________________
ર૪] તદ્માવતો ચાનતિ તિgત્તસ્મિત્ત માતાિ સુધાતે છે રૂા. [ ઉપાસના કાર્ડ કિર૦ ૮ મહારાજ ! મેં આપની ઘણી જ પ્રશંસા સાંભળી છે, તેથી હું આપની પાસે આવ્યો છું, “મારે ઈશ્વરનાં દર્શન કરવાં છે.” તે સિવાય બીજું કાંઈ પણ પૂછવાનું નથી. તેમાં મારે આં બધા ભગવદ્ભક્તોથી કે બીજાઓથી કાંઈ છુપાવવા જેવું પણ નથી. તે આપ મને ઈશ્વરદર્શન કરાવે. મેં સાંભળ્યું છે કે આપની કૃપાથી ઘણાને સાક્ષાત્કાર થયો છે વગેરે. આ રીતે તેમનું કથન સાંભળીને મેં કહ્યું કે રાજા ! શાસ્ત્રમાં કહ્યું છે કે વિષ્ણુ વિના પૃથ્વીના અધિપતિ બીજે કઈ હોઈ શકે જ નહિ. તે ઘેરણે તમો પોતે વિષ્ણુરૂપ જ છે ! તેમ
gઇ દિgણ ના સર્વ જગત પણ વિષ્ણુરૂપ છે એમ શાસ્ત્રો કહે છે. તે આ બધા શું વિષ્ણુથી જુદા છે? હું જોઉં છું કે હું એકલો શું પણ તમો બધા પણ ભગવાન જ છે.
રાજા બોલ્યાઃ આપ એમ કહી મારો પ્રશ્ન ઉડાવી ના દે. કાંઇ ભગવાનનાં દર્શન કર્યા સિવાય આપની પાસેથી ખસવાનો નથી. આપની કૃપાથી હું પણ મહાત્માઓની સેવા વડે તેઓના સ્વભાવથી પરિચિત થયે છું. સાચા મહાત્માઓ કેઈ ને દાદ આપતા નથી, તેમની પરીક્ષામાંથી નીકળવું એ ઘણું જ કઠણ હોય છે; છતાં આપની કૃપાથી હું તે મારું ધ્યેય સિદ્ધ કર્યા વગર અહીંથી જવાનો નથી. આ પ્રમાણે તેમનો આગ્રહ જોઈને મેં કહ્યું, રાજા ! ખરેખર તને મારામાં શ્રદ્ધા છે? મારી પાસે તે કાંઈ જાદુ કે જંતરમંતર નથી, મેં કાંઈ કાશીએ જઈને મોટા વેદવેદાંગનું કિવા પ્રતિસ્મૃતિ આદિ શાસ્ત્રોનું પઠન વા અભ્યસન કરેલું નથી, કે જેથી મારામાં કાંઈ વિદ્વત્તા હેય. તેમ જ હું કાંઈ મેટે શાસ્ત્રી, પુરાણી કે પંડિત પણ નથી, કે જેથી પ્રવચનો અથવા વ્યાખ્યાન દ્વારા લોકોનું આકર્ષણ કરી શકું. તેમ જ હું ગારુડી કિવા માંત્રિક પણ નથી. ઊલટું હું તે એક નિરક્ષર અને અણઘડ જેવો છું. તમોએ મારા સંબંધમાં જે જે કાંઈ સાંભળ્યું હોય તે તે જેમની તેમની શ્રદ્ધાનું જ ફળ છે. પોતપોતાની શ્રદ્ધાનુસાર જ જગતમાં સર્વને સારાં માઠાં ફળાનો અનુભવ થાય છે. શ્રદ્ધા એ જ આ જગતનું મૂળ છે. હું તે કેવળ નિમિત્તરૂપ જ છું. યંત્રની પૂતળીની જેમ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તે નચાવે તેમ નાચું છું, તે જેમ કરાવે તેમ કરું છું, બોલાવે તેમ બોલું છું, તે જેવી બુદ્ધિ આપે છે તે પ્રમાણે તેની કૃપાથી વસ્તુ છું એટલું જ.
નિ:સીમ ગુરુસેવાને પ્રતાપ રાજ બોલ્યા, મહાત્મન ! એમ કહીને આપ છટકી જવા માગે છે, પરંતુ હું કાંઈ ઈશ્વરનાં દર્શન કર્યા સિવાય આપને છોડવાને નથી. તેમનો એવો નિશ્ચય જોઈને મેં કહ્યું, હે રાજ! ખરેખર તને મારામાં પૂર્ણ શ્રદ્ધા છે? ઉત્તર : હા. તે પછી શ્રદ્ધાવાને માટે જગતમાં કોઈ પણ કાર્ય અશકય નથી. હું તમને પ્રતિજ્ઞાથી કહે છે કે તમને જે મારામાં નિઃશંક રીતે દઢ શ્રદ્ધા હોય તો પછી કહે કે તું ઈશ્વર દર્શન ક્યારે કરવાની ઇરછા ધરાવે છે ? ઉત્તર : હમણાં જ. રાજ ! ઉતાવળથી વિકારને વશ થઈને ઘેલો ન બન ! શ્રદ્ધાની કટીમાંથી પાર ઊતરવું એ તું માને છે તેવું સરળ નથી. જેને દઢ શ્રદ્ધા હોય તેને માટે ઈતર કેઈ પણ સાધનો કરવાની જરૂર પડતી નથી. શ્રીમત શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદની વાત તને ખબર છે ને? ગુરૂશ્રી પોતે સામેના તટ ઉપર હતા, વચમાં ઊંડી નદી પૂર જોશમાં વહી જતી હતી, પોતાને તરતાં પણ આવડતું ન હતું, પરંતુ સામે તટેથી ગએ સહેજ સાદ કરતાંની સાથે જ કાંઈ પણ વિચાર કર્યા વગર તેણે તત્કાળ નદીમાં ઝંપલાવ્યું, કેમ કે ગુરુએ સાદ કર્યો અને હું ત્યાં તરત હાજર ન હાઊ ? વળી ફરીને જવામાં તે ઘણે વખત વીતી જાય એવા ઇરાદાથી તેણે તત્કાળ નદીમાં કૂદકે માર્યો અને ડૂબવા લાગ્યો. ઈતર શિષ્યો જોઈ રહ્યા. તે સમજ્યા કે આણે તો ગુરુની ઘેલી ભક્તિમાં નદીમાં પડીને વગર કારણે પોતાનો પ્રાણ ગુમાવ્યો. પરંતુ શ્રદ્ધા શું ન કરી શકે? તત્કાળ નદીમાં બે બે પગલાં જેટલે અંતરે સુવર્ણનાં કમળો તેના જવામાં આવ્યાં. જાણે પગથિયાં ઉપર પગ મૂકીને કઈ સીડી ચડતો ન હોય તેમ પાપાદ તે ઉપર કૂદતે કુદત તકાળ ગુરુની પાસે જઈને સેવામાં હાજર થયો. તેણે કહ્યું, ભગવન! શી આજ્ઞા છે? તેની આવી નિઃસીમ શ્રદ્ધા અને ભક્તિ જોઈ ગુરુશ્રી પ્રસન્ન થયા અને તેની પીઠ ઉપર હાથ ફેરવીને બોલ્યા, વત્સ ! તારી એકનિષ્ઠ ભક્તિ વડે હું અતિ પ્રસન્ન થયો છું. તું હવે કતત્ય થયો છે. આજથી તું પદ્મપાદ એવા નામે લોકમાં પ્રસિદ્ધ થશે. આમ પદ્મપાદ ત્રિકાળજ્ઞાની થ.