________________
ગતિદેહન] અદ્વૈત, દોડતું છતાં રથર, નારાયણ હિરણ્યગર્ભરૂપે બ્રહ્માંડને ધારણ કરતું ભાસે છે. [૨પ આવાં શાસ્ત્રોમાં અનેક ઉદાહરણ છે, માટે તેનો તું પૂર્ણ વિચાર કર. જે ખરેખર તારી મારામાં અનન્ય ભાવયુક્ત નિઃસીમ શ્રદ્ધા હશે તે હું તને કહું છું કે તારે જ્યારે ઈશ્વરનાં દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે એક જ પરેજી પાળવી પડશે. તે વખતે મને ઈશ્વર જે કાંઈ બુદ્ધિ આપશે તે તને કહેવામાં આવશે; તેમ કરવામાં મનમાં જરા પણ ખચકાયો તે પછી યાદ રાખ કે ગયેલી ક્ષણ પાછી આવતી નથી. તે સમય ઉપર તને જે આજ્ઞા કરવામાં આવશે તે આજ્ઞાને અમલ નહિ થાય તો તેને તુરત જ અત્રેથી હાંકી કાઢવામાં આવશે. માટે તે ક્ષણે હું તને જે કહીશ તે તારે આ પદ્મપાદના ઉદાહરણની જેમ મનમાં જરા પણ શંકા લાવ્યા સિવાય અથવા બુદ્ધિમાં જરા પણ ખટકે લાવ્યા સિવાય વગરવિચારે કરવું પડશે. આવી તૈયારી છે? માટે હું તને તે સંબંધે વિચાર કરવાની સલાહ આપું છું. આમાં તે “હું જાતવાર કાર્ય સાધકામ વા” એટલે દેહપાત થાય કિંવા કાર્યની સિદ્ધિ થાય, ત્યાં સુધી નિર્ભય થઈ કાર્ય કરતાં રહેવું, એવો જે તારો દઢ નિશ્ચય હેય તો જ તું આમાં પડ. તુકારામ મહારાજે પણ કહ્યું છે કે પરમાત્મપ્રાપ્તિના કામમાં તે આવા પ્રકારના દઢ નિશ્ચયવાળા, શ્રદ્ધાળ, જાતવાને જ હોવા જોઈએ, કાચાપોચાનું તેમાં કામ નથી. બાકીનાઓએ તો આવી સ્થિતિ પ્રાપ્ત થતાં સુધી સંસાર વ્યવહાર પૈકી કોઈપણ પ્રકારની વસ્તુપ્રાપ્તિની ઈચ્છા અથવા પુત્ર, વિર કે લેણું રાખ્યા સિવાય સદાચરણ કરતા રહીને નિષ્કામ ભાવે ધીરે ધીરે જપ, તપ, ધ્યાન, ધારણું વગેરેનો અભ્યાસ કરતા રહેવું. માટે તું મારા કથનનો સારી રીતે વિચાર કર. કદાચ તું કહેશે કે આપ શી આજ્ઞા કરવાના છે તે કહેશો, તે હું તે પ્રમાણે વિચાર કરીશ. તો તેની મને પણ અત્યારે ખબર નથી. તે સમય ઉપર ઈશ્વર જે બુદ્ધિ આપે તે ખરી.
લેખંડનું સેનું થાય છે પારસમણિ લોખંડને અડતાંની સાથે તુરત જ તેનું સુવર્ણ બનાવે છે; પરંતુ પારસમણિ સાથે લેખકને સ્પર્શ થતી વખતે એ ખાસ ધ્યાનમાં રાખવું કે લોખંડ ઉપર સહેજ પણ કાટ હૈ ન જોઈએ, તે તદ્દન શુદ્ધ અને નક્કર હોવું જોઈએ. વળી લોખંડ નક્કર હેય પરંતુ તેને સ્પર્શનાર પારસ જ હોવો જોઈએ, કાચ નહિ હેય, તેની પણ સાવચેતી રાખવી જોઈએ, આ બેને જે સુયોગ મળે તો પછી પૂછવું જ શું? બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ અને પૂર્ણ શ્રદ્ધાન્વિત શિષ્ય, એ બેને જે સુયોગ થાય તે પછી આત્મદર્શનને માટે વાર શી ? માટે હે રાજન ! આ મારા કથનને તું પૂર્ણપણે વિચાર કરી અને પછી સારી રીતે પ્રૌઢ નિશ્ચય કર. ઉતાવળો અને વિચાર વગરનો નિશ્ચય કામને નથી. તેને નિશ્ચય નહિ પણ મોહ કહે છે. તમે જેને નિશ્ચય માને છે તે વાસ્તવિક રીતે નિશ્ચય નથી, પરંતુ મોહ છે. માટે મારા કથનને ફરીફરીથી વિચાર કરવા હું તમને જણાવી રહ્યો છું. આ કથન સાંભળી તેઓ સ્વસ્થાને ગયા. ત્યાં રાત્રે તેમણે ઘણે વિચાર કર્યો અને વ્યવહારદષ્ટિએ યોગ્ય એવી વ્યવસ્થા કરવાની શરૂઆત કરી. આ વાત રાજ્યમાં સર્વત્ર પ્રસરી. રાજા હવે કદાચ સંન્યાસ લેશે એમ બધે બેલાવા લાગ્યું. આ વાત રાણીની જાણમાં પણ આવી. તેણે રાજાને આ માગે નહિ જવા વિનતિ કરવા માંડી અને મારો જ્યાં મુકામ હતો તે સરદાર દ્વારા પણ રાજાનું મન વાળવા સંબંધે કારવાઈ શરૂ થઈ. રાણીએ પોતે મને પણ ઘણી વિનતિ કરી. તે સર્વને યોગ્ય આશ્વાસન આપવામાં આવ્યું. રાજા તે બીજે દિવસે ફરીથી આવ્યા અને હવે મેં વ્યવહાચિત સર્વ વ્યવસ્થા કરેલી છે, માટે આપ આજ્ઞા આપે તેમ કરીશ એવો મારો નિશ્ચય છે. તેને કહ્યું રાજન! ઉતાવળા મા થાઓ. હું તમને બીજી બે રાત્રિ વિચાર કરવા માટે આવું છું. મારી શરત ધ્યાનમાં છે ને? તે વખતે તને જે કાંઈ કહેવામાં આવશે તે મનમાં સહેજ પણ ' શંકા લાવ્યા વગર કરવું પડશે અને તેમાં જે મનમાં જરા પણ ખંચકાયો તે પછી તને તત્કાળ અત્રેથી ઉઠાડી મૂકવામાં આવશે. આટલી એક જ શરત છે. તે બરાબર પાનમાં લે. આ રીતે તેઓ ત્રીજે દિવસે ફરી પાછી આવ્યા અને પોતાનો નિશ્ચય હેવાનું જણાવ્યું. જે બરાબર વિચાર કર્યો છે? હા. મારી એક જ શરત છે, તે બરાબર સમજ્યા છે ને ? હા. જુઓ એ વખતે હાણ ગુમાવી એટલે તમારે એક પણ શબ્દ મહિ સાંભળતાં આ બધાંની સમક્ષ તમને અત્રેથી હાંકી મૂકવામાં આવશે, માટે સાવધ છો ને? ઉત્તરમાં