________________
૨૮]
nતરા સર્વર તટુ ગ્રાહ્ય રાહતઃ | ફેશ.
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૦
બાગબગીચા, ઘર, મહેલ તથા રાજા જેવું ઐશ્વર્ય મેળવવું, લોકોમાં વાહવાહ થવી, પિતાને બધા સારા કહે ઈત્યાદિ લેકૅષણ, પુષણું અને વિરૈષણામાં જ સુખ માનતા હોવાથી નાના પ્રકારનાં વિષયરૂપ ઐશ્વર્યાનાં ઉપકરણ (વસ્તુઓ)એકત્ર કરે છે, તથા તે વિષય નહિ મળતાં અથવા મળ્યા પછી તેને નાશ થતાં દુઃખ પામે છે. ભિખારીથી તે રાજાપર્યત તમામનો ચાલતો આ બધો વ્યવહાર કેવળ વૈષયિક સાધના આધાર વડે જ સુખ પ્રાપ્ત કરી શકાય છે, એવા પ્રકારની માન્યતાના આધાર ઉપર રચાયેલો હોવાથી તેઓ વ્યવહાર સામગ્રીઓ એકઠી કરવામાં અને કુટુંબના ભરણપોષણમાં જ આખો જન્મ રો ભાર વહેનાર બળદની જેમ વ્યતીત કરે છે. આ વ્યવહારમાં ઘણોખરો વર્ગ આ પંકિતનો હોઈ તે વિષયરૂપ સાધનો વડે જ સુખ મેળવી શકાય છે અને તેમ કરવું એ જ પિતાનું કર્તવ્ય છે, એવું માની લે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમની આ સુખના જ્ઞાનની વ્યાખ્યા સાચી હોતી નથી. તેથી તે પૈકી સૌથી શ્રેષ્ઠ કેટિના એવા મહાત્માઓએ આ કરતાં પર જઈ ખરું સુખ શેમાં છે, તેને અંતિમ નિર્ણય સ્વાનુભવ લઈને કરેલ છે અને તે માર્ગ જ સર્વને બતાવી તે ધ્યેયની પ્રાપ્તિને માટે દરેકની વિધવિધ બુદ્ધિને વિચાર કરીને આ વર્ણાશ્રમાદિ તથા આચારાદિ શાસ્ત્રોની રચના કરેલી છે. તેનો ઉદ્દેશ એટલો જ છે કે તેના પાલનથકી તેઓ પોતાના સાચા ધ્યેયને પ્રાપ્ત કરી શકે. બાળક જેમ માતાપિતા કહે તે ઉપર શ્રદ્ધા રાખીને ચાલે છે તો સુખી થાય છે, કેમકે નાના બાળકનું હિત શેમાં છે તે તેના વડીલેને જ સારી રીતે અવગત હોય છે, તેમ નિષ્કામ એવા મહર્ષિઓએ અજ્ઞાનીઓના હિતની દષ્ટિનો વિચાર કરીને તેઓ માટે જ આ બધાં શાસ્ત્રની રચના કરેલી છે. વળી પશુ, પક્ષી, ઇત્યાદિ તે આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ જ એક ધ્યેય હોવાનું સમજે છે. તેઓને આ સિવાય બીજા - કશાનું જ્ઞાન હોતું જ નથી, તેથી તેઓ ફાલતુ સંગ્રહવૃત્તિથી તદ્દન રહિત છે; પરંતુ અજ્ઞાની અને મૂઢ જવાના કલ્યાણને માટે સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ શાસ્ત્રકારોએ બતાવેલો હોવા છતાં જેઓ તેનું પાલન નહિ કરે અને પશુઓની માફક કેવળ આહાર, નિદ્રા, ભય અને મિથુન એટલી બાબતેની પાછળ જ મંડ્યા રહે અને તે મેળવવાની ઇચ્છાએ રાતદિન પ્રયત્ન કરીને વિષયોના સાધનો સંગ્રહ કરવા તરફ જ પ્રદત્ત થાય, તો તેવાઓને પશુ કરતાં પણ અધમ જ જાણવા જોઈએ. વળી આજકાલ લોકો વિદ્યો(ડાકટરો), કુટુંબીજને તથા મીઠું મીઠું બોલી લેકકલ્યાણને નામે પોતાની સ્વાર્થવૃત્તિ સાધનારાઓને જ હિતેચ્છુઓ સમજી તેમના ઉપર જેટલો વિશ્વાસ રાખે તેટલો જ વિશ્વાસ અપરાક્ષનુભવી મહાત્માઓ, ધર્મ અને ઈશ્વર ઉપર રાખે તે જગતમાં આવી કરુણાજનક આપત્તિઓ કદાપિ ન ઉતરે. આમ સાંપ્રત જગતના દુ:ખનું મૂળ ફાલતુ વિષય સાધનોનો સંગ્રહ તેમજ ધર્મ અને ઈશ્વર પ્રત્યે અશ્રદ્ધા હોવી એ જ છે.
| કિરણ ૧૦
જગતમાં ઊતરેલી આપત્તિનું મૂળ આ બધું બ્રહ્માંડ ચલાવનારે કાઈક છે, એમ તે સર્વને નિરભિમાનપણાથી કબૂલ કરવું પડે છે. પછી તે કેવો છે ? કયાં છે? ઇત્યાદિ પ્રશ્નોનું નિરાકરણ દરેક પોતપોતાની માન્યતાનુસાર કરી લે છે એટલું જ પરંતુ કોઈ એક છે, એમાં તો કોઈના પણ બે મતો છે જ નહિ. વળી પરમાત્માનું અંતિમ જ્ઞાન તે કેવળ એક મનુષ્યયોનિમાં જ થઈ શકે છે. ઇતર કઈ યોનિમાં તે પ્રાપ્ત કરી શકાતું નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ મનુષ્યયોનિનું અંતિમ ધ્યેય હેઈ એકરૂપતા થઈ પરમસુખની પ્રાપ્તિ કરી લેવી એ જ એક અંતિમ ધ્યેય સિદ્ધ કરવાનું હોય છે. છતાં જે મનુષ્યો આ ધ્યેય સિદ્ધ ન કરે અને બીજા ગમે તેટલા વિષયો સંપાદન કરે તો તે સર્વ અંતે નિરર્થક જ ગણાય. આ જગતતંત્ર ચલાવનાર ઈશ્વર થાય છે. તે જગતમાં પશુ, પક્ષી, કીટ, પતંગ, ઝાડ વગેરે સર્વને પોષણું કરી રહ્યો છે; તો શું તે અમને ઉપવાસ રાખશે ? એવી જેમનામાં દર શ્રદ્ધા હોય તેમની વાત તો જુદી; પરંતુ જેઓની દઢ શ્રદ્ધા હતી નથી તેઓ કદાય પેટપૂરતાં અન્ન, વસ્ત્ર અને રહેવાનું એકાદ જરૂરી સ્થાનક એટલા પૂરતો પ્રયત્ન કરે, તો તે ક્ષમ્ય ગણાય; પરંતુ જગતમાં જીવનનિર્વાહને માટે ઉપયોગી એવાં કેટલાં સાધનોની જરૂર હોય છે? ગમે તેવા શ્રીમંતમાં