ્રકારોનો અર્થાત સાંપ્રત કાળમાં સમજવામાં આવતાં આવાં કમીરૂપ વેતાળને અંત આવશે નહિ ત્યાં સુધી માટે તે જગતમાં કદી પણ સુખ પ્રાપ્ત થશે નહિ એમ નિશ્ચયપૂર્વક જાણે. સારાંશ એ કે, વ્યવહારમાં પણ સજજને અને આખું પુરુષોનાં વચનમાં જ શ્રદ્ધા રાખવી હિતાવહ છે.
હિતેચ્છુઓએ અન્યથા શ્રદ્ધા નહિ રાખવી હિતેચ્છુ પુરુષોએ અન્યથા એટલે સ્વાર્થ સાધુ એવા પરકીયો ઉપર કરી પણ શ્રદ્ધા રાખવી નહિ પરંતુ પોતાના આપ્ત એવા સજજને ઉપર જ શ્રદ્ધા રાખવી. નહિ તો પરિણામ એ આવે છે કે માછલી જેમ બહારથી સીધા દેખાતા પરંતુ અંદરથી વાંકા વળેલા અને લોટ લગાડેલા તીક્ષણ કાંટા ઉપર શ્રદ્ધા રાખવાથી પોતાનો નાશ કરી લે છે, તેવી રીતે પોતે પોતાના ઉપર વિનાશની આપત્તિ વહોરી લે છે, અને તેનો અનુભવ તે આજે પ્રત્યક્ષ આવી રહ્યો છે. આથી જ આપણા શાસ્ત્રકારો પોકાર કરીને કહે છે કે સજજનો ઉપર જ વિશ્વાસ રાખવો, દુર્જન ઉપર નહિ. આપ્ત પુરુષોનાં વચનો અને સજજને ઉપર વિશ્વાસ રાખવાથી જન કલ્યાણ થયેલું છે અને દર્શન ઉપર વિશ્વાસ રાખવાથી જેઓનો નાશ થવા પામેલો છે તેવાં ઘણાં ઉદાહરણો છે. હવે આ વચને કયાં અને સજજનો કોને કહેવા, તેને વિચાર કરવો જરૂરી છે.
આત અને સજજન કેણ ? સત્ય અને અજ્ઞાત વસ્તુનો બંધ કરી આપનારા આપ્ત કહેવાય અને તેમનાં વચન એ જ મંત્ર કહેવાય. બ્રહ્મનિષ્ઠ મહાત્મા મહર્ષિઓ બ્રાંતિથી, પ્રમાદથી, કોઈને મળવાની ઈચ્છાથી અને ઇન્દ્રિયોના શિથિલપણા આદિથી એટલે તમામ વિષયવાસનારૂપી પારસોથી રહિત હાઈ બુદ્ધિથી પર એવા આત્મસ્વરૂપમાં જ નિત્ય સ્થિત હોવાથી તેઓ જ સાચા આપ્ત ગણાય છે. અને આવા મહર્ષિઓનાં વાકયોને જ આપવાકયો કહે છે. તેમણે કેવળ લોકહિતની દષ્ટિએ અપૌરુષેય એવા વેદોને તપશ્ચર્યાદિ બળ વડે સૌથી પ્રથમ પિતાના
"
મા
તમામ
કામ