________________
ગીતાદેહન]
આત્મા નિશ્ચલ, શાંત ને એક છતાં મનથી વેગવાન છે; દેશોને પણ અપ્રાપ્ત છે. [૨૩
છે. ત્યાર પછી તે મૂલાધારાદિ ચક્ર દ્વારા પરા, પસ્યની, મધ્યમ અને વૈખરી વાણીરૂપે મોઢા વડે બહાર પ્રકટે છે, તેમ છતાં પણ તે પોતાના મૂળ સ્વરૂપને તો કદી છોડતા નથી. તે ભગવાનનાં શુદ્ધ આત્મસ્વરૂપ અનુભવવાનાં સ્થાનકે કહું છું (આ સંબંધે વિસ્તૃત વર્ણન આગળ કિરણશ ૩૫ તથા સિદ્ધાંતકાંડ અધ્યાય ૨, ૮, ૧૫ માં આપેલું છે, અહી તો ફક્ત સામાન્ય દિશા દર્શાવવા પૂરતું જ આપવામાં આવેલું છે).
આત્મસાક્ષાત્કારનાં સ્થાનકે (૧) વિરાટના અંતઃકરણમાં કારનું ઉત્થાન થાય તે પૂર્વે, (ર) ત્યાર પછી તે તેમના મૂલાધાર અને મણિપરાદિ રો -
દિ ચક્રોમાં આવે તે બે ચક્રોની વચ્ચેની સંધિમાં, જેમકે (અ) પરથી પશ્યન્તી વાણીરૂપે થાય તે પૂર્વ, (૩) પશ્યન્તીથી મધ્યમાં વાણીરૂપે બને તે પૂર્વે, (૬) મયમાથી વૈખરી વાણીરૂપે પ્રકટે તે પૂર્વે, અને () વૈખરી વાણીની સમાપ્તિ થઈ ફરીથી આ ક્રમે તે સમષ્ટિની વૈખરીમાં પ્રકટે તે બે ક્રિયાની વચ્ચે. આટલું થયા બાદ તે આ અનંત સ્વર અને વર્ણાદિવાળા શબદરૂપે ચરાચર બ્રહ્માંડમાં પ્રત્યેક વ્યષ્ટિ જીના વ્યવહારમાં અનુભવમાં આવે છે. તેમાં (૧) સમષ્ટિ વૈખરીમાંથી નીકળી વ્યષ્ટિ વિખરીમાં આવે છે તે બેની વચ્ચેની સંધિ, (૨) વ્યષ્ટિની વૈખરીમાંથી મધ્યમામાં વિલય થવા પૂર્વે, (૩) મધ્યમામાંથી પસ્યન્તીમાં વિલય થવા પૂર્વે, (૪) પશ્યન્તીમાંથી પરામાં વિલય થવા પૂર્વે, અને (૫) પરા પૂર્વે તો વિરાટ, સમષ્ટિ અને વ્યષ્ટિ એ બંનેની એક જ સ્થિતિ હોય છે. વ્યષ્ટિ જીવોને માટે આ વિલયનો અનુભવ ધારણાભ્યાસ કરવાથી પ્રત્યક્ષ અનુભવમાં આવશે. ધારણાભ્યાસ કરવાની પદ્ધતિ ઉપર કહેલી છે. આ સંબંધે આગળ સિદ્ધાંતકાંડમાં પણ વિવેચન છે તે જોવું. અત્રે સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે આ રીતે ભગવાન તો ચરાચરમાં અને નિત્યવ્યાપક જ છે, છતાં અજ્ઞાનને લીધે તેને સાક્ષાત્કાર થતો નથી. તે થવા માટે ગ્રંથના વાચનને સમયે પણ થઈ શકે એવો સહેલામાં સહેલો અનુભવસિદ્ધ ધારણાભ્યાસને માર્ગ કહ્યો છે, તે નિઃશંક રીતે કરે. આ મુજબ અભ્યાસ કરનારા બુદ્ધિમાન તો ફક્ત આ પુસ્તકના એક વખતના અભ્યાસથી જ શાંતિ અનુભવશે. કોઈ કોઈ તીવ્ર બુદ્ધિમાન તો એકાદ પ્રકારના અભ્યાસ વડે પણ સાક્ષાત્કાર કરી શકશે. શ્રદ્ધા વડે નિઃશંક થઈ આનો અભ્યાસ ચાલુ રાખશે તો અભ્યાસક ગમે તે અજ્ઞાની હશે તે પણ પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરી શકશે. માટે જિજ્ઞાસુઓ ભક્તિભાવ વડે નિઃશંક થઈ શુદ્ધ અને પવિત્ર અંતઃકરણથી આને અનુભવ કરે. જ્યાં સુધી શ્રદ્ધા વડે તેનું અવલંબન થઈ શકે નહિ, ત્યાં સુધી તેને અનુભવ કેવી રીતે થશે? શ્રદ્ધા સંબંધમાં એક પ્રસંગ કહું છું.
કિરણશ ૮
મારે ઈશ્વરનાં દર્શન કરવાં છે એક વખત એક રાજવી મારી પાસે આવ્યા. તેઓ ઘણા જ દયાળુ, ધાર્મિક, શ્રદ્ધાળુ અને ઈશ્વર પરાયણ હતા. તેઓનું રાજ્ય છે જો કે ઘણું જ નાનું હતું, પરંતુ તેમના ગુણ મેટા હતા, તેથી યિત તેમને દેવ સમાન જ ગણતી હતી. સિવાય પોતે ઘણા સત્સંગી પણ હતા. મહાત્માઓને માટે તેમણે રાજ્ય તરફથી ઠેરઠેર સદાવ્રત રાખેલાં હતાં, તેથી ઘણું મહાત્માઓ ત્યાં હંમેશ આવજા કરતા. એક સમયે તે રાજ્યની નજીકના બીજા રાજ્યમાં મારો મુકામ થયો, તેની તેમને ખબર પડી. તેઓ તત્કાળ દર્શનાર્થે આવ્યા અને વિનંતિ કરી કે આપ મારા રાજ્યમાં કૃપા કરીને જરૂર પધારો; પરંતુ આ સરદારના આગ્રહ ઉપરથી મહામહેનતે આઠ દિવસ માટે હું અહીં આવ્યો છું, તેમાં ચાર દિવસો તો વીતી ગયા છે અને હવે ફક્ત ચાર બાકી છે. વળી કેટલાક ભક્તો હિમાલય જવા માટે હરિદ્વાર અને હૃષીકેશમાં મારી રાહ જોઈ રહ્યા છે, માટે આ વખતે નહિ પરંતુ બીજા કોઈ વખતે જોવાશે, એમ કહી તેમનું સમાધાન કર્યું. આથી તેઓએ એકાંતમાં મળવાની ઈચ્છા દર્શાવી. તે ઉપરથી તેઓને કહ્યું: રાજા! અહીં એકાંત અને દુકાંત જેવું શું છે? મારી પાસે તે બધું ખુલું જ છે. આપને જે પૂછવું હોય તે ખુશીથી પૂછી શકે છે. તે ઉપરથી તેમણે કહ્યું,