________________
૩૨]
સર્વભૂતેષુ રામાનં તતો વિગુણ
૪.
[ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૨
સાત દિવસથી આટલી આટલી માથાફેડ કરી રહ્યો છું; પરંતુ આ તો સહેજ પણ સુધરતા નથી.” “અશુદ્ધ પાઠ તે મહાન દોષ ગણાય ખરું ને?” કાકા સાહેબ ! તો કરે છે તે ઘણું સારું છે, પરંતુ આ પાકશુદ્ધિનું કાર્ય આપ રાત્રે કિવા બીજે કઈ વખતે કરે તો વધુ સારું! વળી તેઓ દરરોજ પાઠ કરતાં કરતાં ઘરડા થઈ ગયા છે, તેમને રોજનો અભ્યાસ દઢ થયેલ હોવાથી એકદમ શી રીતે સુધરે ? નાનાં બાળકોની બુદ્ધિ વિદ્યા ગ્રહણ કરવામાં જેટલી નિર્મળ હોય છે તેટલી વૃદ્ધિની કયાંથી હોય ?” આ વિવેચન ચાલતું હતું એટલામાં માલિકના છોકરાને એક નાનો છોકરો આવ્યો તથા બેબડા અને કાલા કાલા શબ્દો વડે બોલ્યો, “કાકા જલદી ભૂ કરો, બપોરે અમને બધાંને બાગમાં લઈ જવાનું છે ને?” “હા બેટા, આજે જલદી નાહીશ.” એવું આશ્વાસન મળતાં જ બાળક તો ચાલ્યો ગયો. મેં પૂછયું, “કાકા સાહેબ ! આ બાળકે શું કહ્યું ? હું તો તે જરાપણ સમજે નહિ.” તેઓ બોલ્યા કે, “મેં બધાં બાળકોને ગઈ કાલે કહ્યું હતું કે તમને બધાંને આજે હું બહાર ફરવા લઈ જઈશ. તે ધ્યાન રાખી તેણે મને જલદી સ્નાન કરવા જણાવ્યું.” મેં કહ્યું, “કાકા સાહેબ ! તે એટલું બધું અશુદ્ધ, બોબડું અને કાલું કાલું બોલતા હતો કે મને તે જરાપણ ન સમજાયું અને આપ તો સમજી ગયા. આ ઉપરથી મને એમ લાગે છે કે નાનાં બાળકે ગમે તેવું બોબડું, તોતડું કે અશુદ્ધ બોલે છતાં તેને ભાવ માતાપિતા અને વડીલો સમજી શકે છે. તે પછી જે ખરેખર શ્રદ્ધાયુકત થઈ નિર્મળ ભાવનાથી પાઠ કરતો હોય તો તે જેની પ્રીત્યર્થે પાઠ કરે છે તે સમો હશે કે નહિ વારં?” તેઓ બુદ્ધિશાળી હોવાથી આ કથનનો ભાવાર્થ તુરત સમજી ગયા. અને તેમણે એ ગૃહસ્થને ત્રાસ આપવાનું છોડી દીધું. તાત્પર્ય એ કે, જે અંતઃકરણમાં શુદ્ધ ભાવના હશે અને ઉપરથી અશુદ્ધ બોલવામાં આવશે, તે પણ પરમેશ્વર જરૂર સમજી શકશે, પણ અંદર અશુદ્ધ ભાવના હોય અને બહારથી ગમે તેટલો શુદ્ધ પાઠ કરે તે તે નિરર્થક જ છે. રાજન ! આ પ્રમાણે શ્રદ્ધાને પ્રભાવ છે, તે તમોને હવે સારી રીતે સમજાયું હશે; પરંતુ વાસ્તવિક રીતે શ્રદ્ધાને અંત તો મેં ઉપર કહેલી શ્રદ્ધા અને અઝહા નામની બંને શાખાઓથી પર સ્વતઃસિદ્ધ અને અનિર્વચનીય એવી જે મૂળ શ્રદ્ધા છે તેમાં જ થાય છે.
કિરણાંશ ૧૨
મને શ્રદ્ધા છે અને નથી ઉપર પ્રમાણે વિવેચન ચાલતું હતું તે પ્રસંગે સભામાં કોઈ એક ગૃહસ્થે નમ્રતાથી કહ્યું, “મહાત્મન ! મને આપ ક્ષમા કરશો. હું આપનું નામ સાંભળીને ઘણે દૂરથી આવ્યો છું. મારા મનમાં શંકા છે તેનું આપ નિવારણ કરી શકશો એમ મને લાગે છે; પરંતુ સાથે સાથે મારે પ્રથમથી જ કહી દેવું જોઈએ કે, “હું અશ્રદ્ધાળુ પણ નથી અને શ્રદ્ધાળુ પણ નથી.” શાસ્ત્રકારો કહી ગયા છે માટે તે કદાચ સત્ય હશે એમ સમજીને હું શ્રદ્ધા રાખું છું અને વળી વ્યવહાર પ્રસંગે વિપરીત અનુભવ આવે છે તેથી આ બધા શાસ્ત્રકારોએ ગપ્પાં માય છે કે શું? એવી મને અશ્રદ્ધા પણ ઉત્પન થાય છે. આપે તે અત્યાર સુધી શ્રદ્ધા રાખવા જણાવ્યું પરંતુ આજકાલના જમાનામાં શ્રદ્ધા કયાં રાખવી ?” વચમાં જ કાઈ બોલી ઊઠ્યો કે “આપણો દેશ અંધશ્રદ્ધા માટે પ્રખ્યાત છે. પૂર્વે ધર્મમાં અંધશ્રદ્ધાળુ કહેવાતું હતું અને હવે પોતાને અંધશ્રદ્ધાળુ નહિ સમજનારાઓ અને બુદ્ધિમાન કહેવરાવનારાઓ પણ પરકીય એવા પાશ્ચાત્યોના મોહમાં જ આંધળા બન્યા છે; એમ ગમે ત્યાં અંધશ્રદ્ધા તો છે જ.” તેમને રોકીને કહ્યું, “આ વિષય અપ્રસ્તુત છે, માટે તેને છોડી દે.”
હું નારતક છું તે કયા સાધન વડે જાણવામાં આવે છે ? તમારા પ્રશ્ન ઉપરથી મને એક પ્રસંગ યાદ આવે છે. તમેએ કહ્યું કે “મારામાં શ્રદ્ધા છે પણ ખરી અને નથી પણ ખરી.' તેમ એક દિવસે એક કટપક વિદ્વાન અને નિપુણ એવા એક વિદ્યાપીઠના મુખ્ય શિક્ષકે મને પ્રશ્ન કર્યો હતો કે, “હું આસ્તિક પણ નથી અને નાતિક પણ નથી.” તે ઉપરથી તેમને કહ્યું કે, “હે વિદ્યાપીઠના મુખ્ય ગુરુ ! આપને મારે બસો ગુણ આપવા પડશે.” પ્રશ્નઃ શી રીતે ? ઉત્તર: તમો તે પરીક્ષક છે તેથી સારી રીતે જાણી શકશો કે જગતમાં બે પ્રકારને આગ્રહી લોકો તે જોવામાં આવે છે: